________________
સૂ૦૧]
स्वोपज्ञभाष्य-सिद्धसेनीयाटीकासहितम् निराकार्य इति । तस्मात् ज्ञानस्यैव विशिष्टावस्थाऽन्यमतपरिकल्पिततत्त्वनिरासतो जिनवचनोनीतपदार्थश्रद्धानलक्षणा सम्यग्दर्शनव्यपदेशं प्रतिलभत इति न्याय्यम् ।। - પ્રેમપ્રભા : તસ્મત - અન્ય-મત વડે પરિકલ્પિત (સ્વીકારેલ) જે તત્ત્વ છે, તેનો નિરાસ = નિષેધ/નિરાકરણ કરવાપૂર્વક આ પ્રમાણે નિષ્કર્ષ આવે છે - જિનેશ્વર દેવ વડે કહેલ વચનો વડે પ્રકાશિત (જીવાદિ) પદાર્થોની શ્રદ્ધા/રુચિ સ્વરૂપ જ જ્ઞાનની જે વિશિષ્ટ અવસ્થા છે તે “સમ્યગુદર્શન' એવા વ્યવહારને પામે છે અર્થાત્ તે જ સમ્યગદર્શન કહેવાય છે. અહીં પૂર્વોક્ત શ્રદ્ધાયુક્ત જ્ઞાનની જ વિશિષ્ટ અવસ્થા - એમ કહેવાથી એક તો અન્ય મતવાળા મિથ્યાદષ્ટિ જીવના જ્ઞાનને અથવા સમકિતી આત્માના જ સમ્યગદર્શનની પ્રાપ્તિ પહેલાના જ્ઞાનને સમ્યગૃજ્ઞાન કહેવાનો સવાલ પેદા થતો નથી. કારણ કે ત્યારે જે જ્ઞાન હોય છે તે સમ્યગદર્શન = શ્રદ્ધાથી યુક્તરૂપ વિશિષ્ટ અવસ્થાવાળું હોતું નથી. બીજું કે અન્ય - પરિકલ્પિત એટલે કે પૂર્વે કેટલાંક આચાર્યએ સમ્યગદર્શન અને સમ્યજ્ઞાનનો ભેદ માનેલો છે તેઓ વડે સ્વીકારાયેલ તત્ત્વનો નિષેધ કરવાપૂર્વક અમે “શ્રદ્ધાયુક્ત વિશિષ્ટ જ્ઞાનાવસ્થા રૂપ સમ્યગદર્શન માનીએ છીએ' એવો પણ અર્થ જાણવો. (અહીં આ બીજા આચાર્યના મતે સમ્યગદર્શન અને સમ્યગુજ્ઞાન એ જુદાં નથી પણ અભિન્ન જ છે – એ મતનું કથન સમાપ્ત
થયું.).
ચંદ્રપ્રભા : આ પ્રમાણે અષાં પૂર્વસ્ત્ર નામે એવા ભાષ્ય-વચનની બે પ્રકારની વ્યાખ્યા ટીકાકારશ્રી સિદ્ધસેનગણિવરશ્રીએ કરી છે, એ સમ્યગદર્શન અને સમ્યગૃજ્ઞાન વચ્ચે વાસ્તવિક ભેદનો આશ્રય કરીને કરી છે અને બીજી વ્યાખ્યા બન્નેય વચ્ચે અભેદ હોવાની અપેક્ષાએ કરી છે. જો કે, પોતે બેમાંથી કઈ વ્યાખ્યાનો સ્વીકાર કરેલો છે એનો સ્પષ્ટ નિર્દેશ કરેલો નથી, કારણ કે, પોતે સ્યાદ્વાદ-અનેકાંતવાદના વિશિષ્ટ જ્ઞાતા અને પુરસ્કર્તા હોવાથી એકાંતે કોઈપણ મતનું નિરાકરણ-ખંડન કરવું ઉચિત નહીં લાગ્યું હોય... અર્થાત્ કોઈપણ મતમાં તર્કની દષ્ટિએ નિશ્ચિતપણે અસંગતતા જોઈ નહી હોય એમ લાગે છે, અનુમાન થાય છે. તો પણ તેઓશ્રીનો ઢોળાવ પ્રથમ વ્યાખ્યા તરફનો હોય તેમ અમને લાગે છે – એનું એક કારણ એ છે કે, આ વ્યાખ્યાનો તેઓશ્રીએ સ્વીકાર કરીને તેનું પ્રતિપાદન થઈ ગયા બાદ તે વૈશ્ચર્= કેટલાંકનો મત છે – સમ્યગ્દર્શન અને સમ્યગ્રજ્ઞાન વચ્ચે ભેદ માનનારાઓનો મત છે, એમ જણાવ્યું.
વળી ભાષ્યનો જે પાઠ છે - = પૂર્વી નાખે. એ પણ પ્રથમ ભેદ-પક્ષની વ્યાખ્યાને એકદમ બંધબેસતો છે. કારણ કે “પૂર્વ' એમ એકવચનનો પ્રયોગ કરેલો છે, તે ફક્ત