________________
શારદા રત્ન છે. તે રીતે વિષયના કારણેથી સંસાર ભયંકર મનાય છે. કવિઓએ આ સંસારને રાક્ષસની ઉપમા આપી છે.
अविद्यायां रात्रौ चरति वहने भूनि विषमं । कषाय व्यालौधं क्षिपति विषयास्थीनि च गले ॥ महादोषान् दन्तान् प्रकटयति वक्र स्मर भुसो ।
न विश्वासो)ऽयं भवति भव नक्तंचर इति ॥ આ સંસાર નક્તચર-રાત્રિચર એટલે રાત્રિને વિષે ફરનાર રાક્ષસ છે, કારણ કે તે રંકથી રાજા સુધી સર્વનું ભક્ષણ કરનાર છે. તેથી તે વિશ્વાસ રાખવા યોગ્ય નથી. વળી તે રાક્ષસ અજ્ઞાનદશારૂપી રાત્રીમાં સ્વેચ્છાએ ફરે છે તથા તે રાક્ષસ મસ્તક પર ભયંકર એટલે જેને વિષ વેગ ઉતરી ન શકે તેવા કોધાદિક કષાયે રૂપી સર્પોના સમૂહને ધારણ કરે છે. કષાયવાળાને સંસાર દુખપ્રદ થાય છે તથા વિષયો રૂપી અસ્થિની માળાને તે ગળામાં ધારણ કરે છે. વિષયી પુરુષોને સંસાર ગળે લાગે છે. તે જીવહિંસા, મોટા આરંભે, પરસ્ત્રીગમન આદિ નરકને આપનારા મહાદોષ રૂપી દાંતને પ્રગટ કરે છે. એટલે કે વિકરાળ રૂપ દેખાડવા માટે મુખ ઉઘાડીને બતાવે છે. તે વક એટલે વિષમ રવભાવને કારણે વિકરાળ કામદેવ રૂપી મુખને ધારણ કરે છે. આવા પ્રકારને સંસાર રૂપી રાક્ષસ વિશ્વાસ કરવા ગ્ય નથી. આવા સંસારમાં રાચવા જેવું નથી.
- કપિલને બાપ પુરોહિત હતો તે રાજાને માનનીય હતો. જે ભણેલો ગણેલો હોય તે બધે પૂજાય છે. “શે પૂરે ના, વિદ્વાન સર્વત્ર પૂષ્ય રાજા પોતાના દેશમાં પૂજાય છે. જ્યારે વિદ્વાન બધે પૂજાય છે. ભેજરાજાના દરબારમાં કાલીદાસ પંડિત હતા. ૫૦૦ પંડિતમાં તે મુખ્ય હતા. કોઈ તેમને હરાવી શકે નહિ. એવા ડાહ્યા બુદ્ધિશાળી પંડિત પાસે એક દુઃખી પંડિત આવ્યા. આ જ્ઞાનથી પંડિત ન હતો. પણ તેની અટક પંડિત હતી. નામ મઝાનું હીરાલાલ, મોતીલાલ હોય પણ હીરા-મોતીના તે દર્શન પણ કર્યા ન હોય. તેવા નામની શી વિશેષતા ? અહીં આ પંડિતજી ભણેલા ન હતા. પણ અટકથી પંડિતજી કહેવાતા, પણ પોતાના દુઃખને દૂર કરવા આવ્યા હતા. તે કાલીદાસ પંડિતજી પાસે ભણ્યા, પણ સભાજનોને રીઝવવાનો સમય આવ્યો ત્યારે જ્ઞાનતંતુ નબળા પડી ગયા. આજીવિકા ચલાવવાનું સાધન રહ્યું નહિ. ઘેર ગયા ત્યારે પત્ની કહે છે, કમાવવાની ત્રેવડ નહોતી તે ઘડે ચઢીને આવ્યા હતા શું કરવા? પૂર્વના પુણ્યોદય હોય તે ગુણવાન પત્ની મળે અને પાપને ઉદય હોય તે કર્કશા પત્ની મળે.
કપિલનાર પિતા મરણ પામ્યા, અને કપિલ ભશે નહી. કપિલના પિતાના સ્થાને બીજો પુરોહિત આવ્યો. એક વાર તે પુરોહિત જોડે બેસીને જઈ રહ્યો છે. તેને જોઈને કપિલની માતાની આંખમાં આંસુ આવી ગયા. કપિલ પૂછે છે, માતા ! આંખમાં આંસુ કેમ છે? બેટા, પેલે પુરેહિત ઘેડે બેસીને જાય છે, જે તું ભણ્યો હતો