________________
सू० २]
स्वोपज्ञभाष्य-सिद्धसेनीयाटीकासहितम्
४१
स्वैर्ज्ञानविशेषैः परिच्छिद्यमानानां श्रद्धानं रुचिरभिप्रीतिः सम्यग्दर्शनम्, यथाऽर्हता विगतरागद्वेषप्रपञ्चेन जगदे जगदेकबन्धुना तथेदं सत्यं जीवादिवस्तु ।
ननु च व्यभिचारे सति विशेषणविशेष्यकल्पना न्याय्या यथा नीलोत्पलादिषु, इह तु यत् तत्त्वं तन्नार्थं विहायान्यद् भवितुमर्हति अर्थो वा तत्त्वमन्तरेणेति यदेव तत्त्वं स અમે ‘હાથીનું બચ્ચું’ અર્થ લખેલો છે. એક નય - મતના વાદીને તેની ઉપમા આપી છે. * 'તત્ત્વાર્થની શ્રદ્ધા' નો અર્થ
પ્રેમપ્રભા : ‘તત્ત્વ' શબ્દનો અર્થ કહીને હવે ‘અર્થ' શબ્દનો અર્થ જણાવે છે. જે ‘અર્યમાણ' = એટલે કે બોધ કરાતો હોય તે અર્થ કહેવાય. પ્રશ્નઃ કોના વડે ? જવાબઃ પોત-પોતાના જ્ઞાન વિશેષ વડે બોધ કરાતાં હોય તે (જીવાદિ) અર્થ કહેવાય. અર્થાત્ જ્ઞાનના વિષયભૂત પદાર્થ... શ્રદ્ધાન = એટલે રુચિ, અનુકૂળ-ઈષ્ટ એવી પ્રીતિ-અભિપ્રીતિ. આમ તત્ત્વ રૂપ (જીવાદિ) અર્થોની શ્રદ્ધા-રુચિ-પ્રીતિ તે સમ્યગ્દર્શન એટલે કે “જગત માત્રના બંધુ, જેઓના રાગ-દ્વેષના પ્રપંચો સર્વથા ચાલી ગયા છે - નાશ પામ્યા છે, એવા અરિહંત (તીર્થંકર) વડે જે પ્રમાણે આ જીવાદિ વસ્તુ કહેલી છે, તે પ્રમાણે જ સત્ય છે, સાચી છે.” એવી જિનવચનો ઉપરની શ્રદ્ધા-પ્રીતિ વિશેષ...
,,
શંકા : જ્યારે વસ્તુનો વ્યભિચાર આવતો હોય અર્થાત્ તે વસ્તુ અનિષ્ટ = અવિવક્ષિત એવા અન્ય પદાર્થ સાથે પણ સંબંધ ધરાવતી હોય ત્યારે તે વસ્તુનો નિષેધ (બાદબાકી - વ્યવચ્છેદ) કરવા માટે વિશેષણ મૂકાય છે. અર્થાત્ ત્યારે વિશેષણ-વિશેષ્યની કલ્પના કરવી ન્યાય સંગત છે, જેમ કે, નીજોત્પન્નમ્ - (લીલું કમળ) વગેરે... અહીં ‘ઉત્પલ’ = કમળ એ ‘નીલ’ પણ છે અને અનીલ = પીત, રક્ત, શ્વેત વગેરે રૂપે પણ છે. આથી ‘લીલા કમળ' રૂપ જ વિવક્ષિત અર્થને જણાવવા માટે - અર્થાત્ પીત, રક્ત વગેરે અનિષ્ટઅવિવક્ષિત કમળોનો નિષેધ જણાવવા માટે ‘ઉત્પલ’ શબ્દનું નીતં = તવું ત્વાં ચ કૃતિ ‘નીત્તોત્પન્નમ્’ । એમ ‘નીત’ એવું વિશેષણ મૂકાય છે અને તે સાર્થક છે.
પ્રસ્તુતમાં તો જે ‘તત્ત્વ’ છે તે ‘અર્થ’ (જીવાદિ પદાર્થ)ને છોડીને અન્ય રૂપે હોવું યોગ્ય નથી. અથવાં ‘અર્થ’ (પદાર્થ) છે, તે પણ તત્ત્વ વિના હોવું ઘટતું નથી. આથી જે તત્ત્વ છે, તે જ અર્થ છે અને જે અર્થ છે, તે જ તત્ત્વ પણ છે. આવી સ્થિતિમાં ‘તત્ત્વ’ અને અર્થ' એ બે શબ્દોમાંથી એક જ મૂકવો જોઈએ. તેની શ્રદ્ધા તે સમ્યગ્દર્શન એટલું