________________
શારદા રત્ન
ર
સમય જતાં મોટા પુત્રનાં લગ્ન કરી પુત્રને જવાબદારી સોંપી સંસારની રિદ્ધિ-સિધિ. અને મહાન સુખ તથા પુત્રોના મોહ છોડી સંવત ૨૦૧૪માં અષાઢ સુદ બીજના દિવસે દીક્ષા અંગીકાર કરી. આજે દીક્ષા તે ઘણા લે છે પણ બાળકોને મેહ છોડી દીક્ષા લેવી એ મહાન કઠીન છે. તેઓ જ્ઞાન–ધ્યાન અને ચારિત્રમાં ખૂબ દઢ હતા. દીક્ષાએ તેઓ નાના છતાં મોટા જેવી ફરજ બજાવતા. સંવત ૨૦૧૮ માં મુંબઈ-કાંદાવાડી ચાતુર્માસ જવાનું થયું. અનુક્રમે કાંદાવાડી, માટુંગા, દાદર અને ૨૦૦૧માં પાર્લા ચાતુર્માસ કર્યું. ત્યાં તેમને કેન્સર થયું. ટ્રીટમેન્ટથી સારું થયું. અને ૨૦૨૨ ના ઘાટકેપરના ચાતુર્માસ પછી મહા સુદ બીજના દિવસે તારાબાઈ મહાસતીજીને માથામાં ચસકા ઉપડ્યા. દઈના નિદાન માટે મોટા મોટા સર્જનને બેલાવ્યા. પિતે ખૂબ સમતાભાવે દર્દ સહન કરતા હતા. તેમના મુખ પર જ્યારે જુઓ ત્યારે પ્રસન્નતા.
પોતાના કાળધર્મને પામવાના સમય અગાઉ ત્રણ દિવસ પહેલાંથી તેમણે મને બધા સંકેત કર્યા હતા. મને પાસે બેસાડીને કહ્યું. મહાસતીજી! આ જીવન ક્ષણભંગુર છે. હું અઢી દિવસ છું. હું એમના ગૂઢ અર્થને સમજી ન શકી. તેમણે કહ્યું મને અંતિમ આલેચના કરાવો. તા. ૨૪-૨-૬૭ ને શુક્રવાર ૧૦–૧૦ મિનિટે “દેહ મરે છે હું નથી મરતી, અજર અમર પદ મારું આ પ્રમાણે ધૂન શરૂ કરી. તા. ૨૫ મી ને શનિવારે સવારે મને કહે છે મહાસતીજી! આજે જે ગૌચરી લાવ્યા હોય તે બધું પતાવી દેજે કંઈ રાખશો નહિ. આ દેહ વહેલું કે મેડો છોડવાને છે, માટે એની મમતા બહુ ન રાખવી. મને ગોળગોળમાં બધું સમજાવી દીધું. આગલા દિવસે મને કહ્યું હતું કે હું કેવી ભાગ્યશાળી છું કે મારે ગુરૂણીના ખેાળામાં માથું મૂકીને મારા ગુરુદેવ પૂ. રત્નચંદ્રજી મહારાજ પાસે જઈશ. વ્યાખ્યાનો સમય થયો એટલે હું વ્યાખ્યાનમાં જવા સીડી ઉતરવા ગઈ ત્યાં અવાજ આવ્યો કે જા મા, હું અઢી દિવસ છું એમ કાં તો છે, તું કયાં જાય છે? બે ત્રણ વખત અવાજ આવ્યો એટલે વ્યાખ્યાનમાં ન જતાં પાછી આવી. તેમના માથા આગળ બેઠી. તેમણે મારા ખોળામાં માથું મૂકયું. એમની આત્મરમણતા તો ચાલુ હતી. મને કહે છે મહાસતીજી! હું નથી મરતી, મારો દેહ મરે છે. તમે કંઈ જોયું નથી માટે હિંમત રાખજે. એમ કહી પોતાની જાતે હાથ જોડીને ત્રણ વખત બોલ્યા કે હે આદેશ્વર દાદા ! મને ભવોભવ તમારું શરણું હેજે, એટલે મને એમ થઈ ગયું કે મારા તારાબાઈ ચાલ્યા. છેલ્લે મેં એમને ૯-૪૫ મિનિટે સંથાર કરાવ્યો. સંથારાના પચ્ચખાણ લેતાં એમના મુખ ઉપર એટલો બધે હર્ષ થયે કે બસ હવે મારી ભાવના પૂર્ણ થઈ. વ્યાખ્યાન પૂરુ થયેલ. આ સંઘ હાજર હતું. સંઘ તથા અમે બધાં એમને નવકાર મંત્રના શરણું દેતાં હતા, પણ પોતે તો છેલ્લા શ્વાસ સુધી “દેહ મરે છે હું નથી મરતી, અજરઅમર પદ મારું” એ ધૂન ચાલુ રાખી અને તા. ૨૫-૨-૬૭ ના ૧૦-૧૦ મિનિટે ધૂન બોલતા બોલતા ૪૮ વર્ષની ઉંમરે, સાડાઆઠ વર્ષની દીક્ષા પર્યાય પાળી સમાધિપૂર્વક આ નશ્વર દેહનો ત્યાગ કર્યો. પૂ. તારાબાઈ મહા