________________
શારદા રત્ન
પડે મૃત્યુ માટે તૈયારી કરી છે ને? જેનો જન્મ છે તેનું મૃત્યુ તે નિશ્ચિત છે. આપણે અહીંથી જવાનું એ કર્માધીનપણે અને અહીંથી જઈને કયાં ઉત્પન્ન થવાનું એ વાત પણ કર્માધીન છે. કર્મના કર્તા તો આપણે જ છીએ ને? જીવ પોતે કર્મ બાંધે છે ને પોતાને જ ભોગવવા પડે છે. જેવા કર્મ હોય તેવી ગતિ થાય. કર્મને સ્વરૂપને સમજનાર આત્મા વિચાર કરશે કે મારે અહીંથી કઈ ગતિમાં જવાનું ? સવારે ઉઠો, ખા, પીવો, કામકાજ કરે, રાત્રે સૂઈ જાવ છો પણ મારે અહીંથી જવાનું છે એ તે નક્કી છે. મારે કયાં જવાનું છે તે હું નક્કી કરી શકું તેમ છું. માનવી પોતાના કર્તવ્ય પ્રમાણે નકકી કરી શકે કે મારે આ ગતિમાં જવાનું છે. જ્યાં જવાને વિચાર હોય ત્યાં જવાની તૈયારી પણ કરવી પડે ને? હું તમને પૂછું છું કે ચાર ગતિઓમાંથી તમને કઈ ગતિમાં જવું ગમે? નરક કે તિર્યંચ ગતિને તે કેઈ ન ઈ છે. આમ તો જવાની ગતિ પાંચ છે, પણ અત્યારે અહીંથી સીધા મેક્ષમાં જવાતું નથી. માટે બાકી રહી ચાર ગતિ નરક અને તિર્યંચને દુર્ગતિ કહી છે. મનુષ્ય ને દેવગતિ એ બે ગતિને સુગતિ કહી છે. જે સુગતિમાં જવું ગમે છે તે તે ગતિમાં જવાય તેવાં કાર્યો જીવ કરે છે ? અને જે દુર્ગતિમાં જવું ગમતું નથી તે તે ગતિઓમાં મને લઈ જાય એવા કાર્યોથી હું ચેતતે રહું છું કે નહિ ? આવા વિચાર કયારે પણ આવે છે ખરા? હું અમુક સ્થાને જ જઈશ એવું આપણને જ્ઞાન નથી, પણ સારી ગતિમાં જવું છે તે સારી ગતિમાં જવાને ? માટે અમુક અમુક કરવું જોઈએ એટલો તે ખ્યાલ છે ને?
રેલ્વેની મુસાફરી કરવી છે તે તે માટે ટિકિટ લેવી પડશે, ને રીઝર્વેશન કરાવવું પડશે. ગાડીમાં ફર્સ્ટ કલાસ, સેકંડ કલાસ ને થર્ડ કલાસ હોય છે. બધા કલાસમાં સગવડ અને સુગમતામાં ફેર છે. જેવા કલાસ એવા નાણાં આપવા પડે છે. તેમ જે પાંચમી ગતિ મેક્ષની ટિકિટ મેળવવી છે તે જ્ઞાની કહે છે કે ઘર, બંગલા, પુત્ર, પત્ની, પરિવાર, ધન બધાને મોહ છોડી દો. “એક ધક્કા ઓર દે, સંસાર કે છોડ દ” (હસાહસ) જે મોક્ષ મેળવે છે તે સંસારને છોડી દે. અહીંથી જવાનું છે એની ખબર છે, તે કયાં જવું છે ને જ્યાં જવું છે ત્યાં કેવી રીતે જવાય તેને વિચાર કરીને અગાઉથી તૈયારી કરી લો. જેણે અગાઉથી તૈયારી કરી છે એવા આત્માને ગમે ત્યારે અને ગમે
ત્યાં મરણ આવે તે પણ એને મુંઝવણ નહીં થાય. એ તે એમ જ વિચારે છે કે હું જન્મે છું એટલે મરવાને છું અને હજુ કર્મો ખપાવ્યા નથી એટલે ક્યાંક ઉત્પન્ન પણ થવાનો છું. પણ મેં મારું જીવન એવી રીતે વ્યતીત કર્યું છે કે અહીંથી મરીને હું જ્યાં જઈશ તે સ્થાન આ સ્થાન કરતાં પણ સારું હશે.
બંધુઓ! તમે આટલી બધી ધર્મક્રિયાઓ કરે છે તે તમને એટલી તે ખાત્રી છે ને કે અમે દુર્ગતિમાં નહિ જઈએ. તમે જે ધર્મ કરો છો તે રૂચિપૂર્વક કરે છે ને ? ઘેર ગયા વિના ચાલે નહિ, માટે ઘેર જાઓ છે, પણ કરવા લાયક તે ધર્મ છે એ