________________
પહ
શારદા રત્ન
રઘુકુંભાર આ તાંસળું લઈને ઘેર ગયો. ગધેડાની લાદ એમાં ભરે ને કચરાપેટીમાં લાદ નાખી આવે. દિવસે પર દિવસે જતાં ૧ વર્ષ પૂરું થયું. રાજકુમારને જન્મદિવસ આવ્યો. રાજાના મનમાં થયું કે આ વખતે પણ પહેલાની જેમ બધાને બોલાવી ઈનામ આપીશું અને બધાને પૂછશું કે ગયા વર્ષે આપેલી ઈનામની વસ્તુઓને દરેકે કઈ રીતે ઉપયોગ કર્યો? જેટલા વધામણી દેવા આવ્યા હતા તે બધાને બોલાવ્યાં. રઘાકુંભારને પણ બોલાવ્યું. રાજાએ બધાને પૂછ્યું. મેં તમને ઇનામ આપ્યું હતું તેને તમે શો ઉપયોગ કર્યો ? બધા પાકા વાણીયા હતા. કેઈ દશા, કેઈ વિશા ને તમે તે તીસા ( હસાહસ) બધાએ બરાબર ગોઠવીને જવાબ આપ્યો. પછી રઘાને નંબર આવ્યો, રઘાને પૂછ્યું, મેં તને સેનાનું તાંસળું આપ્યું છે તેને તે શું ઉપયોગ કર્યો ? રઘ બિચારો સાવ ભળે હતે. તે વાણીયા જેવો પાકો ન હતો, એટલે એણે કહ્યું, મહારાજા ! આપે મને જે વાસણ આપ્યું. તેનાથી તે મને ખૂબ શાંતિ થઈ છે. ગધેડાની લાદ તથા કરે તેમાં ભરીને ઉકરડામાં નાખી આવું છું. મારે નવા નવા મારીને ઠીબ લાવવા મટયા છે. રઘાની આ વાત સાંભળી બધા તેની મૂર્ખાઈ પર હસવા લાગ્યા. તમને પણ હસવું આવ્યું. હું તમને પૂછું છું કે આ માનવ જન્મરૂપી સોનાનું સુંદર તાંસળું તમને મહ્યું છે એમાં તમે રાગ, દ્વેષ, વિષય, કષાય અને બૂરી વાસનાના કચરા તે નથી ભરતા ને? રઘાની વાત સાંભળી રાજાને ગુસ્સાને પાર ન રહ્યો. એમની ભ્રકુટી ચઢી ગઈ. મેં તને પુત્ર જન્મની ખુશાલીમાં સેનાનું તાંસળું આપ્યું. તેને તે આવો દુરૂપયોગ કર્યો? પ્રધાન કહે, રાજા સાહેબ ! આ રીતે રઘાએ આપના ઈનામનું નહીં પણ ખુદ આપનું જ અપમાન કર્યું છે. એને તે ફાંસીની શિક્ષા બરાબર છે. રાજાએ હજુરીયાઓને બોલાવ્યા અને કહ્યું કે આ રઘાને ફાંસીએ ચઢાવી દે.
એક વાર રાજા રીઝયા તે સેનાનું તાંસળું દઈ દીધું ને આજે ખીજ્યા તે ફાંસીની શિક્ષા. ફાંસીની શિક્ષાથી ર જરાય ગભરાયે નહીં. આ રઘે સામાન્ય માનવી ન હતે. એ ઈશ્વરને શ્રદ્ધાવાન ભક્ત હતો. કાયાની અને માયાની મમતા તેને વળગી ન હતી. ફાંસીને હુકમ સાં મળી તે રડવાને બદલે ખડખડાટ હસવા લાગ્યો. રઘાને હસતા જોઈને બધાને આશ્ચર્ય થયું. એને એટલી તે ખબર હશે ને કે ફાંસીથી મરી જવાય. રાજા પૂછે છે રઘા ! ફાંસી એટલે શું એ તે તને ખબર છે ને ? હા, મહારાજા. ફસી એટલે મૃત્યુ. તો તું આટલું બધું હસે છે શા માટે ? ફાંસીનું નામ પડે ત્યાં લોકો ધ્રુજી ઉઠે છે ને રડવા લાગે છે ને તું આટલા બધા આનંદમાં કેમ? કુંભારને દેહનો રાગ ન હતો. તેને તે આત્માને રાગ હતું. તેણે કહ્યું મહારાજા ! મને અંદરથી અવાજ આવે છે. શે અવાજ આવે છે? આપને કહેવાય નહિ, આપને સવળું પડે તે ઠીક ને અવળું પડે તે ફાંસી આપે. એક વખતની ફરી તે આપેલી છે. હવે તમે શી આજ્ઞા ફરમાવો તે તે ભગવાન જાણે. રાજા કહે જા, તને અભયદાન, પણ કહે તો ખરો કે શો અવાજ આવે છે?