________________
स्वोपज्ञभाष्य-सिद्धसेनीयाटीकासहितम्
निपात्यतेऽर्थावद्योतकतया निपातः । इदं च किल निसर्गसम्यग्दर्शनाङ्गीकरणाद् व्याख्यानमव्युत्पत्तिपक्षाश्रयं परिगृह्यते, यतस्तत्पूजिततरं स्वत एवोपजायमानत्वात् । तदितरत् तु यद्यपि तथैवाविपरीतार्थतया विषयमवच्छिनत्ति तथापि तत्र परसाहायिकमस्ति तदस्मिन् पक्षे नावश्यंतया श्रितम् । एवं तावत् प्रकृतिप्रत्ययमनालोच्य सम्यक्शब्दार्थो निरूपितः,
सू० १]
२९
છે...) આથી સભ્ય કૃતિ એટલે ‘સમ્યક્ - શબ્દ’... આ ‘સમ્યક્' એવો શબ્દ પ્રશંસા એટલે કે અવિપરીતપણું - યથાર્થપણું - યથાવસ્થિત - જે પ્રમાણે હોય તે પ્રમાણે - પદાર્થનો બોધ ક૨વો - આવા અર્થવાળો નિપાત છે. અર્થના ઘોતક (= પ્રકાશક - સૂચક) તરીકે જે મૂકાય તે ‘નિપાત’ કહેવાય. (નિપાત્યતે પદ્યોવતયા નિષાત:) ‘સમ્યક્’ શબ્દની આ જે વ્યાખ્યા છે, તે પ્રથમ ‘નિસર્ગ’ - સમ્યગ્દર્શનના સ્વીકારપૂર્વક કરેલી છે અને તે અવ્યુત્પત્તિ-પક્ષનો આશ્રય કરીને કરેલી છે.
ચંદ્રપ્રભા : ‘નામ ચ ધાતુનમાહ' એવી ઉક્તિના બળથી સંસ્કૃતમાં કોઈપણ નામ અર્થાત્ તમામ શબ્દો ધાતુ ઉપરથી - ધાતુને પ્રત્યય લાગીને બનેલાં છે, એમ મનાય છે. તેમાં કેટલાંક શબ્દોના અર્થોમાં ધાતુ-પ્રત્યયના અર્થોનો પણ સંબંધ થાય છે - ભળે છે જ્યારે કેટલાંક શબ્દોમાં ધાતુ (= પ્રકૃતિ) અને પ્રત્યયના અર્થો ભળતાં નથી, સંબંધ પામતાં નથી. આથી કેટલાંક શબ્દો વ્યુત્પન્ન અને કેટલાંક શબ્દો અવ્યુત્પન્ન હોય છે. વળી વ્યુત્પન્ન શબ્દોમાં વ્યાકરણના નિયમો અવશ્ય લાગુ પડતા હોય છે. આમાં વ્યુત્પત્તિ એટલે પ્રકૃતિ (ધાતુ વગેરે) અને પ્રત્યયના અર્થને કહેવાપૂર્વક શબ્દના વિભાગનું (અવયવનું) કથન કરવું. આવું વિભાગનું કથન કરવામાં જો ધાતુ વગેરેનો અર્થ શબ્દના વાચ્ય (મુખ્ય) અર્થમાં ઘટતો હોય - સંબંધ પામતો હોય તો તે વ્યુત્પન્ન શબ્દ કહેવાય. તથા જો ધાતુ અને પ્રત્યયનો અર્થ તેનાથી બનેલાં શબ્દના વાચ્ય-અર્થ = મુખ્ય અર્થમાં સંબંધ (અન્વય) પામતો ન હોય તો તે અવ્યુત્પન્ન શબ્દ કહેવાય છે. અહીં ‘સમ્યક્’ શબ્દ બન્નેય પ્રકારનો મળે છે. (૧) વ્યુત્પન્ન અને (૨) અવ્યુત્પન્ન. તે બન્નેયનો આશ્રય ભાષ્યમાં કરેલો છે અને તેનું સ્પષ્ટીકરણ સિ.સે. ટીકામાં કરેલું છે.
પ્રેમપ્રભા : કારણ કે આ (૧) નિસર્ગ-સમ્યગ્દર્શન સ્વતઃ જ ઉત્પન્ન થનારું હોવાથી અધિગમ-સમ્યગ્દર્શન કરતાં વધારે પૂજ્ય-સારું છે. તેનાથી અન્ય - બીજું જે (૨) અધિગમ - સમ્યગ્દર્શન છે, તે જો કે તે જ રીતે - નિસર્ગ સમ્યગ્દર્શનની જેમ જ - · અવિપરીતપણે
યથાર્થ રૂપે વિષયનો બોધ કરે છે, તો પણ તે બીજાની સહાયથી ઉત્પન્ન થનારું છે. આથી તેનો આ પક્ષમાં (અવ્યુત્પત્તિ પક્ષે પ્રશંસા-અર્થમાં) અવશ્ય રૂપે આશ્રય કરેલો નથી... આમ પ્રકૃતિ-પ્રત્યયના અર્થની વિચારણા કર્યા વિના (અર્થાત્ પ્રકૃતિ-પ્રત્યયને
૧. સર્વપ્રતિષુ । શ્ય॰ મુ. |