________________
શારદા રત્ન જેમ ફળ વિનાના વૃક્ષને કેઈ પક્ષીઓ કેચતા નથી, પણ જે વૃક્ષ પર નારંગી મોસંબી જેવા સ્વાદિષ્ટ ફળો હોય છે. ત્યાં પક્ષીઓ આવીને તેને કેચે છે, ને હેરાન કરે છે, તેમ જે સારા રસવાળા સ્વાદિષ્ટ ભોજન જમે છે તેને કામવાસનારૂપી પક્ષીઓ આવીને કિલામના ઉપજાવે છે. માટે રસને વધુ ઉપયોગ ન કરવો જોઈએ. રસો પ્રાયઃ ઉન્માદ વધારનાર છે. સારા ભોજન જમવાથી વિકારો વધે છે. પહેલાના માણસે બધું કામ હાથે કરતા તેથી ખાધેલું પચતું હતું. આજે કામ કરવાના ગયા એટલે બરાક પચે નહિ આજે જ્યાં જોઈએ ત્યાં ખાટલા–પાટલાં અને બાટલા વધી ગયા છે. આ બેકડાના ન્યાયથી એ સમજવાનું છે કે જ્યાં આસક્તિ છે ત્યાં દુઃખ છે, ત્યાં મૃત્યુ છે, અને જ્યાં અનાસક્તિ છે ત્યાં સુખ છે. હવે આમાં અધ્યયનમાં શું વાત ચાલશે તે અવસરે વિચારીશું. આજથી આપણે વ્યાખ્યાનની પાછળ એક બેધદાયક ચરિત્રને પ્રારંભ કરવાનું છે.
ચરિત્ર :–નાના બાળકે તેમજ ઘણા યુવાન અને વૃદ્ધ ભાઈ–બહેનને ચરિત્ર સાંભળવામાં ઘણે રસ આવે છે. આ ચરિત્ર જીવને ખૂબ લાભદાયી બને છે. કંઈક છો એમાંથી બોધ મેળવી એમનું જીવન ધર્મના માર્ગે દોરે છે.
આ ચરિત્ર ખૂબ રસીક અને આત્માની ચેતનાને જગાડે એવું છે. જેમ મકાન ખાવું છે તો પહેલા પાયે બેદ્યો એમાં મકાનની શોભા ન દેખાય. જ્યારે ધાબુ રાંચ ને થોડું તૈયાર થાય ત્યારે થોડી શોભા દેખાય, અને મકાન સંપૂર્ણ તૈયાર થઈ જાય ત્યારે એની શોભા બરાબર દેખાય. અહીં આજે ચરિત્રને પ્રારંભ કરીએ છીએ તેથી મકાનના પાયા સમાન ચરિત્રના રચનાર કેણ છે, ચરિત્રના નાયક કેણ છે, ક્ષેત્ર, નગર કયું છે તે વાત પહેલા જાણી જોઈ એ.
ચરિત્રના રચનાર ચરિત્રની શરૂઆત કરતા પહેલાં શાસનપતિ ભગવાન મહાવીર સ્વામીનું, પંચ પરમેષ્ઠી ભગવંતનું અને ગુરૂદેવનું સ્મરણ કરી, વંદન નમસ્કાર કરી તેમનું શરણું લઈ ચરિત્રની શરૂઆત કરે છે. મહાન પુરૂનું શરણું લેવાથી આપણું કાર્ય દેદીપ્યમાન બને છે. આ ચરિત્રનું નામ છે “સાગરદત્ત ચરિત્ર.” સાગરદત્ત જેવું નામ છે તેવા તે સાગર જેવા ગંભીર છે. શ્રાવકના વ્રતમાં કેટલા દઢ છે, ધર્મ માટે કેટલું કષ્ટ વેઠે છે તે આપ સાંભળશો ત્યારે ખ્યાલ આવશે. તમે પ્રતિક્રમણમાં ખામણામાં બોલે છે ને કે શ્રાવકો કેવા હોય? દઢધમી અને પ્રિય ધમી એ બંનેમાં શું ફેર ? તમે જેટલા અહીં બેઠા છે તે બધા પ્રિયધમી તે છો. તમને ધર્મ પ્રિય છે. માટે આ છે. કંઈક એવ-જીવો હશે કે હજુ પથારીમાં પોઢેલા હશે. ન્યુઝ પેપર વાંચવામાં સમય પસાર કરે પણ ઉપાશ્રયમાં આવવાનું મન ન થાય. આજે પ્રિયધમી તે ઘણું જોવા મળશે પણ દઢામ બહુ ઓછા જોવા મળશે. ધર્મ કરતાં કષ્ટ આવે, વિનો આવે. ઉપસર્ગો આવે, છતાં ધર્મની શ્રદ્ધા છોડે નહીં તેનું નામ દઢધમી. આવા દઢધમી