________________
શારદા રત્ન
ગળાડૂબ ખૂચેલા જીવોને ધર્મકથા આધ્યાત્મિક દુનિયાનું દર્શન કરાવીને આદર્શરૂપ દર્પણમાં પિતાનું પ્રતિબિંબ દેખાડે છે. આ રીતે ધર્મકથા અમૂલ્ય છે.
આજના જીવનમાં તે નેવેલેના વાંચનથી જીવનનું ઉત્થાન થવાને બદલે માનવી પતનની ગર્તામાં ખેંચી જાય છે. આ રીતે માનવી પોતાના કિંમતી જીવનને કામના તથા વાસનાના ઘેરા અંધકારમાં ઝબોળીને પોતાનું જીવન ખતમ કરી નાખે છે. જ્યારે ધર્મકથાની એ વિશેષતા છે કે તે સહેલી સરળ ભાષામાં મનને ખુશ કરી આત્માને અવનવી પ્રેરણું પીરસી જાય છે. જેનાથી જીવનના વર્તનનું પરિવર્તન પણ થઈ શકે છે. આવા દુષ્ટતે ઈતિહાસમાં તથા આગમમાં અનેક છે. જૈન આગમાં “જ્ઞાતા ધર્મકથા” એક ધર્મકથાનુયોગ દ્વારા ધર્મનું જ્ઞાન આપનાર અલૌકિક આગમ છે.
આ રીતે ધમકથા એટલે દૂધમાંથી પ્રક્રિયા કરીને પીરસાતું, પુષ્ટિ આપતું નવનીત. ધર્મકથા એટલે શારીરિક માનસિક તથા ભવનો થાક ઉતારનાર તથા તન, મન અને જીવનને હળવું ફૂલ બનાવીને ઉચ્ચ આદર્શો દ્વારા ઉત્તમ જીવન જીવવાની પ્રેરણા આપતું બળ. આ રીતે ધર્મકથા એટલે ધર્મને જીવનમાં કેગ કરાવનાર કથા. ધર્મકથાનું મહત્ત્વ સમજીને જીવનને ઉજ્જવળ બનાવીને ધર્મને પ્રકાશ અંતર ગોખે ભરી અંતરરૂપી આંગણને ચાંદનીની જેમ અજવાળીએ. ધર્મકથાનું વાંચન જીવન જીવવાની કલા શીખવીને જીવનને સુખમય, સૌરભમય અને સમૃદ્ધિમય બનાવવાની પ્રેરણા આપે છે. છે. આ સૂત્રમાં ૩૬ અધ્યયને છે. આ સૂત્રમાં શિખામણના રૂપમાં સૂત્રાત્મક શિક્ષાવ , સંતને મેક્ષમાર્ગ તરફ દોરનાર પ્રેરણાશીલ ભાવ ભર્યા કથને, ધર્મશિક્ષા, શ્રદ્ધા તથી સંયમરૂપ ચતુષ્ઠયને મેક્ષ પ્રાપ્તિમાં ઉપયોગ વગેરે વિવિધ વિવિધ વિષયોનું નિરૂપણ
કરવામાં આવ્યું છે. તે સિવાય વિષયને સરળ કરવા માટે તેને અનુરૂપ નાના પણ સુંદર . દાખલાઓ ઠેકાણે ઠેકાણે જોવા મળે છે. ચોરને દાખલ, ગાડું હાંકનારને દાખલ, ત્રણ
વેપારીને દાખલ, આમ્રફળને દાખલે વિગેરે નાના દાખલાઓ તો કુંદનમાં (સેનામાં) ગોઠવેલા હીરાની માફક ઝળકી ઉઠે છે.
આ સૂત્રના પ્રથમ અધ્યયનનું નામ છે “વિનય કૃત” આ અધ્યયનમાં વિનય અને અવિનયની વ્યાખ્યા કરી છે. વિનય ધર્મવૃક્ષનું મૂળ છે. વિનય એ જીવનમાં જડીબુટ્ટીનું કામ કરે છે. વિનય એ વરીને વશ કરવાને વશીકરણ મંત્ર છે. વિનયીનું ચિત્ત અહંકાર રહિત હોય છે. તે સરળ, નિર્દોષ, વિનમ્ર અને અનાગ્રહી હૈય છે, તેથી તેને પરમજ્ઞાનની પ્રાપ્તિ સહજ થાય છે. અવિનયી તેનાથી વિપરીત અને અભિમાની હોય છે, તેથી અવિનીત પોતાના જીવનનું નિર્માણ સાચી દિશામાં કરી શકતા નથી. વિનય એ ગુરૂશિષ્યની વચ્ચે એક સેતુનું કામ કરે છે. વિનય કોને કહેવાય? ચાર ગતિઓમાં ભ્રમણ કરાવનાર કલેશને ઉત્પન્ન કરાવનાર જ્ઞાનાવરણીય આદિ આઠ કર્મોને જે દૂર કરે છે તેને વિનય રહે છે. ભગવાન દશવૈકાલિક સૂત્રના વિનય–સમાધિ નામના અધ્યયનમાં વિનયનું સ્વરૂપ સમજાવતા બોલ્યા છે –