________________
શારદા રદ્ધ તે રહ્યા. તે ઘરના માણસે આ કેશીમાને પિતાની જનતા માતાને સાચવે તેમ તેને સાચવે છે. ઘરના જે જમે તે તેને જમાડે છે ને મહિને ૩૦ રૂા. પગાર આપે છે. આથી પાર્વતીબેનને ખૂબ સંતોષ થયો. એક દિવસ પાર્વતીમાના ઓળખીતા પ્રોફેસર તે શેઠને ત્યાં જમવા આવ્યા. ફેસર જમવા બેઠા છે. પાર્વતીબેન પીરસવા આવે છે. તેમને પીરસતા જોઈને પ્રોફેસર એળખી ગયા. અહો ! આ તો મારા મિત્ર રમેશની માતા છે. તે અહીં ક્યાંથી આવ્યા હશે ? ઘરની આજુબાજુના માણસને પૂછીને ડોશીમાને બધો ઈતિહાસ જાણી લીધો. તેમના મનમાં થયું કે આ બેન તે કેવા ગુણીયલ, ગંભીર અને ડાહ્યા છે. આ માતાએ કઈ સ્થિતિમાં રમેશને માટે કર્યો ને ભણાવ્યો છે? એ માતાના ઉપકારને બદલે વાળવો તે દૂર રહ્યો પણ એની આ દશા ! એક રસોઈ કરનાર બાઈ તરીકે તેને રહેવું પડ્યું! ધિક્કાર છે આવા પુત્રને. ખરેખર રમેશે પોતાની આબરૂ પર પાણી ફેરવ્યું છે. પ્રેફેસરે તે રમેશ પર ધમધમતે પત્ર લખ્યો કે ભાઈ રમેશ ! તારી માતા રાજકોટમાં ફલાણું સાહેબને ત્યાં રસોઈ કરનાર બાઈ તરીકે નોકરી કરે છે. તારી માતાએ પેટે પાટા બાંધીને તને ભણાવ્યો, પરણાવ્યો તેની તેં આ દશા કરી ! તેમણે તે પત્રમાં ખૂબ ધમકી આપી. રમેશ કાગળ વાંચીને ધૂવાપૂવા થઈ ગયો. તેણે પત્નીને વાત કરી. માતાએ તે આપણું નાક કાપ્યું. શું તમારી અવળચંડી મા ! આ સાસુજી તો માથાન લાગે છે. રમેશ કહે - હવે માતાની વિરૂદ્ધ બોલી મને ગુસ્સે ન કરતી. હવે માજીની સ્થિતિ શું છે તેની તપાસ કરવા હું રાજકોટ જાઉં છું. માની પાસે જ રમેશ - રમેશ રાજકોટ ગયે. ને માજી જ્યાં રહે છે તે શેઠને ત્યાં પહોંચી ગયો. મા-દીકરો મળે છે પણ દીકરાને તે કોઈ પાર નથી. આવેશમાં આવીને કહે છે હે મા ! તે આ શું કર્યું? તે અમારી આબરૂ ઘટાડી છે. દીકરા! આમાં આબરૂ ઘટાડવાને કયાં પ્રસંગ છે ? મેં તારી આબરૂના કાંકરા નથી કર્યા. તમારા ઘરમાં મારી જરૂર ન હતી તેથી હું અહીં આવી છું. ઘેર ઘેર માંગીને ખાવું એના કરતાં મહેનત કરીને ખાવું શું ખોટું ? મા! હવે તું પાછી ઘેર ચાલ. દીકરા ! તને જોઈને મને આનંદ થાય છે. પણ ત્યાં આવવાથી કલેશ થાય. લેહી ઉકળાટ થાય તે કરતાં મારે અહીં શું ખોટું છે? અહીંયા બધા મને જનેતા કરતાં અધિક સાચવે છે. તે જે ખાય પીવે તે મને ખવડાવે છે. પહેરવા વસ્ત્રો આપે છે ને મહિને ૩૦ રૂા. પગાર આપે છે. મને તારા દીકરા દીકરી ખૂબ વહાલા હતા તેવા જ અહીં મળ્યા છે. તેમને હું વહાલ કરું છું. રમાડું છું. છોકરાઓની યાદી માટે રમકડા લાવી છું. બેટા! હવે મારે ઘેર નથી આવવું. મેં રાંધવાની કરી લીધી, તેમાં શરમાવા જેવું શું છે? મેં તે જન્મ ધરીને રાંધવાનું જ કામ કર્યું છે. સાસરામાં તે રસાઈ કરવાની હોય જ. તારા લગ્ન થયા એ વહુ આવી પણ તમને રાંધી ખવડાવવાનું કામ તે હું જ કરતી હતી. અહીં પણ રસોઈ કરું છું. મા! ગમે તેમ તે ય એ ઘર તે ઘર. શું એ ઘર મારું છે? હા મા, તેથી હું તને તેડવા આવ્યો છું.