________________
સૂ૦૧]
स्वोपज्ञभाष्य-सिद्धसेनीयाटीकासहितम्
३७ जगन्नाथाभिहितानामालम्बिका प्रवृत्तिः रुचिलक्षणा सा प्रशस्तं दर्शनमिति, प्रशस्तमुक्तिसुखहेतुत्वात्। तथा व्युत्पत्तिपक्षाश्रितो योऽर्थस्तं कथयति-सङ्गतं वा दर्शनं सम्यग्दर्शनमिति । नित्यानित्यसदसत्सामान्यविशेषेषु जैनप्रवचनानुसारात् तस्यैव विज्ञानस्य नयद्वयसमारोपणेन च प्रवृत्तिः सा सङ्गतमिति व्यपदिष्टा । एवं सम्यग्दर्शनशब्दावयवान्वाख्यानं कुर्वता भाष्यकृता सम्यग्ज्ञानचारित्रयोरपि काक्वा कृतम् । सम्यग्ज्ञानशब्देऽपि सम्यक्शब्दः प्रशंसार्थो निपात: समञ्चतेर्वा, ज्ञानमिति च भाव एव, एवं चारित्रमपि, स्वस्थाने च विशेषमाविष्कारिष्याम इति ॥ १ ॥ કરનારી રુચિ-સ્વરૂપ પ્રવૃત્તિ (વૃત્તિ) તે પ્રશસ્ત-દર્શન છે, અર્થાત્ સમ્યગદર્શન છે. કારણ કે, તે પ્રશસ્ત એવી મુક્તિના સુખનો હેતુ (કારણ) છે.
તથા વ્યુત્પત્તિ - પક્ષનો સ્વીકાર કરીને સભ્ય શબ્દનો જે બીજો અર્થ ફળીભૂત થાય છે, તેને ભાષ્યમાં જણાવે છે, સર્વ વા વર્શનમ, સવિનમ્ અથવા “સંગત એવું દર્શન” તે સમ્યગુદર્શન... જૈન = જિનેશ્વર દેવે કહેલ પ્રવચન (શાસન)ના અનુસારે નિત્યઅનિત્ય, સતુ-અસત્ તથા સામાન્ય-વિશેષ સ્વરૂપ પદાર્થોને વિષે તે જ પૂર્વોક્ત વિજ્ઞાનનીબે નયોનો = અભિપ્રાય-વિશેષનો આશ્રય કરીને-પ્રવૃત્તિ થાય છે તે “સંગત' છે, એમ કહેલ છે, માનેલ છે.
ચંદ્રપ્રભા : આમાં કોઈ એક જ નિત્ય' વગેરે પક્ષના આશ્રય કરવામાં બીજા “અનિત્ય' વગેરે પક્ષોની યુક્તિઓ વડે નિત્ય વગેરે પક્ષનું ખંડન થવાનો સવાલ પૈદા થતો નથી. કારણ કે બન્ને ય પક્ષનું યથાયોગ્ય અવલંબન/આશ્રમણ કરેલું છે.
પ્રેમપ્રભા : પર્વ જ્ઞાન-વારિત્રયોરપિ આ પ્રમાણે “સમ્યગુદર્શન’ શબ્દના અવયવોનું વ્યાખ્યાન | વિવેચન કરનારા એવા ભાષ્યકાર ભગવંત વડે અર્થાપત્તિથી “સમ્યજ્ઞાન” અને “સમ્યફચારિત્ર'ની પણ વ્યાખ્યા કરેલી છે, એમ સમજવું. એટલે કે, “સમ્યજ્ઞાન' શબ્દમાં પણ “સથ' શબ્દ (પ્રથમ અવ્યુત્પત્તિ પક્ષે) પ્રશંસા-અર્થવાળો નિપાત છે અથવા બીજા વ્યુત્પત્તિ-પક્ષ) સમ્ પૂર્વક + બૂ ધાતુનું (દિ, પ્રત્યય લાગતાં) બનેલું રૂપ છે. તથા જ્ઞાનમ્' એવું રૂપ છે, તે (જ્ઞા ધાતુનું) “ભાવ” અર્થમાં જ (મન પ્રત્યય લાગીને) બનેલું રૂપ છે. આ પ્રમાણે ‘વારિત્ર' શબ્દની બાબતમાં પણ સમજવું અને તેના વિશેષ અર્થને અમે પોતાના નિરૂપણ કરવાના સ્થાને/અવસરે પ્રગટ કરવાના જ છીએ.
અહીં પ્રથમ-સૂત્રની સિદ્ધસેનીયા ટીકાનો ગુર્જર ભાવાનુવાદ સમાપ્ત થયો.
૨. 8. I વયવાન વ્ય૦િ પૂ. I