________________
तत्त्वार्थाधिगमसूत्रम्
[o
भा० दृशेरव्यभिचारिणी सर्वेन्द्रियानिन्द्रियार्थप्राप्तिः, एतत् सम्यग्दर्शनम् । प्रशस्तं दर्शनं सम्यग्दर्शनम् । सङ्गतं वा दर्शनं सम्यग्दर्शनम् । एवं ज्ञानचारित्रयोरपि ॥ ↑ "
३२
दृष्टिर्या अविपरीतार्थग्राहिणी जीवादिकं विषयमुल्लिखन्तीव प्रवृत्ता सा सम्यग्दर्शनम् । अथ किमर्थमन्यानि कारकाणि निरस्य भावकारकमादर्दर्श भाष्यकार: ? उच्यते- ज्ञानमेव तत् तादृशं मुख्यया वृत्त्या तथाऽवस्थितं, 'यत्तु तत्र करणादिव्यपदेशास्त उपचरिता इति कृत्वा न
ભાષ્ય : દૃષ્ટિની = જ્ઞાન-પરિણતિની અર્થને અવ્યભિચારી (અવિપરીત-અર્થને ગ્રહણ કરનારી) એવી જે ઈન્દ્રિય અને અનિન્દ્રિયના અર્થની (વિષયની) પ્રાપ્તિ = ઉપલબ્ધિ થવી આ સમ્યગ્દર્શન છે.
પ્રશસ્ત દર્શન તે સમ્યગ્દર્શન અથવા સંગત એવું દર્શન તે સમ્યગ્દર્શન.
આ પ્રમાણે જ્ઞાન અને ચારિત્રના વિષયમાં પણ (સમ્યક્ શબ્દનો અર્થ વગેરે) જાણવું. પ્રેમપ્રભા : ‘દર્શન' શબ્દની વ્યાખ્યા કરતાં ભાષ્યમાં કહે છે ભાવ અર્થમાં પ્રત્યય લાગીને બનેલું વર્ણન એવું રૂપ દૃશ્ ધાતુનું છે. (એટલે કે વૃષ્ટિઃ વર્શનમ્ । એવી વ્યુત્પત્તિ કરીને - વૃ + અન = વર્શન શબ્દ બનેલો છે.) જે દૃષ્ટિ જીવાદિ પદાર્થને અવિપરિતપણે ગ્રહણ કરનારી હોય અર્થાત્ જીવાદિ પદાર્થનો-વિષયનો જાણે યથાવત્ ઉલ્લેખ કરનારી હોય એમ પ્રવૃત્ત થયેલી હોય તે સમ્યગ્દર્શન કહેવાય.
શંકા : અહીં વર્શન શબ્દમાં અન્ય કારકોને ટાળીને ભાષ્યકાર ભગવંતે ‘ભાવ’ રૂપ (કા૨ક) અર્થને જ શા માટે જણાવ્યો છે ? સમાધાન ઃ તે ‘દર્શન’ એ બીજું કાંઈ નહીં પણ તેવા સ્વરૂપવાળું જ્ઞાન મુખ્ય રીતે તેવા પ્રકારે ‘દર્શન’ રૂપે અવસ્થિત છે - રહેલું છે. વળી તેમાં ‘કરણ' આદિ કારકનું કથન થાય છે, (જેમ કે, પતિ અનેન વર્શનમ્, જ્ઞાયતેનેનેતિ જ્ઞાનમ્) તે ઉપચરત છે... અર્થાત્ દર્શન એટલે રુચિ-શ્રદ્ધા - એ એક પ્રકારનું જ્ઞાન જ છે, જ્ઞાનનો જ અંશ છે. (હવે જ્ઞાનની વ્યુત્પત્તિ જ્ઞાતિજ્ઞાનમ્, વસ્તુના સ્વરૂપનું અવધારણ-નિશ્ચય કરવો, એમ ભાવ અર્થમાં આગળ જ્ઞાન શબ્દની સિદ્ધિ કરેલી છે, માટે તેના અંશ રૂપ ‘દર્શન’ શબ્દની પણ ‘ભાવ' અર્થમાં જ સિદ્ધિ કરેલી છે.) આ જ મુખ્ય અર્થ છે – જેના વડે દેખાય-રુચિ થાય વગેરે અર્થો તો ઉપચરિત છે માટે તેનો આશ્રય કરેલો નથી આથી મુખ્ય રૂપે જ પ્રયોગ કરવા માટે ‘ભાવ' અર્થમાં ‘દર્શન’ ૧. પૂ. । માદ્દેિશ મુ. | ૨. પૂ. । યે તુ॰ મુ. |
-