________________
૧૩
અને ડાયાબીટીશના કારણે નરમ હતી. અસહ્ય દર્દમાં પણ તેમની સમતા ગજબ હતી. સકરીબેનના પુત્ર, પુત્રવધુઓએ તથા પુત્રીઓએ પ્રેમથી અને લાગણીથી તેમની જે સેવા કરી છે તે આજના સંતાને ભાગ્યે કરી શકે. પૂ. મહાસતીજી જ્યારે સાણંદથી વિહાર કરવાના હતા ત્યારે શકરીબેને કહ્યું કે મહાસતીજી ! આપ ભાવનગર ચાતુર્માસ પધારશે પછી હું આપના દર્શન નહિ કરી શકું. મારા માટે આપના છેલ્લા દર્શન છે, ત્યારે મહાસતીજીએ કહ્યું-તમે આમ કેમ બેલે છે? ત્યારે તેમણે કહ્યું, હવે આ નશ્વર દેહને ભરોસો નથી માટે મને ધર્મારાધના કરાવે. પૂ. મહાસતીજી પાસે એક મહિના સુધી સતત શાસ્ત્રવચન સાંભળ્યું. ઘણું પચ્ચકખાણ લીધા અને પિતાની આત્મસાધનામાં જોડાવા લાગ્યા, પછી પૂ. મહાસતીજીએ ભાવનગર તરફ વિહાર કર્યો. શકરીબેનની તબિયત વધુ બગડતા વી. એસ. હોસ્પિતાલમાં દાખલ કર્યા. ૧૦ દિવસો બાદ અષાડ સુદ ૧૧ના તબિયત વધુ બગડતા સાંજના પાંચ વાગે તેમણે કહ્યું કે મને સંથારે કરાવે. હવે મારી જીવનયાત્રા પૂર્ણ થાય છે આથી તેમને પરિવાર વિચારમાં પડી ગયા ને બાજુના રૂમમાં દાખલ થયેલા શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સાધ્વીજી મહારાજને બોલાવ્યા. તેમણે તરત સંથારે કરાવ્યું. બધા વ્રત પચ્ચક્ખાણ લીધા અને અડધા કલાક બાદ સમાધિપૂર્વક નશ્વર દેહને ત્યાગ કર્યો. ખરેખર જે માતાએ જૈનશાસનને આવું અણમેલું રત્ન અર્પણ કર્યું છે તે માતાના જીવનમાં ધર્મ ઓતપ્રોત હોય એ તે સહજ છે. તે તેમની અંતિમ ભાવના ઉપરથી જણાઈ આવે છે.
ગુરૂ ચરણ અને શરણુમાં સમર્પણતા : આ વિરાટ સંસાર સાગરમાં જીવનનૈયાના કુશળ સુકાની માત્ર ગુરૂદેવ છે. તે પ્રમાણે 5 શારદાબાઈ મહાસતીજીએ પિતાની જીવનનૈયાને પૂ. પાર્વતીબાઈ મહાસતીજીના શરણે હંમેશને માટે તરતી મૂકી અને પિતાનું જીવન તેમની આજ્ઞામાં અર્પણ કરી દીધું. પૂ. ગુરૂદેવ અને પૂ. ગુરૂણીદેવ પાસે સંયમી જીવનની બધી કળા શીખી લીધી. છેટી ઉંમરમાં દીક્ષા લેવા છતાં સંયમ લઈને પૂ. ગુરૂદેવ અને પૂ. ગુરૂદેવની આજ્ઞામાં એવા સમાઈ ગયા કે પિતાના જીવનમાં કયારે પણ ગુરૂ આજ્ઞાનું ઉલ્લંઘન તે શું પણ સામે દલીલ કે અપીલ પણ કરી નથી. ખરેખર મુક્તિનગરના પથિક બનનાર આત્માના ઉપવનમાં જ્યારે ગુરૂદેવની આજ્ઞા રૂપી સર્ચ લાઈટ પ્રકાશે છે ત્યારે તેમનું જીવન હજારો ટયુબલાઈટના પ્રકાશ કરતાં પણ વધુ પ્રકાશિત બને છે. તે આજે પણ આપ પ્રત્યક્ષ નિહાળી શકે છે. આ રીતે પૂ. ગુરૂદેવ અને પૂ. ગુરૂણીની શીતળ છત્રછાયા મેળવ્યા પછી પૂ. મહાસતીજીના ધાર્મિક અભ્યાસને પુરૂષાર્થ ખૂબ પ્રબળ બન્યા અને ઘણું આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યું. શાસ્ત્રોનું વાંચન કર્યું. સંસ્કૃત, પ્રાકૃત ભાષાનું જ્ઞાન મેળવ્યું. આ જ્ઞાનને લાભ બીજાને આપતા અલ્પ સમયમાં પ્રતિભાશાળી અને પ્રખર વ્યાખ્યાતા તથા વિદુષી તરીકે પૂ. શારદાબાઈ મહાસતીજી ખ્યાતી પામ્યા, ખરેખર ખંભાત સંપ્રદાયનું આ શાસનરત્ન પિતાના જ્ઞાન, દર્શન ચારિત્ર અને તપની મઘમઘતી સુવાસથી સારા જૈનશાસનનું કહીનૂર રન બનીને પ્રકાશી રહ્યું છે.