________________
સૂ॰ ૨]
स्वोपज्ञभाष्य - सिद्धसेनीयाटीकासहितम्
शास्त्रे प्रधानाधिकारिके इत्यतो लक्षणमुपन्यस्यति । अत्र च ' पर्यायनिर्भेदप्रभेदादिभिः पदाद्यभिप्रायः प्रकाशनीयः । तत्र प्रधानशब्दस्य तदर्थशब्दान्तराणि पर्यायाः, प्रकृतिप्रत्ययादिनिर्भेदैनं तथा गृहीतान्वर्थशब्दविवरणं निर्भेदः, तथा वाक्यान्तरेण निरूपणं प्रभेदः । तत्रेदं सूत्रं वाक्यान्तरनिरूपणद्वारेण प्राणायि सूरिणा । अथवा समुदायो मुक्तेः कारणतया निरूपित इति, न च समुदायिष्वपरिज्ञातेषु तत्परिज्ञानमस्तीति आद्यस्य लक्षणप्रचिकासयिषया सूत्रं पपाठ । तत्त्वार्थेत्यादि ।
३९
सू० तत्त्वार्थश्रद्धानं सम्यग्दर्शनम् ॥१-२॥
टी० अनेकसमासकल्पनासम्भवे यत्र सुखेन बुद्धिराधातुं शक्यते प्रतिपिपादयिषितार्थप्रवणा, * વ્યાખ્યાના ત્રણ પ્રકાર
વળી આમાં (i) પર્યાય, (ii) નિર્ભેદ અને (iii) પ્રભેદ આદિ વડે ‘પદ' વગેરેનો અભિપ્રાય પ્રકાશિત કરવા યોગ્ય છે. (પર્યાય વગેરેની વ્યાખ્યા જણાવતાં કહે છે-) તેમાં (i) પર્યાય : પ્રધાન એટલે કે મુખ્ય શબ્દના જે સમાન અર્થવાળા બીજા શબ્દો હોય તે ‘પર્યાય’ શબ્દો કહેવાય. (ii) નિર્ભેદ : પ્રકૃતિ, પ્રત્યય વગેરેનો ભેદ = વિભાગ કરવો તેમજ (તેવા વિભાગથી) ગ્રહણ કરેલાં અન્વર્થ-શબ્દનું અર્થાત્ પ્રકૃતિ-પ્રત્યયનો અર્થ જે મુખ્ય અર્થમાં ઘટતો હોય તે અન્વર્થ-શબ્દ કહેવાય, તેનું વિવરણ કરવું તે ‘નિર્દેદ’... તથા (iii) પ્રભેદ : બીજા વાક્ય વડે વિવક્ષિત અર્થનું નિરૂપણ કરવું તે ‘પ્રભેદ' કહેવાય. આ ત્રણ વ્યાખ્યાના પ્રકારો પૈકી ‘અન્ય વાક્ય વડે અર્થનું નિરૂપણ કરવું' એવા ત્રીજા પ્રકાર વડે આ બીજું સૂત્ર સૂત્રકાર સૂરિજી વડે રચાયેલું છે.
અથવા સમ્યગ્દર્શન આદિ ત્રણનો સમુદાય મુક્તિના કારણ તરીકે જણાવેલો છે... પણ જ્યાં સુધી સમુદાયનું = એટલે કે તે સમુદાયના ભાગ રૂપે થનારા અંશનું જ્ઞાન ન થાય ત્યાં સુધી સમુદાયનું વાસ્તવિક જ્ઞાન થતું નથી. આ કારણથી સમુદાયના પ્રથમ વિભાગ રૂપે બનેલાં સમ્યગ્દર્શનનું લક્ષણ પ્રકાશિત કરવાની ઈચ્છાથી આગળનું સૂત્ર કહેલું છે, તે આ પ્રમાણે -
तत्त्वार्थश्रद्धानं सम्यग्दर्शनम् ॥ १-२ ॥
સૂત્રાર્થ : (જીવાદિ) તત્ત્વરૂપ અર્થોની શ્રદ્ધા કરવી તે સમ્યગ્દર્શન છે.
પ્રેમપ્રભા : તત્ત્વાર્થશ્રદ્ધાનું અહીં અનેક રીતે સમાસની કલ્પના કરવાનો સંભવ હોવા
૨. પાવિવુ । નૈ. । શાસ્ત્ર ૬૦ મુ. । ૨. પાવિવુ નૈ. । ના. મુ. । રૂ. પૂ. । મેલેન॰ મુ. |