________________
શારદાને સમજાવવા ઘણા પ્રયત્નો કર્યા અને ઘણી આકરી કસોટી કરી છતાં શારદાબેન પિતાના નિશ્ચયમાં અડગ રહ્યા. એકના બે ન થયા તેથી માતાપિતાને ઘણું દુઃખ થયું ને કહ્યું કે અમે અન્નજળને ત્યાગ કરીશું પણ જેની રગેરગમાં વૈરાગ્યને સ્ત્રોત વહી રહ્યો છે, જેના ચિત્તડામાં ચારિત્રની ચટપટી લાગી છે ને સંસારરૂપી જવાળામુખીથી સુરક્ષિત રહેવા માટે જેમણે મેરૂ પર્વત જેવી અડોલ, અડગ દઢ શ્રદ્ધાને ધારણ કરી છે તે શું વૈરાગ્ય ભાવથી ચલિત થાય ખરા? વિવિધ પ્રકારની આકરી કસોટી કર્યા બાદ તેમને ભાવનામાં અડગ, નિષ્કપન જોઈને માતાપિતાએ કહ્યું કે અત્યારે સોળ વર્ષની ઉંમરે નહિ પણ ૨૧ વર્ષની ઉંમરે દીક્ષા માટે રજા આપીશું, પરંતુ શારદાબેન તે ૧૬ વર્ષની ઉંમરે દીક્ષા લેવામાં મક્કમ હતા. તેમણે કહ્યું કે સત્તર વર્ષના વિમળાબહેનના મૃત્યુને કઈ રોકી શક્યું નહિ તો મારી આ જિંદગીને શે ભરોસે? મારું મન વૈરાગ્યના રંગે રંગાયેલું છે તેમાં પીછેહઠ થનાર નથી. અંતે શારદાબેનને વિજય થય ને માતાપિતાએ રાજીખુશીથી દીક્ષાની સંમતિ આપી.
ભાગ્યવાન શારદાબેન ભાગવતી દીક્ષાના પંથે સંવત ૧૯૬ના વૈશાખ સુદ છઠ્ઠ તા. ૧૩–૫-૧૯૪૭ ને સોમવારે સાણંદમાં તેમના માતાપિતાના ઘેરથી ભવ્ય રીતે ખૂબ ધામધૂમથી શારદાબેનને દીક્ષા મહોત્સવ ઉજવાય. સાણંદ ગામમાં બાલકુમારી તરીકે સૌ પ્રથમ દીક્ષા શારદાબેનની થઈ તેથી આખું ગામ હર્ષના હિલોળે ચડ્યું હતું. દીક્ષા વિધિ પૂ. ગુરૂદેવ રત્નચંદ્રજી મહારાજ સાહેબે કરાવી. ગુરૂદેવ પૂ. રત્નચંદ્રજી મહારાજ સાહેબ, ગુરૂણ, પૂ. પાર્વતીબાઈ મહાસતીજીના શિષ્ય બન્યા.સાથે સાણંદના બીજા બહેન જીવીબેન પણ તેમની સાથે દીક્ષિત થયા હતા અને તે પણ પૂ. પાર્વતીબાઈ મહાસતીજીના શિષ્ય બન્યા. જીવીબેનનું નામ પૂ. જશુબાઈ મહાસતીજી અને શારદાબેનનું નામ પૂ. શારદાબાઈ મહાસતીજી રાખવામાં આવ્યું. આ રીતે વિરાગી વિજેતા બન્યા.
તેમના પૂ. પિતાશ્રી વાડીભાઈ અને માતુશ્રી સકરીબેન, ભાઈ શ્રી નટવરભાઈ તથા પ્રાણલાલભાઈ, ભાભી અ. સૌ. નારંગીબેન અ.સૌ. ઇન્દીરાબેન, બહેને અસૌ ગંગાબેન, અ. સૌ. શાન્તાબેન, અ.સૌ. હસુમતીબેન બધા ધર્મપ્રેમી છે અને સંસ્કારી છે. સાણંદમાં તેમને કાપડને સારો વેપાર છે. શારદાબાઈ મહાસતીજીના સંસારી પિતા શ્રીયુત વાડીલાલ છગનલાલ શાહ સંવત ૨૦૨૧ ના વૈશાખ સુદ ૪ ને મંગળવાર તા. ૪-૧-૬૫ ના રોજ સાણંદ મુકામે પહેલી વખતના હાર્ટ ફેલના હુમલાથી અવસાન પામ્યા છે. મૃત્યુની અંતિમ ઘડી સુધી વિશુદ્ધ ભાવો અને મન ધર્મધ્યાનમાં રહેતું હતું. તેઓશ્રી અને તેમના ધર્મપત્ની તથા પુત્રે, પુત્રવધૂઓ અને પુત્રીઓ બધા મહાસતીજીની સાનિધ્યમાં જેટલા દિવસ રહે તેટલા દિવસ ધર્મધ્યાનમાં વ્યતીત કરતા અને જ્યારે પૂ. મહાસતીજીના દર્શન કરવા આવે ત્યારે શુભ ખાતામાં સારી રકમ ભેટ આપે.
આદર્શ માતાનું સમાધિમય સુત્યુ : પૂ. શારદાબાઈ મહાસતીજી મુંબઈથી વિહાર કરી સંવત ૨૦૨૩ માં દેશમાં પધાર્યા ત્યારે વિહાર કરતાં કરતાં સં. ૨૦૨૫માં સાણંદ પધાર્યા. તે વખતે તેમના સંસારી માતુશ્રી સકરીબેનની તબિયત હાટની દ્રબલ