________________
શારદા રન પ્રગટ કર્યું છે. આત્માનું પોતાનું શુદ્ધ સ્વરૂપ એ મોક્ષ સ્વરૂપ છે. કષાયો અને ઈન્દ્રિયોના વિજેતા બન્યા વગર આત્મા મેક્ષ સ્વરૂપને પ્રાપ્ત કરી શકતા નથી. જેને મોક્ષ મેળવ છે એને કષાય અને ઇન્દ્રિયના વિજેતા બનવું જોઈએ. જે આત્માઓએ કષાય અને ઈન્દ્રિયોના વિજેતા બનીને મેક્ષની પ્રાપ્તિ કરી છે. તેઓ તે સિદ્ધ સ્થાનમાં બિરાજી ગયા છે. સિદ્ધ સ્થાનમાં બિરાજતા અનંત સિદ્ધ ભગવંતેને આપણે રેજ નમો સિદ્ધાણું પદ દ્વારા નમસ્કાર કરીએ છીએ અને દિવસમાં અનેક વાર શ્રી સિદ્ધ ભગવાનને નમસ્કાર કરતા હોય તેવા જીવને સંસાર શું છે અને મેક્ષ શું છે તે માટે સમજાવવું પડે ? એટલું તે સમજતા હોય. સિદ્ધ ભગવાનને રોજ ભાવથી નમસ્કાર કરનારાઓને સંસારના સ્વરૂપને અને મિક્ષના સ્વરૂપને થડે પણ ખ્યાલ ન હોય એ કેમ બને? | નવકાર મંત્રમાં અરિહંત ભગવંતને, સિદ્ધ ભગવંતને, આચાર્ય, ઉપાધ્યાય અને - સાધુ સાધ્વીને નમસ્કાર કરાય છે. નવકારમંત્ર બોલતા કઈ દિવસ એવો વિચાર આવે છે કે અરિહંત ભગવાન આદિને રોજ કેટલીય વાર નમસ્કાર કરીએ છીએ તે એમનામાં એવું શું છે કે જેથી બધા નમસ્કાર કરે છે? નમે અરિહંતાણું એટલે જેમણે કર્મો રૂપી શત્રુઓને હણી નાખ્યા છે ને કેવળજ્ઞાનની જ્યોત જગાવી છે એવા અરિહંત ભગવાનને મારા નમસ્કાર હો. સંસારમાં જે આપણી વિરૂદ્ધ ખેલતા હોય, જેના પ્રત્યે દ્વેષભાવ હેય બે શત્રુ કહીએ છીએ, પણ તે શત્રુ તે આ ભવ પુરતા છે. તે શત્રુ આપણું નુક્સાન કરશે તે આ ભવ પુરતું પણ ભવોભવ નહિ બગાડે, છતાં તેવા શત્રુ પર જીવ વિજર્ય મેળવવા ઇરછે છે. જ્યારે અરિહંત ભગવાનને સંસારમાં કઈ શત્રુ કે મિત્ર
ઊી. સર્વ પ્રત્યે તેમને સમભાવ છે, પણ જે આત્માના ગુણોનો નાશ કરે છે એવા કર્મો રૂપી શત્રુઓને જેણે નાશ કર્યો છે એવા હે અરિહંત ભગવાન ! આપે કષાને જીતી લીધી છે ને હું કષાયથી છવાઈ ગયો છું. આપ સમતારસના દરિયા છે, જ્યારે હું મમતાથી ભરેલો છું. આવા વિચાર આવે છે ખરા ?
નમે સિદ્ધાણં બોલતા અનંત સુખમાં બિરાજતા સિદ્ધ ભગવંતે કેવા ને હું કેવો? એવો વિચાર આવે છે? સિદ્ધ એટલે તે આત્માઓ કે જે આત્માઓએ, કષાયેના અને ઈન્દ્રિયોના વિજેતા બની અષ્ટકર્મને ક્ષય કરી મોક્ષપદને પામ્યા છે. અહી બેઠેલા દરેક આત્માઓ મોક્ષને તે ઝંખે છે, પણ જેની રગેરગમાં મેક્ષની લગની છે અને પ્રયત્ન પણ તે છે. તેવા આત્માને કોઈ કહે કે તારે મેક્ષ જોઈએ છે? તું શા માટે મોક્ષને ઇરછે છે? તે એ કહેશે કે હું સંસારથી કંટાળી ગયો છું. એનાથી હવે ભયભીત બન્ય છું. તે એને ફરી પૂછે કે તું શા માટે સંસારથી કંટાળી ગયે છું ? તે એ કહેશે કે આ સંસારમાં કાંઈ સુખ કે સાર નથી. સંસારના સુખની ઇચ્છા પણ દુઃખનું કારણ છે, માટે આવા દુઃખના દરિયા સમાન સંસારથી છૂટકારો મેળવી મારે મેક્ષને મેળવો છે કે જ્યાં સુખ, સુખ ને સુખ-દુઃખનું નામનિશાન નહિ.