________________
૩૨
શારદા રત્ન
સતીજી ખૂબ સરળ, ભદ્રિક, વિનયવાન અને ગુણીયલ હતા. તેઓ સાતમા શિષ્યા હોવા છતાં સંપૂર્ણ જવાબદારી સંભાળતા હતા. તારાબાઈ મહાસતીજીના ગુણરત્નોથી ભરપૂર જીવનમાંથી અલ્પ ગુણેનું વર્ણન કર્યું છે. તેમના જીવનમાં રહેલા ગુણરત્નોની માળામાંથી એકાદ ગુણરન લઈને આપણું જીવન કલ્યાણની કેડી પર રહી જીવીએ તે આપણે તેમને સાચી શ્રદ્ધાંજલી અર્પણ કરી કહેવાય.
ઉજજવલ જીવન જીવી જનારા, વાત્સલ્ય વહેણોની વહાવતા ધારા, નયનના તારા ને હૈયાના હારા, ગૂંથી મેં ગુણપુષ્પોની સુવાસિત માળા,
તેમની પુણ્યતિથી નિમિત્ત ૪૦ અખંડ અદ્યુમ થયા છે. ૭૫ પૌષધ, સામાયિકની પચરંગી ૧૦૦ થઈ છે. શ્રી સંઘે પૂ. તારાબાઈ મહાસતીજીને અશ્રુભીની આંખે શ્રદ્ધાંજલી અપી હતી. સમય થઈ ગયો છે, વધુ ભાવ અવસરે.
ૐ શાંતિ
વ્યાખ્યાન-નં. ૪ અષાઢ વદ ૩ રવિવાર જીવનની પળને ઓળખો તા. ૧૯-૭-૮૧
હું સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને! કેટલાય ભવની સાધના અને પુણ્યાઈ હરિ ત્યારે જીવ તીર્થકર બની શકે છે. તીર્થકર ભગવાન ઘાતી કર્મોનો નાશ કરી કેવળસિાન પામે, પછી તીર્થકર નામકર્મનું પુણ્ય ઉદયમાં આવે છે. તેઓ આઠ પ્રતિહાર્યથી શોભી રહ્યા છે. તેમના અતિશય એ પ્રભાવ છે કે અષ્ટ પ્રતિહાર્યની શોભાની જેમ પ્રભુને છ એ હતુ અનુકૂળ થાય છે. આઠ પ્રતિહાર્ય કયા છે તે આપ જાણો છો?
ગpલા મુદggવૃષ્ટિ-ચિનિયામ માસનં ૪.
भामण्डलं दुन्दुभिरातपत्रं, अष्ट प्रातिहार्याणि जिनेश्वराणाम् ॥ (૧) અશોકવૃક્ષ (૨) પુષ્પવૃષ્ટિ (૩) દિવ્યધ્વનિ (૪) ચામર (૫) સિંહાસન (૬) ભામંડલ (૭) દુંદુભી (૮) ત્રણ છત્ર . (૧) અશોકવૃક્ષ ભગવાન ઉપર છાયા કરી રહે છે.
જ્યારે ભગવાન ચાલે છે ત્યારે આકાશમાં રહીને અશોકવૃક્ષ છાયા કરે છે, અને જ્યારે બેસે, દેશના દે છે ત્યારે જમીન પર સ્થિત થઈને છાયા કરે છે (૨) દેવે મંદાર, સુશોભિત, નમેરૂ, સરસ, પારિજાત, સંતાન, ઈત્યાદિ વૃક્ષોના અચેત કુલેની વૃષ્ટિ કરે છે. (૩) અમૃત રસ સમી, કાનને અતિ પ્રિય લાગે, સાંભળવા માટે તમામ કાર્યો છોડી દઈ ત્યાં આવી પહોંચે એવી સર્વ પ્રાણીઓને આનંદ દેનારી ભગવાનની વાણી દિવ્ય હોય છે. (૪) અમ મનોહર દેદીપ્યમાન કિરણોના સમૂહની જેમ, રત્નમાંથી નીકળતા કિરણ હોય તેવા સુવર્ણના દંડવાળા ચામરો પ્રભુની ઉપર દેવો ઢળે છે. (૫) દેદીપ્યમાન મેરૂ પર્વતના શિખર જેવા ઉંચા સિંહાસનને દેવો વિકુવે છે. (૬) અખંડ કિરણોવાળા સૂર્યમંડળ જેવા અને આંખને પણ આંજી નાખનારા તથા સ્વભાવથી જ અતિ દેદીપ્યમાન