________________
२६
શારદા રત્ન જેના સુકાઈ ગયા છે રાગ અને દ્ર એનું નામ શુક્લ ધ્યાન. અર્થાત્ જે શોકનો સર્વથા નાશ કરે તેનું નામ શુક્લ, જેનાથી ચિત્તની એકાગ્રતા પ્રાપ્ત થાય તેનું નામ ધ્યાન. જે શુભધ્યાનમાં આત્માને પરોવવો હોય તે ચિત્તની ચંચળતા રોકવી પડે ને તેમાં એકાકાર થઈ જવું પડે. સોયમાં દોરો પરોવવો હોય તે પણ એકતાર જોઈએ છે, તે જ્યારે આત્માને મેક્ષમાં પરોવવો હોય તો કેટલે એકતાર જોઈશે ! જેના ચાલી ગયા છે કલેશે, સંતાપો, રાગદ્વેષ, મેહ મમતા અને જે શુક્લધ્યાનમાં એકતાર બની ગયા છે એવા આત્માઓ ઘાતી કર્મો ખપાવીને કેવળજ્ઞાન અને કેવળદર્શનની જ્યોત પ્રગટાવે છે. જેમના મન, વચન અને કાયાના યોગ ખૂબ નિર્મળ, પવિત્ર અને શુભ છે, જેમની કાયા પણ અનેક જીવોને શાતા પમાડે છે એવા ધ્યાની મુનિઓ કદાચ મૌન બેઠા હશે તે પણ તેમના દર્શન માત્ર કરવાથી આપણું પાપ ધોવાઈ જાય છે, માટે પ્રભુને આપણે યોગેશ્વર કહીએ છીએ. એવા ભગવાનની વાણું તેનું નામ આગમ.
આગમમાં હાલ ૩૨ સિદ્ધાંતે ઉપલબ્ધ છે. આપણે ઉત્તરાધ્યયન સૂત્રના નવમા અધ્યયનનું વાંચન કરવું છે. ઉત્તરાધ્યયન સૂત્ર એ ભગવાનને અંતિમ સંદેશ છે. અંતિમ સંદેશાનું ખૂબ મહત્વ હોય છે. જ્યારે પિતા પરક પ્રયાણ કરતા હોય ત્યારે દીકરાને જે રિત શિખામણના બે શબ્દો કહે છે તે અંતિમ શબ્દો દીકરાના હૈયામાં કેતરાઈ જાય છે. વકરે તે શબ્દોને ભૂલતો નથી. ભીષ્મ પિતામહ જ્યારે મૃત્યુની અંતિમ શય્યામાં સૂતા છે ત્યારે પાંડવોને વિચાર થયો કે આપણે દાદા પાસે જઈને તેમના અંતિમ ઉદ્દગારો સાંભળીએ. જે ઉદ્દગારે આપણને જીવનમાં ઉપયોગી બને. ભીષ્મ પિતામહ નામ કેમ પડ્યું ? તે જાણે છો ? તેમનું નામ તે ગાંગેય હતું. આજે કંઈક જગ્યાએ જોવા મળે છે કે, પિતા પોતાના સંતાને માટે સુખને ત્યાગ કરે છે. પત્ની ગુજરી જાય તો પિતાના મનમાં થાય કે હું બીજી પત્ની લાવું અને તે કર્કશ સ્વભાવવાળી હોય તે સંતાને દુઃખી થાય એ દષ્ટિથી પિતા ત્યાગ કરે છે, પણ અહીં તે દીકરો પિતાને ખાતર સુખને ત્યાગ કરે છે. જે કન્યા દીકરો પરણવાનો હતો તે કન્યા ગાંગેયના બાપને પરણવી હતી પણ કન્યાને બાપ કહે–મારી દીકરી તમને પરણાવું ને પછી જે દીકરો થાય તેને રાજ્ય તે ન જ મળે. રાજ્યને વારસદાર તે માટે દીકરે જ થાય . ત્યારે ગાંગેય કહે છે હું પ્રતિજ્ઞા લઉં છું કે હું રાજગાદી નહીં લઉં. કન્યાને બાપ ઘણો હોંશિયાર, તે કહે તમે રાજગાદીએ ન બેસો એ કબૂલ પણ ભવિષ્યમાં તમારે પુત્ર થાય ને એ પુત્ર ખૂબ પરાક્રમી નીકળે તે મારી દીકરીના પુત્રને ક્યાંય બેસાડીને રાજ્ય લઈ લે તે ? માતા-પિતા દીકરીનું કેટલું સુખ ચાહતા હોય છે ? જો દીકરી સુખી તે મા-બાપ સુખ અને દીકરી દુઃખી તે મા-બાપ દુઃખી. જ્યારે કન્યાને બાપે આ વાત કરી ત્યારે ગાંગેયે ત્યાં પ્રતિજ્ઞા કરી કે હું સૂર્યની સામે પ્રતિજ્ઞા લઉં છું કે હું લગ્ન કરીશ નહીં ને જાવજીવ સુધી અખંડ બ્રહ્મચર્યનું પાલન કરીશ. આવી ભીષ્મ પ્રતિજ્ઞા લીધી તેથી તેમને બધા ભીષ્મ પિતામહ કહેતા. પિતા માટે કેટલું છોડયું?