________________
૩૦
શારદા રત્ન રીતે? તે ન્યાય આપીને સમજાવું. કેઈ એક વિશાળ પર્વત ઉપર કેટલાક પુરુષે રહેતા હતા. તેઓ એક દિવસ સળગતે દીવો લઈને તેમની ગુફામાં ગયા. ગુફામાં કેટલેક દૂર અંદર ગયા ત્યાં પવનના ઝપાટાના કારણે દીવો બુઝાઈ ગયો. હવે શું કરે? દીપક બુઝાવાથી ચારે તરફ અંદર અંધકાર છવાઈ ગયો. હાથની હથેળી પણ જોઈ શકાતી ન હતી. ગુફામાંથી બહાર નીકળવાને માર્ગ શોધવા ઘણું ફાંફાં માર્યા પણ તેમને બહાર જવાને માર્ગ ન જડ્યો, આથી તે બધા મુંઝાઈ ગયા. એટલામાં એક ભયંકર ઝેરી સર્વે આવીને તેમને ડંખ દીધો. સર્પના ઝેરથી આકુળવ્યાકુળ બની તે એક ખાડામાં પડ્યા અને ત્યાં જ મરી ગયા. આ દૃષ્ટાંતનો સાર એ છે કે પર્વતના લોકો એ દીવો લઈને ગુફામાં દાખલ થયા ત્યારે માર્ગ તે જોઈ લીધો હતે પણ પવનના ઝપાટાથી (પ્રમાદથી) દીવો બુઝાઈ ગયે ને તેમને એ માર્ગ ફરીને ન મળી શક્યો અને મહા અંધકારમાં ફસાઈને મૂઢ જેવા બની ગયા, અને સર્પ ડંસથી ખાડામાં પડી ગયા ને ત્યાં જ મૃત્યુ પામ્યા.
બસ, આ જ દશા અજ્ઞાનગ્રસ્ત પ્રમાદી જીવની છે. પુણ્યોદયે ક્યારેય ગુરૂદેવના સંગથી જીવના હૃદયમાં સસ્વફવને પ્રકાશ થાય છે અને તેથી તે ન્યાયમાર્ગને જાણે છે પણ મેહ રૂપ પ્રબળ વાયુના ઝપાટાથી તેને તે સમ્યગ દર્શન રૂપી દીપક બૂઝાઈ જાય છે ત્યારે તે મિથ્યાત્વના અંધકારથી ઘેરાઈ જવાથી ન્યાયયુક્ત માર્ગથી ભ્રષ્ટ થઈને કુમાર્ગમાં ભટકતો અને મેળવે છે માટે સમ્યકત્વ રૂપ દીપક બુઝાઈ ન જાય તે માટે સાવધાન રહેવું જોઈએ. તે માટે પ્રમાદ છોડીને અપ્રમાદી બનવાની જરૂર છે. આપણું જીવન ક્ષણગુર છે, માટે જીવનની ક્ષણિકતાને સમજીને આત્માએ ન્યાયમાર્ગમાં પ્રવૃત્તિ કરવી એ જે આ અધ્યયનને સાર છે. પાંચમા અધ્યયનમાં ભગવાને શું ભાવ પ્રરૂપ્યા છે તેના ભાવ અવસરે.
આજે સ્વ. મહાન વૈરાગી પૂજ્ય તારાબાઈ મહાસતીજીની નીમેલી પુણ્યતીથિ છે. પુણ્યતીથિ કેની ઉજવાય ? જેને જીવન જીવતાં આવડ્યું છે, જેણે જીવન જીવીને એક મહાન આદર્શ જગત સામે રજુ કર્યો છે તેવા આત્માની પુણ્યતીથિ ઉજવાય છે. સ્વ. મહાન વૈરાગી . તારાબાઈ મહાસતીજીનું ઝગમગતું જીવન : આકાશમાં તારા ચમકે છે તેમ તારાબાઈ મહાસતીજી મારા શિષ્યા–પરિવારમાં એક ચમક્તા તારા હતા. તેમને જન્મ અમદાવાદ શહેરમાં થયું હતું. તેમના પિતાનું નામ ઉગરચંદભાઈ અને માતાનું નામ સમરતબેન હતું. તેમના લગ્ન પણ થયેલા. આ સંસાર સંગ-વિયોગના દુઃખોથી ભરેલું છે. તદનુસાર તેમાં ૨૪ વર્ષે દુ:ખનો પહાડ તૂટી પડે તેમ તેમના પતિનું અચાનક દુઃખદ અવસાન થયું. પછી એક વર્ષમાં અમારો (બા. બ્ર. પૂ. શ્રી શારાબાઈ મહાસતીજીનો પરિચય થતાં તેઓ ધાર્મિક પ્રવૃત્તિમાં જોડાયા. અને વૈરાગ્યના છે રંગાઈ ગયા. મારી દીક્ષા પછી આ બધા શિષ્યાઓમાં તેઓ સૌથી પ્રથમ વૈરાગ્ય પામેલા હતા, પણ ચાર ચાર નાના પુત્રની જવાબદારી હતી, એટલે ન છૂટકે અનાસક્ત ભાવે સંસારમાં રહી તપ-ત્યાગ અને જ્ઞાન-ધ્યાનમાં મસ્ત રહેતા હતા.