________________
શારદા રેત્ન
સીધા મોક્ષમાં જઈ શકતા નથી. એ માટે તે તેમને આ મનુષ્યભવમાં આવવું જ પડે,
દારિક શરીર ધારણ કરવું પડે ને સાધના કરે ત્યારે મેક્ષ મળે. માટે કહ્યું છે કે “દેહ વિના મુકિત સધાય નહીં.” દારિક શરીર વિના મુક્તિ મળે નહીં. સાથે બીજી વાત એ કરી કે “દેહ દષ્ટિએ કર્મ દળાય નહી.” દારિક શરીર એ મેસે જવા માટે સાધન છે. તે શરીર દ્વારા તપ સંયમ દ્વારા કર્મબંધને તેડીને મોક્ષ મેળવાય છે પણ જો આ શરીર પ્રત્યે રાગ ભાવ આબે, તેના પ્રત્યે મમતા રાખી અને મમતાના કારણે મારું શરીર સુકાઈ જશે, એ ભાવથી કાંઈ વ્રતનિયમ, તપ ત્યાગ કે ધર્મ સાધના કરી નહીં, તે પછી કર્મો દળાય કેવી રીતે? જેની દેહ પ્રત્યેની મમતા ઉઠી ગઈ છે એવા જેવો જ તપ સંયમનું પાલન કરી શકે છે. ને તેના દ્વારા કર્મોને ભસ્મીભૂત બનાવી શકે છે. માટે કહ્યું છે કે “દેહ દષ્ટિએ કર્મો દળાય નહીં.”
દહ પ્રત્યેનો રાગ છૂટે એ જી તપશ્ચર્યા કરી શકે. આત્મ સાધનાના મંગલદિવસે ચાલી રહ્યા છે. આત્માએ શું સાધના કરવી છે તે નકકી કરી લેજે. આત્મા તે અનંત શક્તિને ધણી છે. પણ કાયરના સંગમાં રહીને નબળા બની જાય છે. સિંહનું બચ્ચું ઘેટાના ટોળા ભેગું રહે છે તે એના જેવું બની જાય છે. સિંહની શક્તિ ઘણી હોવા છતાં કાયર એવા ઘેટાના સંગમાં રહેવાથી તે ઘેટા જેવું બની ગયું. એક વાર સિંહની, ગર્જના સાંભળી ઘેટાનું ટોળું ભાગી ગયું. ત્યારે તેના મનમાં થયું કે એવું કર્યું પ્રાણી હશે કે જેની એક હાથે આખું ટોળું ભાગી જાય. સિંહના બચ્ચાએ એક વાર પાણીમાં પિતાનું પ્રતિબિંબ જોયું હતું તેથી સિંહને જોઈને થયું કે અહો ! આ તો મારા જેવું પ્રાણી છે. ત્યાં તેણે એક ગર્જના કરી કે ઘેટાનું ટોળું ત્યાંથી ભાગી ગયું. તે રીતે અનંત શક્તિને સ્વામી આત્મા મેહમાં પડી જઈ પોતાની શક્તિને ભૂલી ગયો છે. સિદ્ધાંતનો સહારો લઈને સંતે જગાડવા આવ્યા છે. તે આત્મા ! જાગ અને બધિબીજને પ્રાપ્ત કર. કષાયોનો ત્યાગ કર. બ્રહ્મચર્યનું પાલન કરો. જ્યારે આત્મા જાગે ત્યારે શું બોલશે ?
હે પ્રભુજી! મારે ચંદન જેવું બનવું છે. ચંદનના લાકડાને કેાઈ કરવતથી કાપી નાખે, કોઈ ઘસે કે કઈ બાળે તો પણ તે બીજાને સુગંધ આપે છે. તેમ હું પણ મારું જીવન ચંદન જેવું સુગંધીમય બનાવું. તેમ કરતાં મને કષ્ટ પડશે તો વેઠી લઈશ પણ મારા જીવનને તે સુગંધમય બનાવીશ. ફૂલમાં સુગંધ નથી તો તે ફૂલની કિંમત નથી. ભજનમાં મીઠું નથી તો તે ભોજનની કિંમત નથી. મુખમાં દાંત નથી તે મુખની શોભા નથી, તેમ જેના જીવનમાં માનવતા નથી, પરદુઃખ ભંજનની ભાવના નથી, તેનું જીવન કલેવર જેવું છે. માટે જીવનમાં કરૂણ લાવો. દુઃખીઓના બેલી બનો. બીજાના દુઃખ મટાડો તે તે જીવન સુગંધમય બની જશે.
ગઈ કાલે આપણે ચાર અધ્યયનની વાત કરી. હવે પાંચમા અધ્યયનમાં સકામ મરણ અને અકામમરણ, પંડિત મરણ અને બાલ મરણની વાત સમજાવવામાં આવી છે. સકામ