________________
तत्त्वार्थाधिगमसूत्रम्
[ ૦ ૨ ___ इदानीं सूत्रोपन्यस्तसम्यग्दर्शनाद्यवयवानां प्रविभागतः करोति अर्थप्रतिपादनम्-तत्र सम्यगित्यादिना । तत्रेत्यनेन सम्यग्दर्शनशब्दे ज्ञानादिषु च यः सम्यक्शब्दः स किमर्थान्तरमुररीकृत्य प्रवृत्तः ? नामाख्यातादीनां च किमेतत् पदमिति पर्यनुयोगे सत्याहसम्यगिति । इतिशब्दोऽर्थाढ्युस्य स्वरूपे स्थापयति, सम्यक्शब्द इत्यर्थः । प्रशंसाअविपरीतता, यथावस्थितपदार्थपरिच्छेदिता, साऽभिधेया वाच्याऽस्येति प्रशंसार्थः,
કે અવ્યુત્પત્તિ અને વ્યુત્પત્તિ પક્ષે “સમ્ય’ શબ્દનો અર્થ છે પ્રેમપ્રભા : ભાષ્યમાં સભ્ય શબ્દની વ્યાકરણની દૃષ્ટિએ સિદ્ધિ કરતાં અર્થાત્ તેની વ્યુત્પત્તિ અને અર્થ જણાવતાં ભાષ્યકાર કહે છે - તત્ર વગેરે... અહીં ટીકામાં અન્ય વ્યક્તિ પ્રશ્ન કરે છે – પ્રશ્નઃ તેમાં અર્થાત્ “સમ્યગદર્શન’ શબ્દમાં અને સમ્યગુજ્ઞાન વગેરેમાં જે સહિ શબ્દ જોડેલો છે, તે શું કોઈ બીજા જ અર્થને આશ્રયીને મૂકેલો છે ? (કે પ્રસિદ્ધ અર્થને આશ્રયીને ?) તથા (૧) નામ અને (૨) આખ્યાત (ક્રિયાપદ) એ બે પ્રકારના પદોમાં આ કયું પદ છે ? (અહીં “નામ પદ એટલે ધાતુ-પ્રત્યયના અર્થની અપેક્ષા વિનાનું, અવ્યુત્પન્ન-પદ સમજવું. જેમાં ધાતુ વગેરેના અર્થની અપેક્ષા વિના જ – સંબંધ વિના જ રૂઢિ અર્થની પ્રધાનતા હોય તે અવ્યુત્પન્ન પદ - નામ કહેવાય અને ધાતુનો અને પ્રત્યયનો અર્થ પણ જેમાં ઘટતો હોય, તેની અપેક્ષા રખાતી હોય તે વ્યુત્પન્ન પદ કહેવાય. તેને અહીં “આખ્યાત” શબ્દથી જણાવેલું છે, માટે (૧) નામપદ છે કે (૨) આખ્યાતપદ છે ? એમ ટીકામાં પ્રશ્ન કરેલો છે.) એ પ્રમાણે અન્યવડે પ્રશ્ન ઉઠાવાતાં તેનો ભાષ્યકાર જવાબ આપે
જવાબ : સી એવું પદ પ્રશંસા-અર્થવાળો નિપાત (અવ્યય) છે. સંસ્થતિ માં જે રૂતિ શબ્દ મૂકેલો છે તે સમયે શબ્દના અર્થનો નિષેધ કરીને તેના સ્વરૂપમાં સ્થાપન કરે છે. એટલે કે “સમ્યફનું અહીં “સારો' એવા પ્રશંસારૂપ) અર્થમાં તાત્પર્ય નથી, પણ સમ્યફ એવા શબ્દ (અક્ષરાત્મક બાહ્ય સ્વરૂપ) અર્થમાં તાત્પર્ય છે - આ વાત સાથે શબ્દ પછી મૂકેલા “રૂતિ' શબ્દથી જણાય છે. (કોઈપણ શબ્દની બે પ્રકારની શક્તિ હોય છે. (૧) એક તો જે અર્થમાં વપરાતો હોય તે અર્થને જણાવવાનું તેનું સામર્થ્ય હોય છે અને (૨) બીજું પોતાના સ્વરૂપને અર્થાત અક્ષરાત્મક દેહને સ્વરૂપને પણ જણાવવાની શક્તિ શબ્દમાં સ્વતઃ સિદ્ધ છે. આમ, અહીં પ્રસ્તુતમાં બીજા પ્રકારની પણ શક્તિ જે સદ્ધિ શબ્દમાં પડેલી જ છે તેને “તિ' શબ્દથી અભિવ્યક્ત કરાય છે - સ્પષ્ટ કરાય ૨. સર્વપ્રતિપુ ! પ્રતિ મુ. I ૨. પૂ. I ના મુ. I