________________
આનંદઘનની ભાષાવિચારણા. લિંગવ્યત્યય મુજ મન તુજ પદપંકજે રે, લીન ગુણ મકરંદ' ૧૩-૩) વાળા વાક્યમાં થયે છે. મન અને મકરંદ બને માટે ક્લીન' શબ્દ લાગુ પડે તેમ નથી, કારણ કે મન નાન્યતર લિંગે છે અને મકર પુલિગે છે, છતાં લિંગ સંબંધી ફેરફાર મારવામાં અગત્યને નથી અને મનને તે બહુ વાર નરજાતિમાં વાપરમાં આવે છે તેથી “સમજે ન માહરે સાળો એવા ઉપરોક્ત પ્રાગ પેઠે જ આ પ્રયોગ થયો છે. જે સ્તવનની ભૂમિકા મારવાડી-હિંદુસ્તાનીમાં બતાવે છે, તેનાં ફળ ફૂલને ગુજરાતીમાં કહેવાઈ શકાશે, પણ વેલે તાણતાં તે થડ તરફ જ જશે એવું સ્વરૂપ સ્તવમાં બહુવાર જોવામાં આવશે.
આ લિંગવ્યત્યયના બીજા પણ ઘણું દાખલાઓ છે. જેમકે પાપ નહિ કેઈ ઉસૂત્રભાષણ જિ, ધર્મ નહિ કઈ જગ સૂત્ર સરિખે એ ચતુર્દશ પ્રભુના એકદમ ગુજરાતી લાગતા સ્તવનમાં પાપ અને ધર્મ શબ્દ નરજાતિમાં વાપર્યા છે તેવા પ્રગ ગુજરાતી ભાષાના સાક્ષરને તદ્દન ન સમજાય તેવા લાગે છે જ્યારે મારવાડીમાં તેમ થવું તે દરરાજને બનાવે છે.
અંઢારમાં અરનાથજીના સ્તવનમાં કનક માટે એથી ગાથામાં વાત ચાલી છે ત્યાં તેને માટે “ભારી, પીલે અને ચીકણે એવાં વિશેષણ મૂક્યાં છે એ ત્રણેમાં અને ખાસ કરીને છેલા બેમાં સ્પષ્ટ રીતે લિંગાવ્યત્યય થયો છે. તમે કોઈ મારવાડીને ગુજરાતી બોલતા સાંભળશે તે તે બરાબર આવી જ રીતે ગુજરાતી ભાષાના વિશેષ
ને ઉપયોગ કરશે. વળી આવા લિંગવ્યત્યયે અજાણતા થઈ ગયા છે એમ પણ નથી, કારણ કે કુંથુનાથજીના સ્તવનની છઠ્ઠી ગાથામાં મનને સાળ અને કાળે કહીને તુરત જ કહે છે કે મેં જાણ્યું એ લિગ નપુંસક વિગેરે. આટલા ઉપરથી મનનું નપુંસકલિંગ– સિદ્ધપણે જાણવામાં છે છતાં તેને માટે નરજાતિનાં વિશેષણ અને ઉપનામ વપરાય તે સ્પષ્ટ રીતે મારવાડી ભાષાના પ્રગો બતાવી આપે છે. આવી રીતે પ્રેમકલ્પતરૂ છેદીએારે (૨૨-૫) માં “તરૂ શબ્દને જે નરજાતિમાં વાપરેલ છે તે સંસ્કૃતિને અનુરૂપ છે, પણું ગુજરાતીમાં તે શબ્દ નપુંસકલિંગમાં જ વપરાય છે. મારવાડીમાં તે ઝાડને પણ નરજાતિમાં જ વાપરવામાં આવે છે તેથી આ પ્રયોગ તે ભાષાને અનુરૂપ છે.