________________
શારદા રત્ન
બંધુઓ ! આ સંસાર મેહ રૂપી રાજાનું કારાગાર છે. મોટા ભાગના છ આ કારાગારમાં બંધાઈને ઘણું કષ્ટ ભોગવી રહ્યા છે. આ કારાગારને પહેરેગીર અજ્ઞાન છે. તે કારાગારને રાગ-દ્વેષ રૂપી બે મજબૂત બારણા છે. તેને મિથ્યાત્વ રૂપી તાળું માર્યું છે. એમાંથી સમ્યક્ત્વ રૂપી રત્નને કાઢવું એ ઘણું અઘરું કામ છે, પણ જેમણે આ કઠીન કામ–સમ્યકત્વ રત્ન પ્રાપ્ત કર્યું છે તેમના પુણ્યની કેઈ સીમા નથી. આ સમ્યકત્વ રત્નને પ્રાપ્ત કરીને પછી જે આત્મા ગુમાવી દેશે તે ચૌરાશીના ચક્કરમાં પડી જશે.
આચારાંગ સૂત્રમાં એક ન્યાય આપ્યો છે. એક વિશાળ સરોવર છે. તેમાં ઘણું કચ્છ, મચ્છ રહેતા હતા. સરોવરમાં બધે ઠેકાણે શેવાળ છવાઈ ગઈ હતી, તેથી કાઈ જળચર જીવ દા. ત. કાચબા પાણીની બહારની કોઈ પણ વસ્તુનું દર્શન કરી શક્તા નહોતા. એકવાર શરદપૂર્ણિમાને દિવસ આવ્યા. તે દિવસે અચાનક જોરદાર આંધી આવવાથી એક જગ્યાએ શેવાળનું પડ થોડું ખસી ગયું. તેમાંથી કાચબાએ પોતાની ગરદન બહાર કાઢી. બહાર નજર કરી તે તેને શરદ ઋતુના ચન્દ્રમાની ચાંદનીથી ક્ષીર સાગરના પ્રવાહ સમાન સુશોભિત, તારાઓના સમૂહથી ઝગઝગાયમાન આકાશનું દર્શન થયું. આવું સુંદર દશ્ય જોઈને તેને ખૂબ આનંદ થો. તેનું મન પ્રફુલ્લિત થઈ ગયું. તેના મનમાં થયું કે મેં અગર મારા સહચારીઓએ કેઈ દિવસ આવું અનુપમ દશ્ય જોયું નથી, તો હું તેમને બેલાવીને સ્વર્ગના સમાન સુખ આપનાર આ દશ્ય તેમને બતાવું તો કેવું સારું! આપણે બધાએ ચન્દ્ર છે. તેથી આપણને એના પ્રત્યે કાચબા જેવું આકર્ષણ થતું નથી પણ જેણે પહેલીવાર ચમ જોયો હોય તેને કેટલું આનંદદાયક, મનહર અને સુંદર લાગે ! અહીં કાચબાએ આ દશ્ય જોયા પછી તે પોતાના મિત્રો અને પરિવારને બોલાવવા ગયે. જઈને બધાને કહ્યું : તમે બધા મારી સાથે ચાલે, હું તમને આજે એક દશ્ય બતાવું. કાચબા પિતાના સ્વજને તથા મિત્રોને લઈને તે જગ્યાએ આવ્યું, પણ તે છિદ્ર પવનના ઝપાટાથી ઢંકાઈ ગયું હતું, એટલે એ દશ્ય ક્યાંય દેખાયું નહિ. તેના કુટુંબીઓ પૂછે છે કયાં છે તમારું અપૂર્વ દશ્ય ? જુઠું બોલીને અમને અહીં લઈ આવ્યા ? કાચબો તે છિદ્ર શોધવા માટે સરોવરમાં ખૂબ ફર્યો પણ ક્યાંય છિદ્ર મળ્યું નહિ.
આ ન્યાય આપણે આત્મા ઉપર ઘટાડે છે. આ સંસાર એક વિશાળ જળાશય છે. તેમાં જીવ રૂપી કાચબ છે. સંસારરૂપી જળાશય કમ્મરૂપી શેવાળથી છવાઈ ગયું છે. ભવિતવ્યતાના યેગથી કર્મરૂપી શેવાળમાં એક છિદ્ર પડી ગયું, તેથી મનુષ્ય ક્ષેત્ર, ઉત્તમ કુળ અને તેથી અધિક સમ્યકત્વ રત્નરૂપી સુંદર નભસ્તલનું દર્શન થયું. ચન્દ્રમા સમાન સમ્યક્ત્વને પ્રકાશ છે. સમ્યકત્વ એ આત્માને ચન્દ્ર સમાન શીતળતા આપે છે. અજ્ઞાનઅંધકારને દૂર કરે છે ને આત્મામાં અપૂર્વ આનંદ ઉત્પન્ન કરે છે. સમ્યકત્વ રૂપી ચન્દ્રમાને શીતળ પ્રકાશ પ્રાપ્ત થવા છતાં જીવ પોતાના જ્ઞાતિજને અથવા વિષયપભેગ પ્રત્યેને મોહથી ઘેરાઈને તે સમ્યકત્વને આનંદ ન લેતાં ફરીથી કર્મરૂપી શેવાળથી આચ્છાદિત થઈ જાય છે. જેવી રીતે કાચબો આકાશના સુંદર દર્શનને સુયાગ મળવા