________________
३८
तत्त्वार्थाधिगमसूत्रम्
[ મ ? सम्प्रति सम्यग्दर्शनादीनां यथाक्रमसन्निविष्टानामाद्यस्यैव लक्षणं 'यथोद्देशस्तथा निर्देश' इत्यभिधातुकाम आह-"तत्त्वार्थश्रद्धानं सम्यग्दर्शनम्" (१-२)। ‘पदाक्षरवचनवाक्यानामभिप्रायविवरणं व्याख्या । इति वचनात् । प्रागवाचि वाचकमुख्येन "लक्षणतो विधानतश्चोपदेक्ष्यामः" (१-१) इति, सत्यपि प्रमाणनयनिर्देशादिसाद्यनेकानुयोगद्वारव्याख्याविकल्पे पुनः पुनस्तत्र तत्रैतदेव द्वयमुपन्यस्यन् भाष्याभिप्रायमाविष्करोति सूरिः-लक्षणविधाने एवास्मिन्
દ્વિતીય સૂત્રની ભૂમિકા : હવે ક્રમ પ્રમાણે – “યથોદ્દેશ તથા નિર્દેશઃ' ! એટલે કે જે પ્રમાણે-જે ક્રમથી કહેવાનો ઉદ્દેશ કરેલો હોય તે પ્રમાણે શાસ્ત્રકારો નિર્દેશ કરતાં હોય છે.... આ ઉક્તિને અનુસરીને પ્રથમ સૂત્રમાં જે પ્રમાણે – જે ક્રમથી સમ્યગદર્શન વગેરે મૂકેલાં છે, તે ક્રમ પ્રમાણે તેમાં પ્રથમ મૂકેલાં “સમ્યગદર્શન'ના જ લક્ષણને જણાવવાની ઈચ્છાવાળા ગ્રન્થકાર પરમર્ષિ હવે- “તત્ત્વાઈશ્રદ્ધાને સવર્ણન' [૨-૨] સૂત્રની રચના કરે છે. વ્યાખ્યાની વ્યાખ્યા જણાવતાં સિ.. ટીકામાં કહે છે કે, જે કારણથી પદઅક્ષર-વચન-વાક્યોના અભિપ્રાયનું વિવરણ કરવું = સમાન અર્થવાળા અન્ય પદોથી અર્થનું કથન કરવું તે વ્યાખ્યા કહેવાય.... આ પ્રમાણે વ્યાખ્યા' પદનો અર્થ હોવાથી પૂર્વે કહેલ “
અવનજ્ઞાનાવારિત્રાળ મોક્ષમા ' એ ઉદ્દેશ રૂપ પ્રથમ સૂત્રમાં પ્રથમ મૂકેલ સમ્યગુદર્શનનું વિવેચન વ્યાખ્યા કરનાર આ બીજા સૂત્રને બીજા ક્રમથી જણાવેલ છે, તે યોગ્ય જ છે.
અહીં સૂત્રનું હાર્દ જણાવતાં ટીકામાં કહે છે કે, પૂર્વે વાચક-મુખ્ય ગ્રંથકર પરમર્ષિ શ્રી ઉમાસ્વાતિજી મહારાજે કહેલું છે કે, આગળ અમે (1) લક્ષણ અને (i) વિધાનથી/ભેદથી ત્રણ પ્રકારનો મોક્ષમાર્ગ કહીશું. આમાં તાત્પર્ય એવું છે કે, પ્રમાણ, નય, નિર્દેશ આદિ (સાતમાં સૂત્રમાં કહેલ) તેમજ સત્, સંખ્યા આદિ (આઠમાં સૂત્રમાં કહેલ) જે અનેક પ્રકારના અનુયોગ દ્વારા રૂપી વ્યાખ્યાના વિકલ્પો = રસ્તાઓ હોવા છતાં ફરી ફરી તે તે ઠેકાણે આ જ બે (૧) લક્ષણ અને (ર) ભેદ (વિધાન) રૂપ વિકલ્પોને કહે છે અને આ પ્રમાણે કહેતાં એવા ગ્રંથકાર આચાર્ય ભગવંત પૂર્વોક્ત ભાષ્યના આવા અભિપ્રાયને જ પ્રગટ કરે છે કે – “આ શાસ્ત્રમાં પદાર્થના (1લક્ષણ અને (ii) વિધાન એ બે જ મુખ્ય વિષય છે.” આથી સમ્યગદર્શનના લક્ષણનો ઉપવાસ કરે છે.
૨. પરિy I Fર્વેશ સવાઘનેમુ. |