________________
શારદા રત્ન
૬૩
શ્રાવકની વાત આપણે ચાલવાની છે. પણ તે પહેલા શેઠની નગરી કઈ ફિ? એ
ગામના રાજનરેશ કાણુ છે ? એ વાત પહેલા આવશે.
જ બુદ્ધિપકા ભરત ક્ષેત્રમે, વસતપુર ગુણધામ, છત્રપતિ રાજેન્દ્ર વહાં પર, વિજયસેન શુભ નામ હા... શ્રોતા તુમ સુનો સાગરદત્તકા ચરિત્ર સુહાવના...(૨)
જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં વસંતપુર નામનું નગર છે. નગર કાને કહેવાય ? જે નગરમાં કરવેરા ન હાય, ટેકસ ન હાય, ચાર ડાકૂના ભય ન હેાય. જેમાં બાગબગીચા, ઉઘાના હાય, ધર્માંશાળાઓ, સ્કુલા તેમજ દરેક ધર્મના ધર્મસ્થાનકા હોય તેને નગર કહેવાય. આ નગરની ઘેાભા જાણે દેવપુરીને પણ આંખી કરી દે તેવી હતી. આ નગરી ખૂબ રમણીય અને સુÀાભિત હતી. બાગ, બગીચા, મહેલ, મહેલાતા, ગઢ ને કાંગરાથી અત્યંત શાભાયમાન છે. અનેક જાતના શ્રીકતા ધંધા અને ભરપુર ખારા છે. ત્યાં ૩૬ જાતિની કામ વસે છે. જ્યાં ધનના ભંડાર ભરપુર છે ને અન્નના ભંડાર પણ ભરપુર ભર્યાં છે. પ્રજાને કેાઈ જાતનું દુ:ખ નથી. આ રીતે આ વસતપુર નગરી એટલે જાણે અલ્કાપુરી !
આ નગરીમાં બધા રાજાએમાં ઈન્દ્ર સમાન એવા વિજયસેન નામે રાજા રાજ્ય કરે છે. ભૂતકાળની ભવ્યતા સંસ્કૃતિના ભવ્ય આયેાજન પર અવલંબે છે. સસ્કૃતિના સાદરભાવ આત્માને અને શરીરને સમર્થ અનાવે છે. પછી તે રાજ્ય શાસન હાય કે ધર્મ શાસન, રાજ્યશાસન અને ધર્મશાસનને સમૃદ્ધ બનાવનાર આત્મામાં સ્વ-પરના કલ્યાણની ભાવના હાય છે. ઇતિહાસના પાને કેાના નામ સુવર્ણાક્ષરે લખાયા છે? જે રાજ્ય સત્તા પર આવ્યા પછી જેણે સત્તાનું કે રાજ્યનું અભિમાન રાખ્યું નથી પણ અહભાવને દૂર કર્યાં છે તેવા આત્માએથી ઇતિહાસના પાના ચમકતા આવ્યા છે. જે સત્તાના પ્રલે।ભનમાં પડયા તેવા સમ્રાટ ધૂળમાં શાળાઈ ગયા.
વસંતપુર નગરના રાજા વિજયસેનના મનમાં રાત-દિવસ આ વાત રમ્યા કરતી હતી. આ સસ્કૃતિ અને ધર્મ સંસ્કૃતિ તેમને મન પ્રાણ જેવી પ્રિય હતી. રાજા વિજયસેનની રાજ્યધૂરા ખૂબ ન્યાય, નીતિ, પ્રમાણિકતાથી ચાલતી હતી, તેથી પ્રજા પણ ખૂબ સંસ્કારી અને રાજા પ્રત્યે સન્માનની દૃષ્ટિથી જોનારી હતી. પ્રજાને ગમે તે ધધા કરવાની રાજ્ય તરફથી છૂટ હતી. પ્રજાની વ્યાપાર કુશળતાથી વસંતપુર નગરની જાહેાજહાલી દશે દિશાએ ઝળકતી હતી. રાજા સુખી અને પ્રજા પણ સુખી તેથી જાણે એમ લાગે કે રાજા અને પ્રજાની સમૃદ્ધિ એક બીજા સાથે હાડ કરતી ન હાય ! તે નગ-રીમાં કાણુ
શેઠ રહે છે ?
લક્ષાધિપતિ શેઠ બસે કંઈ કરે શુદ્ધ વ્યાપાર સત પીઢિયા સાહૂકાર જહાં પર સાગરદત્ત સુખકાર