________________
શારદા રત્ન ધમધમ થઈ રહ્યું છે. ડોશીમા નીચે ઉભા ઉભા બધું સાંભળે છે કે છે શું? સાંભળતા શબ્દો સાંભળ્યા કે એમ કંટાળી શું જાય છે? ઉઠ... મારા માટે તે ઉઠ.એડોશી ખાતર નહિ પણ નાના છોકરાઓ માટે તો ઉઠ... છોકરાઓ ભૂખ્યા છે તેમને તો જમાડી લે. ખબરદાર ! મારી સાથે બેહ્યા છે તે ? તમારા મીઠા શબ્દોથી હું છેતરાવાની નથી. તમારી મા છે એમ સમજીને આજ સુધી ઘણું સહન કર્યું. કંઈ બેલી નહીં, પણ હવે મારાથી સહન થતું નથી. તે હું શું કરું? હું મરી જાઉં ? અરે ! મરવા કરતાં સહેલી વાત તો એ છે કે હું તમને કેટલાય દિવસથી કહું છું પણ કરતા નથી. આ ડોસલીને ઘરની બહાર કાઢ, જે એને નહિ કાઢે તે હું પિયર ચાલી જઈશ.
શીમાનો નિર્ણય ઉપરની બધી ધમાધમ પાર્વતીમાએ સાંભળી. તે સમજી ગયા કે નક્કી મને ઘરમાંથી કાઢવાની વાત થાય છે. જે ઘરમાં મારા નિમિત્તે કલેશ થતો હોય, કર્મો બંધાતા હોય અને વહુ છોકરાને સતાવતી હોય તો આવા ઘરમાં રહેવા કરતા મારે મારે રસ્તે પકડો સારો છે. આ બધું સાંભળતા ડોશીની આંખમાં ચોધાર આંસુ વહેવા લાગ્યા, પછી બાથરૂમમાં જઈને આંખે ધોઈને બહાર આવ્યા. જો આંખ રડેલી જુવે તે પણ તેમનું આવી બને. પાર્વતીમાં બાથરૂમમાંથી બહાર નીકળ્યા તે સમયે વહ નીચે આવી. સાસુને જોતાં મનમાં થયું કે આ અમારો બંનેને સંવાદ સાંભળી તો નહિ ગયા હોયને? એટલે પૂછ્યું- આપ કયારે આવ્યા? હમણું જ આવી. ડોશીમાએ રસેઈ કરી, બધાને જમાડયા, પછી રમેશને કહે છે બેટા ! હું રાજકોટ ચંપામાસીના ઘેર જાઉં છું. ચંપામાસીને કાગળ આવ્યું છે કે તેમની તબિયત સારી નથી, માટે ત્યાં જઈશ. તેમની સેવા કરીશ અને ધર્મધ્યાન કરીશ. રમેશ કહે-જેવી તમારી મરજી. આપ કહો તો હું બસ સુધી મુકી જઉં, તારે ઓફીસમાં રજા લેવી પડે ને? એ તે એક દોઢ કલાકની રજા પડશે. ના દીકરા ! એવું કંઈ કરવું નથી. હું તે એકલી જઈશ. ભાડા જેટલા પૈસા મારી પાસે છે. માટે હું જઈશ. ડોશીમાના આ શબ્દો સાંભળતા દીકરા વહુ મનમાં મલકે છે કે ટાઢા પાણીએ ખસ ગઈ.
બીજે દિવસે ડોશીમા પિતાના કપડાની થેલી ભરીને રવાના થાય છે. ત્યાં વહુના બે દીકરા યાદ આવ્યા. બે છોકરા પર ડોશીમાને ખૂબ વહાલ અને પ્રેમ છે. તેમને છોડીને જતાં આંખમાં આંસુ આવ્યા. છેલ્લે જતાં જતાં છોકરાઓને ઊંચકીને વહાલ કર્યું અને કથામાંથી બે પેંડા લાવ્યા હતા તે બંને છોકરાઓને એકેક આપી દીધું. બાળકોની યાદી માટે એક ઢીંગલી અને બે રમકડા પાટલીમાં બાંધી દીધા. બંને બાળકો તેમને વળગી પડ્યા કે આપ કયારે આવશે ? નાના બાળકો તે બિચારા સાવ નિર્દોષ છે. એમને શું ખ્યાલ હોય ?
કેસરની રમેશને ધમકી : પાર્વતીમાં તે ઉપરા, બસમાં બેઠા, ચંપાબેન કોણ છે તે પણ ઓળખતા નથી. કયાં જવું? મનમાં રામ નામનું રટણ કરતા રાજકોટ પહોંચ્યા. ડોશીમાએ એક સારું સુખી ઘર શોધી કાઢ્યું અને તેમને ત્યાં રાઈ કરનાર બાઈ તરીકે