________________
तत्त्वार्थाधिगमसूत्रम्
[૦ ૨ व्यभिाचरिणी-अव्यभिचारिणी । का ? या सर्वान्नयवादान् साकल्येन परिगृह्य प्रवृत्ता, कथञ्चित् सामान्यं द्रव्यास्तिकाज्ञाच्छन्दतः सत्यं, विशेषाश्च पर्यायावलम्बनमात्रसत्या इत्यादिप्रपञ्चेनाव्यभिचारिणी । तां कथयति-सर्वेन्द्रियाऽनिन्द्रियार्थ-प्राप्तिरिति । सर्वाणि निरवशेषाणि, इन्द्रियानिन्द्रियाणि, इन्द्रस्य जीवस्य लिङ्गानि श्रोत्रादीनि पञ्च, अनिन्द्रियं, ધર્મોવાળી વસ્તુને વિષે તે સામાન્ય રૂપે જ છે, પણ તેના વિશેષ (ભેદો) નથી, એમ માને છે અથવા તે વસ્તુ વિશેષો/ભેદો રૂપે જ છે, પણ સામાન્ય (સમાન ધર્મ) રૂપે નથી – ઈત્યાદિ રૂપ એક જ મત (અપેક્ષા-નય)ને માને છે. આવી એક જ મતને (નયને) સ્વીકારનારી દષ્ટિ, જે કારણથી અસત્ય છે, (સર્વથા સત્ય નથી, આંશિક જ સત્ય છે) તે કારણથી બીજા નયથી આક્ષિપ્ત કરાય છે. અર્થાત્ તેનો નિષેધ-ખંડન કરાય છે. એટલે કે સામાન્યગ્રાહી નય વડે (અપેક્ષા | અભિપ્રાય વડે) વિશેષગ્રાહી નયનું ખંડન કરાય છે અને વિશેષગ્રાહી નય વડે સામાન્યગ્રાહી નયનું ખંડન કરાય છે. આથી એક જ નય-મતને માનનાર અસદુ-મતવાળો બની જાય છે. (સ્યાદ્વાદનો આશ્રય કરાય તો જ બન્ને નયનો સ્વીકાર થઈ શકે પણ એકાંત-મતવાળા સ્યાદ્વાદનો આશ્રય કરતાં નથી) આથી તેઓની દૃષ્ટિ વ્યભિચારિણી-વિપરીતગ્રાહિણી-અયથાર્થગ્રાહિણી છે. જે આવી ન હોય તે અવ્યભિચારિણી દષ્ટિ કહેવાય.
પ્રશ્ન : એવી કઈ દૃષ્ટિ છે, જે આવી યથાર્થગ્રાહિણી કહેવાય ?
જવાબ : જે દૃષ્ટિ સર્વ નયવાદ (નય-સમૂહ)નો સમસ્ત રૂપે સ્વીકાર કરીને પ્રવર્તતી હોય, તે અવ્યભિચારિણી-યથાર્થગ્રાહિણી કહેવાય. દા.ત., “સામાન્ય' એ કોઈક અપેક્ષાએ (કથંચિત) એટલે કે દ્રવ્યાસ્તિક-નયના અભિપ્રાયથી સત્ય છે અને (૨) “વિશેષો' (ભેદો) એ ફક્ત પર્યાયના આલંબનથી – આશ્રયથી એટલે કે પર્યાયાસ્તિક નયથી સત્ય છે... આ પ્રમાણે આવી દૃષ્ટિ જુદા જુદા નયથી વિસ્તારપૂર્વક - વ્યાપકરૂપે પદાર્થનો બોધ કરનારી હોવાથી યથાર્થગ્રાહિણી-અવ્યભિચારિણી કહેવાય છે.
શક “ઇન્દ્રિય-અનિન્દ્રિયની પ્રાપ્તિ એટલે શું?' છેક આવી દષ્ટિને જણાવતાં ભાષ્યકાર કહે છે – એવી અવ્યભિચારિણી ‘સર્વ ઇન્દ્રિય અને અનિન્દ્રિય (મન + ઓઘજ્ઞાન)ના અર્થની/વિષયની પ્રાપ્તિ = ઉપલબ્ધિ, જાણવું, ગ્રહણ/બોધ તે સમ્યગુદર્શન કહેવાય. આ પ્રમાણે ભાષ્યનો સમુદાય અર્થ છે. હવે તેના
૨. સર્વપ્રતિપુ ! દ્રસ્થાનીમુ. |