________________
२३
સૂo ]
स्वोपज्ञभाष्य-सिद्धसेनीयाटीकासहितम्
निमित्तं भवति, यथा केवलज्ञानस्योत्पत्तौ मोहनीयक्षयः, न पुनस्तदेव मोहनीयं केवलस्यावरणमिति शक्यमभ्युपगन्तुं, निमित्तं तु मोहनीयक्षयः तेनाक्षीणेन केवलस्यानुत्पत्तेः । एवमिहापि यावदसावनन्तानुबन्ध्यादीनामुपशमो न भवति न तावत् सम्यग्दर्शनपर्यायस्याविर्भावः, न पुनस्तदेवानन्तानुबन्ध्याद्यावरणं सम्यग्दर्शनस्य । किं पुनरावरणमिति चेत्, ज्ञानावरणमेव, तावच्चेदं क्षयोपशमं न प्रतिपद्यते यावदनन्तानुबन्ध्यादीनां नोपशमः समजनीति ।
ક્ષય નિમિત્ત = હેતુ છે. અર્થાત્ મોહનીય કર્મનો સંપૂર્ણ ક્ષય થતાં જ કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે. પણ તેનો મતલબ એ નથી કે, ‘મોહનીય કર્મ એ કેવળજ્ઞાનનું આવા૨ક કર્મ છે.’ આ પ્રમાણે માનવું તો શક્ય જ નથી. હા, તે મોહનીય કર્મનો ક્ષય કેવળજ્ઞાનની ઉત્પત્તિનું નિમિત્ત જરૂર બને છે, કારણ કે, જ્યાં સુધી તે મોહનીય કર્મનો સંપૂર્ણ ક્ષય ન થાય ત્યાં સુધી કેવળજ્ઞાનની ઉત્પત્તિ થતી નથી. તેમ પ્રસ્તુતમાં પણ જ્યાં સુધી આ અનંતાનુબંધી આદિ કષાયોનો ઉપશમ થતો નથી, ત્યાં સુધી સમ્યગ્દર્શન રૂપ અવસ્થા -પર્યાય પ્રગટ થતો નથી. આમ હોવા છતાં ય તે જ અનંતાનુબંધી આદિ કષાય રૂપ કર્મ એ સમ્યગ્દર્શન ગુણનું આવરણ નથી. (આમ મોહનીય કર્મ એ પોતાનું (કેવળજ્ઞાનનું) આવા૨ક = ઢાંકનાર કર્મ ન હોવા છતાં ય જેમ મોહનીય કર્મનો ક્ષય થવાથી જ કેવળજ્ઞાનની ઉત્પત્તિ થાય છે, તેમ પોતાનું આવરણ કરનારું કર્મ ન હોવા છતાં ય અનંતાનુબંધી કષાય આદિ કર્મનો ઉપશમ થવાથી જ સમ્યગ્દર્શન પ્રગટ થાય છે. આથી અનંતાનુબંધી આદિ કષાયનો ઉપશમ એ સમ્યગ્દર્શનની પ્રાપ્તિમાં નિમિત્ત બને છે.)
પ્રશ્ન : (અનંતાનુબંધી આદિ જો સમ્યગ્દર્શન ગુણનું આવા૨ક કર્મ ન હોય) તો સમ્યગ્દર્શન ગુણનું આવરણ (= આવારક કર્મ) શું છે ? જવાબ : જ્ઞાનાવરણ કર્મ એ જ સમ્યગ્દર્શનનું આવરણ કરનારું કર્મ છે. અને ત્યાં સુધી આ જ્ઞાનાવરણ કર્મનો ક્ષયોપશમ થતો નથી, જ્યાં સુધી અનંતાનુબંધી આદિ કર્મપ્રકૃતિનો ઉપશમ થયો નથી.
ચંદ્રપ્રભાઃ અહીં મૂળમાં દરેક ઠેકાણે ‘અનંતાનુબંધી-આદિ' એમ કહેલું છે, તેમાં અનંતાનુબંધી શબ્દથી અનંત સંસારને ચલાવનારા એવા તીવ્રમત કષાયો ક્રોધ, માન, માયા અને લોભનું ગ્રહણ કરવું. અને ‘આદિ’ શબ્દથી મિથ્યાત્વ મોહનીય વગેરે દર્શન-મોહનીય કર્મના ત્રણ ભેદો યથાયોગ્ય સમજવા. તેનુ આગળ આઠમા-અધ્યાયમાં કથન કરાશે. તેમાં અર્થાત્ અનંતાનુબંધી રૂપ ચાર કષાયો અને દર્શન-ત્રિકનું (= સમ્યક્ત્વ મોહનીય, મિશ્ર મોહનીય અને મિથ્યાત્વ મોહનીય એ ત્રણનું) ગ્રહણ કરવું. આમ આ ૪ + ૩ = ૭ મોહનીય કર્મની પ્રકૃતિનો ૬. પાવિષ્ણુ । ત્તિ: પૂ. |