________________
तत्त्वार्थाधिगमसूत्रम्
[ o
व्युत्पत्तिपक्षेऽप्यर्थप्रदर्शनायाह - समञ्चतेर्वा । सम्पूर्वादञ्चतेः साध्यमेतद्रूपमिति, अर्थः पुनः गति: पूजा चं श्रयणीयेति । तत्र पूजा पूर्वव्याख्यानेन दर्शिता, इह तु गत्यर्थो वर्ण्यते, समञ्चति गच्छति व्याप्नोति सर्वान् द्रव्यभावानिति सम्यक् ।
कः कर्त्रर्थ इति चेत्, यदेतद् दर्शनं रुचिरूपं तत् समञ्चति व्याप्नोति । एवमेते जीवादयोऽर्थाः यथा नयसाम्ग्र्या जैनैराख्यायन्ते, न पुनरेकनयावलम्बिसाङ्ख्यवत् प्रतिपद्यन्ते, नित्या एवैते, अनित्या इति वा शाकलिकचीवरकवत्, न सन्ति वा, लौकायतिकवदिति, कथञ्चित्सन्ति (कैथञ्चिद् न सन्ति ) कथञ्चिन्नित्याः, कथञ्चिदेवानित्याः, द्रव्यपर्यायनयद्वयનિરપેક્ષપણે - અવ્યુત્પત્તિ પક્ષે) ‘સમ્યક્’ શબ્દના અર્થનું નિરૂપણ કર્યું.
३०
તેની હવે વ્યુત્પત્તિ-પક્ષે એટલે કે પ્રકૃતિ-પ્રત્યયના અર્થની સાપેક્ષ રીતે વિચારણાપૂર્વક પણ સમ્યક્ એવું રૂપ બનેલું છે. અન્ય્ ધાતુનો (i) ગતિ કરવી અથવા (ii) પૂજા-સારુ હોવું, એ બે અર્થ લેવાનો છે. તેમાં (ii) ‘પૂજા' (સારું) એવો અર્થ હમણાં ઉપ૨ કહેલી વ્યાખ્યામાં જણાવી દીધો છે. આથી અહીં ‘ગમન’ (ગતિ) રૂપ અર્થ કહેવાય છે. સમગ્ધતિ - ગતિ, વ્યાનોતિ સર્વાનું માવાન્ કૃતિ સમ્યક્ । જે સર્વ ભાવોને (પદાર્થોને) પ્રાપ્ત કરે, વ્યાપે તે સમ્યક્ કહેવાય.
* એકનયમતમાં મિથ્યાત્વ, સર્વનયમતમાં સમ્યગ્દર્શન * પ્રશ્ન : અહીં કર્તાનો શું અર્થ છે ? અર્થાત્ ‘કર્તા’
વ્યાપનાર કોણ છે ? જવાબ : અહીં રુચિ રૂપ સમ્યગ્દર્શન એ વ્યાપનાર = પ્રાપ્ત કરનાર ‘કર્તા’ છે. તે રુચિરૂપ સમ્યગ્દર્શન જીવાદિ પદાર્થોને આ રીતે વ્યાપે છે, પ્રાપ્ત કરે છે “આ જીવઅજીવ વગેરે પદાર્થો આ પ્રમાણે જ છે - યથાર્થ છે, જે રીતે જૈનો વડે સમગ્ર સર્વ નયો વડે (અથવા નયો રૂપી સામગ્રી વડે) જણાવેલાં છે...' એમ સર્વ પદાર્થોને વ્યાપે છે. પરંતુ એક જ નયનું અવલંબન કરનારા સાંખ્યોની જેમ (જીવાદિ પદાર્થો) સ્વીકારાતાં નથી... જેમકે ‘નિત્ય જ છે’... અથવા શાકલિકો એટલે શકલ ઋષિએ કહેલાં શાસ્ત્રને ભણનારાઓ અને ચીવરકો એટલે બૌદ્ધાદિ... તેઓ જે રીતે જીવાદિ પદાર્થો ‘અનિત્ય જ છે' એમ કહે છે, એવું પણ નથી. અથવા તો લોકાયતિક નાસ્તિકો જે રીતે (જીવાદિ પદાર્થો) ‘છે જ નહીં’ એમ જે માને છે, તેવું પણ નથી. કિંતુ, જીવાદિ પદાર્થો કોઈક અપેક્ષાએ (કથંચિત્-કોઈનય વિશેષથી) ‘વિદ્યમાન’ છે, અને (કથંચિત્ - બીજા નયથી) ‘વિદ્યમાન નથી'... તેમજ જીવાદિ પદાર્થો અમુક અપેક્ષાએ નિત્ય છે અને બીજી અપેક્ષાએ૬. પૂ. । વાશ્રય૰ મુ. | ૨. નૈ.-શો. । ના. અન્યત્ર ।
=
=
-
–