________________
૧૪
શારદા રન માર્ગદર્શન કોણ કરાવત? માટે કહ્યું છે કે જેમ ભૂખ્યાને અન્નને, તરસ્યાને પાઈને, અટવીમાં ભેમીયાને, સમુદ્રમાં નાવ, રોગીને ઔષધીને, આંધળાને લાકડીને, પરભવ જતા જીવોને પુણ્ય પાપનો (શુભાશુભ કર્મોને) આધાર છે તેમ ભવી અને સંસાર સાગર તરવા માટે શાસ્ત્રને આધાર છે. શાસ્ત્ર એ પ્રકાશ છે – મેહના અંધકારથી ઘેરાયેલા જીવ માટે આ જગતમાં શાએ એક (આલેક) પ્રકાશ છે, એટલું જ નહિ પણ પાપરૂપી રોગનું ઔષધ પણ થાય છે. શાસ્ત્ર એ સર્વત્ર પ્રસાર પામતી ચક્ષુ છે. સંસાર સમુદ્રમાં અથડાતા જીવોને માટે શાસ્ત્ર એ દીવાદાંડી સમાન છે. તે આપણને સમજાવે છે કે સંસારના માર્ગે મોટી બીગો છે. એ માર્ગ જીવને અધોગતિ તરફ લઈ જાય છે, અને સંયમને માર્ગ એ રાજમાર્ગ છે. દેખાવમાં કદાચ કાંટાળે લાગતું હોય, પણ એ માર્ગ જીવને ઉર્ધ્વગતિ તરફ લઈ જાય છે. જન્મ મરણની કેદમાંથી મુક્ત કરી શાશ્વત મેક્ષના રાજ્યને અપાવે છે. જેમને શાસ્ત્ર પ્રત્યે પ્રેમ નથી, શ્રદ્ધા નથી, તેઓની ઘર્મકિયા નિર્જરાના કારણરૂપ બનતી નથી, અહંકારને ત્યાગ કરીને અને ગુણાનુરાગી થઈને જે આત્મા શાસ્ત્રના ભાવોને શ્રદ્ધાપૂર્વક માને છે તેમની ધર્મક્રિયા કર્મનિર્જરાનું કારણ બને છે. જેમ પાણી મેલા કપડાની શુદ્ધિ કરે છે તેમ શાસ્ત્રો એ આત્માની શુદ્ધિ કરાવનાર નિર્મળ પાણુ સમાન છે. તીર્થકર ભગવતેએ આપણા ઉપર મહાન કરૂણા કરી શાસ્ત્રોની અનુપમ ભેટ આપણને આપી છે. શાસોમાં અજબગજબની શક્તિ છે. શાસ્ત્રોમાં શબ્દ શબ્દ અક્ષય શાંતિ ભરેલી છે. કર્મના બંધનમાંથી છૂટવાના ઉપાયો પણ તેમાં બતાવ્યા છે. બંધન ખટકે તે બંધન તૂટે :-અનાદિ અનંત કાળથી જ કર્મોના બંધનથી બંધાયેલા છે, તેથી ચારે ગતિમાં ભમી રહ્યા છે. મોહનીય આદિ કર્મોને મહા બંધનોથી બંધાયેલો જીવ આ બંધનને બંધન માનતા નથી, તેથી બંધનથી મુક્ત થવાની ભાવના પણ થતી નથી. જે બંધનને બંધન માને તે મુક્ત થવાની ભાવના થાય ને! કર્મના બંધન જે જીવને બંધનરૂપ લાગી જાય તે તેને તોડવા માટે એક નાની શક્તિ છે. તે શક્તિ કઈ? શુભ ધ્યાન. શુભધ્યાન કયા? ચાર પ્રકારના ધ્યાન છે. આર્તધ્યાન, રૌદ્રધ્યાન, ધર્મધ્યાન અને શુકલધ્યાન. આર્તધ્યાન અને રૌદ્રધ્યાન બે અશુભ ધ્યાન છે. તેનાથી જીવ નરક તિર્યંચ જેવી ગતિમાં જાય છે. ધર્મધ્યાન અને શુકલધ્યાન એ બે શુભ ધ્યાન છે. એ ધ્યાનથી જીવ દેવલેક કે મેક્ષને મેળવે છે. સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ધ્યાન શુકલધ્યાન છે. ધર્મધ્યાન છઠ્ઠા અને સાતમા એ બે ગુણસ્થાને હોય છે. આઠમાં ગુણઠાણુથી ૧૪ માં ગુણ. સુધી શુકલધ્યાન છે. એ શુભ ધ્યાનમાં એકાગ્ર થયેલા મહાપાપી જીવ પણ કર્મબંધનને તોડી શાશ્વત સુખના સ્વામી બન્યા છે. બંધનથી મુક્તિ કેવી રીતે થાય તે માટે અહીં મને એક રૂપ યાદ આવે છે.
પ નામનું એક વિશાળ મનોહર વન હતું. તે વનમાં હાથી, સિંહ જેવા ઘણાં જંગલી પ્રાણીઓ તથા બીજા જીવ પણ વસતા હતા. આ બધા પશુઓમાં એક વિશાળ