________________
સૂ૦૨]
स्वोपज्ञभाष्य-सिद्धसेनीयाटीकासहितम् मनोवृत्तिरोघज्ञानं चेति । श्रोत्रादीनां पञ्चानां द्वयोश्चानिन्द्रिययो अर्थः विषयः शब्दादिः परिच्छेद्यः, श्रोत्रादिपरिच्छिन्नार्थानुसन्धायि च मनोविज्ञानं, अनुप्रवृत्तेः. ओघज्ञानमनिन्द्रियजमेव इन्द्रियानुसारिविज्ञाननिरपेक्षं, “पृष्ठत उपसर्पन्तं सर्प बुद्ध्यैव पश्यन्ति' इति वचनात्, वल्ल्यादीनां नीवाद्यभिसर्पणज्ञानं क्वचिन्मनोनिरपेक्षमिति, अतस्तेषामिन्द्रियानिन्द्रियार्थानामुपलब्धिः-प्राप्तिः स्वतः परतो वा तदर्थप्रकाशनोत्तरकालभाविनी ग्राह्या, न तु तेषां सर्वेन्द्रियाद्यर्थानां सन्निकर्षमात्रप्राप्तिरभिप्रेता । न च सर्वेन्द्रियाणां स्वेन विषयेण सहाश्लेषः દરેક શબ્દોનો અર્થ ટીકાથી જોઈએ – અવ્યભિચારિણી શબ્દનો અર્થ પૂર્વે કહેવાઈ ગયો છે. સર્વ એટલે નિરવશેષ-સંપૂર્ણ.. દ્રિયનિક્રિયાળ - આમાં રૂદ્ર એટલે જીવ... અને તેના લિંગ-ચિહ્ન તે ઈન્દ્રિય કહેવાય. ઈન્દ્રિયો રૂપ ચેતનાથી આત્મા જણાય છે, માટે ઈન્દ્રિયો (દ્રવ્ય પ્રાણ) એ આત્માનું ચિહ્ન છે. તે ઈન્દ્રિયો શ્રોત્ર વગેરે પાંચ પ્રકારે છે. તથા “અનિન્દ્રિય” એટલે મનનો વ્યાપાર, મનની વૃત્તિ અને ઓઘ-જ્ઞાન, આમ બે પ્રકારે છે. આ પાંચ ઈન્દ્રિયોનો' અથવા બે પ્રકારની “અનિન્દ્રિયનો અર્થ = એટલે વિષય. અર્થાત્ શબ્દ વગેરે બોધ કરવા યોગ્ય = શેય પદાર્થ... અનિન્દ્રિયના બે અર્થો પૈકી પ્રથમ (૧) મનોવિજ્ઞાન - એટલે શ્રોત્ર વગેરે. ઇન્દ્રિયોથી જણાયેલ અર્થ/વિષયનું અનુસંધાન કરનારું અર્થાત્ મન દ્વારા વિચારણા કરવાપૂર્વકતે વિષયનું સંકલન કરે તે મનોવિજ્ઞાન કહેવાય. કારણ કે, ઈન્દ્રિયો દ્વારા અર્થનું ગ્રહણ થયા બાદ-પછીથી તેની મન દ્વારા વિચારણાપૂર્વક મનોવિજ્ઞાનની પ્રવૃત્તિ થાય છે. (૨) ઓઘજ્ઞાન : આ ઓઘ-જ્ઞાન પણ અનિન્દ્રિયથી (ફક્ત મનથી = સંસ્કારથી) જ ઉત્પન્ન થનારું છે... આથી ઇન્દ્રિયને અનુસરનાર (ઈન્દ્રિય-જન્ય) જ્ઞાનની અપેક્ષા વિના જ ઉત્પન્ન થાય છે. દા.ત. “પૂંઠના ભાગે (પાછળ) પાસે સરકતાં સર્પને બુદ્ધિથી જ દેખે છે, જાણે છે.” એમ લોકમાં બોલાતાં વચનથી ઉપર કહેલી હકીકત જણાય છે. તથા વેલડી વગેરેને છાપરા વગેરે તરફ સરકવાનું/ચઢવાનું જ્ઞાન ક્યારેક મનને નિરપેક્ષપણે જ થતું હોય છે - (અર્થાત્ સંસ્કાર માત્રથી થતું હોય છે.) આથી તે ઈન્દ્રિય (પાંચ) અને અનિન્દ્રિય (બ)ના વિષયોની ઉપલબ્ધિ = પ્રાપ્તિ (જ્ઞાન રૂપે પરિણતિ) છે, એ સ્વતઃ એટલે સ્વભાવથી - નિસર્ગથી – સહજ ક્ષયોપશમથી અથવા પરતઃ એટલે ગુરુ વગેરેના પરોપદેશ દ્વારા તેના ગ્રાહ્ય વિષયનો પ્રકાશ/બોધ થવાના ઉત્તરકાળે થનારા જ્ઞાન વિશેષ રૂપ લેવી, પણ સર્વ ઈન્દ્રિયોના વિષયોના સંનિકર્ષ-માત્ર = સંબંધ માત્ર રૂપ પ્રાપ્તિ-ઉપલબ્ધિ માનવી ઈષ્ટ ૨. પતિપુ એ માત્ર મુ. |