________________
४३
સૂ૦ ૨]
स्वोपज्ञभाष्य-सिद्धसेनीयाटीकासहितम् विशेषणमाश्रीयते, तस्यानर्थ-त्वादेकनयाभिप्रायमात्रत्वादिति, अतो व्यभिचाराद् युक्तं तत्त्वशब्दोपादानम् । स्वमतमप्यङ्गी-कृत्यैकनयावलम्बनमनर्थ एवेति तत्त्वशब्देन व्युदस्यते। છે. અર્થાત્ તે દરેક વિશેષ ઘડારૂપ વ્યક્તિઓમાં એક ઘટત્વ રૂપ સામાન્ય ધર્મ પડેલો છે, જે સર્વ ઘડાઓને સાંકળનારો છે, જેના હોવાથી અનેક જુદાં જુદાં પ્રકારના ઘડા હોવા છતાં ય “આ ઘડો, આ ઘડો, આ પણ ઘડો અને પેલો પણ ઘડો’ એમ દરેક ઘડામાં “ઘડા' તરીકેનો વ્યવહાર થાય છે. આમ જયાં વિશેષ (લાલ ઘડો વગેરે વ્યક્તિઓ) છે ત્યાં સામાન્ય “ઘટ-માત્ર' (ફક્ત ઘડા) રૂપ “સામાન્ય ધર્મ પણ છે જ. લાલ ઘડા વગેરે રૂપ વિશેષો ભલે એકમાં જ-ઘટ-વ્યક્તિમાં જ હોય અને દરેકમાં જુદા જુદા હોય, પણ ઘટપણું (ઘટવ) રૂપ ‘સામાન્ય ધર્મ તો બધાંયમાં એક સરખો જ રહેલો છે. વળી જયાં જ્યાં “સામાન્ય ધર્મ છે, ત્યાં વિશેષ ધર્મ પણ હોય જ. કારણ કે સામાન્ય = સાધારણ ધર્મ છે તે કોની અપેક્ષાએ? ક્યા વિશેષો | ભેદોની અપેક્ષાએ? એમ પ્રશ્ન થશે - આથી જવાબ આવશે કે, અમુક લાલ ઘડો, અમદાવાદી ઘડો અથવા પાણી માટેનો ઘડો વગેરે વિશેષની અપેક્ષાએ “ઘડાપણું' = ઘટવ રૂપ સામાન્ય = સમાનધર્મ બધાંયમાં રહેલો છે. લાલ ઘડો એ લીલા ઘડા રૂપે નથી, પીળો ઘડો એ સફેદ ઘડારૂપે નથી. પણ ઘડાપણું = ઘટવ તો તે એકસરખું દરેક ઘડાઓમાં રહેલું જ છે, ભલે તે લાલ હોય, પીળો હોય, લીલો હોય કે સફેદ હોય.. એથી જ બધાંયમાં ઘડા તરીકેનો વ્યવહાર થાય છે. આમ વસ્તુના વિશેષો = ભેદો પણ સામાન્યને છોડીને રહેલાં નથી...
હવે જો સામાન્ય અને વિશેષોને પરસ્પર એકબીજાથી સર્વથા જુદા માનવામાં આવે તો તેઓ પોતાનું જ સ્વરૂપ (અસ્તિત્વ) ગુમાવી બેસશે.... કારણ કે તે બન્ને ય ધર્મો એક-બીજાને સાપેક્ષ હોવાથી એકનો નિષેધ-અપલાપ કરવામાં બીજા ધર્મનો પણ નિષેધ થઈ જ જશે.
આથી જેમ એક જ “અનામિકા' નામની અંગુલિ (આંગળી) કનિષ્ઠાની અપેક્ષાએ દીર્ઘ/મોટી છે અને મધ્યમાની = વચલી આંગળીની અપેક્ષાએ હ્રસ્વ/નાની છે, તેમ એક જ વસ્તુ અપેક્ષા ભેદથી સામાન્ય રૂપે પણ છે અને વિશેષ રૂપે પણ... વિશેષ હકીકત તો વિશેષાવશ્યક ભાષ્ય, સ્યાદ્વાદમંજરી વગેરે ગ્રંથોથી જાણવી.
પ્રેમપ્રભા : આમ આ પ્રમાણે એકાંતે સામાન્ય અથવા એકાંતે વિશેષ માનનારાઓના મતે જે દોષ આવે છે, તેના સંસ્પર્શનો - સંપ્રાપ્તિનો પરિત્યાગ કરવાની ઈચ્છાથી પૂર્વોક્ત ‘તત્ત્વ' એવું કઈ' નું વિશેષણ કહેલું છે. અર્થાત્ “(જીવાદિ) તત્ત્વરૂપ અર્થો' એમ કહેલું છે. કારણ કે પૂર્વે કહેલાં જે પર-મતો છે, તેઓ વડે નિરૂપિત અર્થો કોઈ એક જ નયના ૨. પતિપુ ! પર્વ તત્ત્વમુ. |