________________
तत्त्वार्थाधिगमसूत्रम्
[ o
સમ્યગ્દર્શનના લાભની અપેક્ષા એ છે. જો સમ્યગ્દર્શન અને સમ્યાન વચ્ચે અભેદ પક્ષનો આશ્રય હોત તો ભાષ્યમાં માં = પૂર્વયો: નામે॰ એમ કહ્યું હોત. વળી પ્રથમ વ્યાખ્યાના અંતે પારમાર્થિક ભેદને માનનારા' એમ જે કહેલું તે પણ ભેદ-પક્ષ તરફ તેઓનો ઢળાવ હોય તેમ સૂચવે છે... કારણ કે બીજા મતની વ્યાખ્યા કરવામાં ‘પારમાર્થિક અભેદ' એવો શબ્દ વાપરેલો નથી... આથી એવું લાગે છે કે ભેદ-પક્ષ સ્વતઃ સિદ્ધ છે... અર્થાત્ તે અંગેની દલીલો મજબૂત છે... કારણ કે શાસ્ત્રમાં પણ સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાનનું બન્નેનું આવારક કર્મ જુદું જુદું માનેલું છે આથી ભેદ એ સ્વતઃ સિદ્ધ છે. જ્યારે એ બે વચ્ચે બીજો અભેદ મત ઉપપાદનીય છે
અર્થાત્ તેની દલીલો ખોળવી પડે તેમ છે.
२६
-
=
આથી જ શાસ્ત્ર-પ્રસિદ્ધ ઉપશમ-સમ્યગ્દર્શનને તેઓએ - બીજા આચાર્ય ભગવંતે ઉપચાર કરીને સિદ્ધ કરેલ છે... ઈત્યાદિ કારણે ટીકાકારનો પ્રથમ વ્યાખ્યા તરફનો ઝોક જણાઈ આવે છે... વળી તેઓએ આગળ જે રીતે કેવળજ્ઞાનીને યુગપત્ જ્ઞાન-દર્શન હોય કે ક્રમિક હોય ? એવી ચર્ચામાં તથા જ્ઞાન અને દર્શન (સામાન્ય બોધ અનાકાર ઉપયોગ) એ બે વચ્ચે પણ ભેદઅભેદની આગળ આવતી ચર્ચામાં તેઓશ્રી આગમોક્ત ભેદ-પક્ષનો જ આશ્રય કરનારા બનેલા છે, આથી તેઓનો આગમવાદ તરફનો ઝોક જણાઈ જાય છે. પ્રથમ વ્યાખ્યા આગમવાદી મતને અનુસરનારા મહાત્માઓના અભિપ્રાયથી છે, જ્યારે બીજી વ્યાખ્યા તર્કાનુસારી પૂજ્ય આચાર્યશ્રી સિદ્ધસેન દિવાકરસૂરિ વગેરેના મતને અનુસરનારી છે એમ જણાય છે. આમ સ્વયં આગમવાદી અભિપ્રાયવાળા હોવાથી પ્રથમ વ્યાખ્યાની તરફેણવાળા જણાય છે. વળી ‘અરે તુ', એવા બીજા મતની શરૂઆતમાં મૂકેલાં વચનોથી પણ બીજા મતના પક્ષે તેઓને કંઈક અસ્વરસ છે, એમ સૂચવેલું છે... અહીં પ્રશ્ન એ થાય કે,
પ્રશ્ન : તો પછી ટીકાકાર ભગવંતે પ્રથમ પક્ષને આશ્રયીને જ વ્યાખ્યા કરવી જોઈએ ને ? બીજા અભેદ-પક્ષની ફક્ત વ્યાખ્યા જણાવવાનું કારણ શું છે ? બીજા પક્ષનું નિરાકરણ-ખંડન શા માટે ન કર્યું ? એના જવાબમાં અમને આમ કહેવું ઠીક લાગે છે
જવાબ : ટીકાકાર ભગવંતો શિષ્યની બુદ્ધિની વિશદતા માટે પણ આ પ્રમાણે અન્ય મતનો ઉપન્યાસ કરતાં હોય છે, માટે અહીં પણ તેવું પ્રયોજન હોઈ શકે છે. વળી સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન વચ્ચે એકાંતે ભેદ જ છે અથવા એકાંતે અભેદ જ છે એવું કહી શકાતું નથી, કારણ કે, દ્રવ્ય અને પર્યાયો વચ્ચે અને ગુણ-ગુણી વચ્ચે પણ જેમ કચિત્ ભેદાભેદ રૂપ પક્ષનો સ્યાદ્વાદ-દર્શની જૈનોએ સ્વીકાર કરેલો છે તે રીતે અહીં પણ કથંચિત્ ભેદ અને કચિત્ અભેદનો સ્વીકાર એ સિદ્ધાંત વિરુદ્ધ જણાતો નથી.
વિશેષાવશ્યક ભાષ્ય વગેરે ગ્રંથોમાં જેમ મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન વચ્ચે કથંચિત્ ભેદ અને