________________
શારદા રત્ન
૧૯ મૂલ્યવાન રત્ન છે. વૈષ્ણવમાં જેમ ગીતાનું સ્થાન મુખ્ય છે તેમ જૈન દર્શનના ધાર્મિક ગ્રંથમાં ઉત્તરાધ્યયન સૂત્રનું સ્થાન અનેખું છે. ઉત્તર એટલે પ્રધાન. આગમ સાહિત્ય ઉત્તરાધ્યયન સૂત્ર પોતાની વિષય, વસ્તુ, શિલી તથા આધ્યાત્મ સૌષ્ઠવને કારણે તેને શ્રેષ્ઠ તેમજ પ્રધાન માનવામાં આવ્યું છે. ઉત્તરાધ્યયન સૂત્ર એ મૂળ સૂત્ર છે. ઉત્તરાધ્યયન દશવૈકાલિક, નંદી અને અનુયોગ આ ચાર મૂળ સૂત્ર છે. તેને મૂળ સૂત્ર શા માટે કહેવામાં આવ્યા છે ? કઈ ગ્રંથકાર એમ કહે છે કે તેમાં ભગવાન મહાવીર સ્વામીના પોતાના શબ્દોની ગૂંથણી થયેલી છે, પણ જો આવું કહેશે તે બીજા ત્રણ સૂત્રને આ વાત લાગુ નહિ પડે, તેથી મૂળ સૂત્રને અર્થ એ છે કે તે સૂત્રોમાં સાધુ જીવનની શરૂઆતમાં જે વ્રતનિયમો તથા આચારોની આવશ્યકતા છે તેને આ ગ્રંથમાં ઉપદેશ હોવાથી આ ગ્રંથને મૂળ સૂત્રો કહેવામાં આવ્યા છે. કેઈએમ કહે છે કે આ ગ્રંથ અગ્ર ગ્રંથોની અપેક્ષાએ પાછળથી રચાયેલું હોવાથી એને ઉત્તર એટલે પાછળનો ગ્રંથ કહે છે. ભગવાન મહાવીર સ્વામીએ તેમના છેલ્લા ચોમાસામાં આ છેલ્લી અંતિમ વાણું વહાવી છે, તેથી ઉત્તર શબ્દનો અર્થ બરાબર ઘટી શકે છે. સિદ્ધાંત શી પ્રેરણું આપે છે –વર્તમાનમાં ઉપલબ્ધ સૂત્રના બે ભાગ પડે છે. (૧) અંગ પ્રવિષ્ટ (૨) અંગ બાહ્ય. એ સૂત્રોનું ગુંથન ગણધરોએ કર્યું છે. ઉત્તરાધ્યયન સૂત્રનો સમાવેશ અંગ બાહ્યમાં થાય છે. આચારંગાદિ ૧૧ સૂત્રે એ અંગ પ્રવિષ્ટ કહેવાય છે, ને બાકીના બધા સૂત્રને સમાવેશ અંગ બાહ્યમાં થાય છે. આ સૂત્રમાં ચારે અનુયોગને સમાવેશ થાય છે. (૧) દ્રવ્યાનુયોગ (૨) ચરણકરણનુયોગ (૩) ગણિતાનુયોગ (૪) ધર્મકથાનુયોગ. આપણે જે અધ્યયનનું વાંચન કરવું છે તેમાં ધર્મકથાનુયોગની વાત આવે છે. ધર્મકથાનુગની દૃષ્ટિએ વિચાર કરીએ તે જૈન ધર્મકથાઓની સમાનતામાં બીજી કઈ કથા નહિ આવી શકે. કથા કોને કહેવાય? જે કથા અંતરના થાક અને વ્યથાને દૂર કરી અંતરને સ્વચ્છ બનાવે. નાને નિર્દોષ બાળક જેનામાં હજુ સમજણનું કિરણ પણ ફૂટયું નથી તે પોતાની દાદી અથવા મમ્મી પાસે જઈને પોતાની જિજ્ઞાસા સંતોષવા એક જ માંગણી કરે–મમ્મી...મમ્મી મને એક વાર્તા કહેને!
કથા અથવા વાર્તા એ એક એવી આકર્ષક છતાં યે ગમ્મતની સાથે જ્ઞાન આપનારી ચીજ છે કે જેમાં મનના મનોરંજનની સાથે એક એવો ઉત્તમ આદર્શ શ્રોતાઓની સામે રજુ કરે છે કે જેમાંથી વ્યવહારિક જીવન જીવવાની કલા સાથે વિકાસના પંથે પણ તેને દોરી જાય છે. ધર્મકથા માત્ર બાળકો માટે છે એવું નથી પણ જેમની પાસે વિશિષ્ટ બુદ્ધિ નથી. જેઓને પશમ તીવ્ર નથી તેવા જીવ પણ ધર્મથી વિમુખ ન રહી જાય, કદાચ તત્ત્વ પકડવાની શક્તિ ન હોય તેને પણ ધર્મકથા દ્વારા આગમન અમૃતનું પાન મળી રહે તે રીતે ધર્મકથા વિભાગ પણ મહત્વનું સ્થાન ધરાવે છે. આ રીતે ધર્મકથાનું મૂલ્ય જેવું તેવું નથી. કથાની કિંમત ક્યારે? માનવ જે સ્ટેઈજ પર હોય ત્યાંથી ઉઠાડીને ધર્મની સન્મુખ લઈ જાય તેવી ધર્મકથા હેય તે તેની કિંમત છે. ભૌતિકતામાં