________________
૪૬
શારદા રન વચ્ચે તૂટી જાય છે. દંડ, ચાબુક, શસ્ત્ર, દેરડું અગ્નિ, પાણીમાં ડૂબવું, વિષ, સપ, ઠંડી, ગરમી, ભૂખ, તરસ, વ્યાધિ આદિ આયુષ્યને વચ્ચેથી તોડનાર ઉપક્રમ છે. તેમજ આ જીવનની ચારેબાજુ આપત્તિઓને પાર નથી. ખબર નથી કે ક્યારે આ જીવનને અંત આવી જશે. કયારે જાગશે ? આવા કિંમતી જીવનને ઘણે ભાગ તે પસાર થઈ ગયે, પરંતુ
ગઈ સે ગઈ અબ રાખ રહી હે” એ સૂત્ર પ્રમાણે જે સમય બાકી રહ્યો છે એને લાભ ઉઠાવવા માટે તત્પર થઈ જવું જોઈએ. જે વહાણ દરિયામાં સપાટાબંધ ચાલ્યા જતા હોય તેને પણ જ્યારે બંદર આવે ત્યારે ફેરવવા પડે છે અને તેની દિશા બદલવી પડે છે. એ માટે ખલાસીઓ હલેસાં મારી વહાણને બીજી દિશામાં બદલે છે, તેમ જ્ઞાની પણ આપણને એ સમજાવે છે કે હે જી ! જલદીથી ચેતે. જલદીથી જાગૃત બને, કારણ કે જિંદગીના વહાણને ફેરવવાને સમય હવે બહુ નજીક આવી ગયો છે. આજ સુધી જિંદગીનું વહાણ સંસારના માર્ગ તરફ સડસડાટ ચાલી રહ્યું હતું. હવે તે માર્ગ તરફથી ફેરવીને ધર્મના માર્ગ તરફ લાવવાનું છે. કિનારે પાસે છે, અને લંગર નાખવાની તૈયારી થઈ રહી છે. છતાં પવનનું જોર જુદી દિશાનું છે, તેથી વહાણ ઉંધા રસ્તે ચાલ્યા જાય છે. એ કાંઈ સહેલાઈથી સીધા રસ્તે આવે તેમ નથી, માટે તમારે વહાણના શઢ ઉતારી નાખવા જોઈએ અને થોડું જેર કરી વહાણની દિશા બદલી નાખવી જોઈએ, એટલે કે અત્યાર સુધી સાર ભણી ચાલ્યા છે તેને બદલે ધર્મ તરફ વળી જવું જોઈએ. ધર્મ એ ઉત્તમ : શાંતિને માર્ગ છે. સંસારની આશા જાળમાં ફસાતે અજ્ઞાની : કંઈક છે એમ કહે છે કે અમારું આ કામ થઈ જાય પછી ધર્મ કરીશું. તો એ તેની બહુ મોટી ભૂલ છે. કારણ કે આ જગતમાં જે સાંસારિક કાર્યો છે તે કાર્યો ધાર્યા થતાં નથી. એટલું જ નહીં પણ એક કામ પાર પડે ત્યારે બીજા કામની ઈરછા થાય, અને બીજું કામ પાર પડે ત્યારે ત્રીજા કામની ઈચ્છા થાય. આ રીતે જેમ કામે પાર પડતા જાય તેમ તેમ વધારે આશાઓ, તૃષ્ણાઓ વધતી જાય છે અને તેમાં વચમાં કોઈ એવો મટે ઘા વાગી જાય છે કે તે રૂઝાતા બહુ વખત ચાલ્યા જાય છે. આ રીતે સાચા ખોટા બનાવો બન્યા કરવા એવો આ સંસારને પ્રવાહ છે. એટલે જે એવા બહાના નીચે પડ્યા રહેશે તો ધર્મ કરી શકશો નહિ અને મૃત્યુ આવી જશે. ધર્મના કામ કરવાના રહી જશે ને ખાલી હાથે જીવને જવું પડશે. કવિએ કહ્યું છે કે :
બાંધકર મુઠ્ઠી તેરા દુનિયામાં જબ આના હુઆ,
નર ફિર મેહકે ફર્મે ફેસ જાના હુઆ ધર્મ સંચય નહીં કીયા, નહીંશ ગુણગાતા હુઆ, નર જન્મ પુંછ હાર, ખાલી હાથ ફિર જાના હુઆ,