________________
तत्त्वार्थाधिगमसूत्रम्
[ o
समीचोर्भेदमप्रेक्षमाणाः प्रभाषन्ते एषां च पूर्वस्य द्वयस्य सम्यग्दर्शनस्य सम्यग्ज्ञानस्य च लाभे प्राप्तौ, भजनीयं स्याद् वा न वेति, उत्तरं चारित्रम्, उत्तरस्य तु सूत्रक्रमोपन्यस्तस्य सम्यक्चारित्रस्य लाभे नियतो निश्चितः पूर्वलाभ इति पूर्वयोः सूत्रक्रमव्यवस्थितयोः सम्यग्दर्शनसम्यग्ज्ञानयोर्लाभ :- प्राप्तिरिति, अन्यथा तत् सम्यक्चारित्रमेव न स्याद् यदि ताभ्यामनुगतं' न स्यादिति ।
२२
तें तु कथं कारणादिकं भेदं न पश्यन्ति ? । उच्यते - मतिज्ञानस्यैव रुचिरूपो योऽपायांशस्तत् सम्यग्दर्शनम्, न ज्ञानादृतेन्यत् सम्यग्दर्शनं समस्ति । कारणार्दिकस्तु भेदोऽन्यथा प्रकाश्यते, योऽसावुपशमोऽनन्तानुबन्ध्यादीनां स तस्य सम्यग्दर्शनस्योत्पत्तौ
पूर्वस्य = ઊઁચસ્ય... આ ત્રણમાંથી પૂર્વના બેનો અર્થાત્ સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાનનો લાભ થયે ચારિત્રનો લાભ થાય કે ન પણ થાય - વિકલ્પ છે. જ્યારે સૂત્રમાં કહેલા ક્રમથી ઉત્તરમાં - છેલ્લે મૂકેલાં સમ્યક્ચારિત્રનો લાભ થાય ત્યારે નિશ્ચિતપણે સૂત્રમાં ક્રમની અપેક્ષાએ પૂર્વમાં મૂકેલાં સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. નહીંતર, જો પૂર્વના બે ગુણોથી યુક્ત ન હોય તો તે ચારિત્ર સમ્યક્ચારિત્ર જ ન હોય... એમ અન્ય આચાર્ય માને છે.
શંકા : શા માટે આ આચાર્ય સમ્યગ્દર્શન અને જ્ઞાનના કારણ વગેરેના ભેદને જોતાં નથી ? સ્વીકારતાં નથી ? અને શા માટે તેવા કારણાદિના ભેદનો અસ્વીકાર કરીને કાર્ય રૂપ સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાનને અભેદ રૂપે માને છે ? સમાધાન : મતિજ્ઞાનનો જ જે રુચિ-રૂપ અપાયાંશ છે - અર્થાત્ મતિજ્ઞાનના જે અવગ્રહ-ઈહા-અપાય-ધારણા રૂપ ચાર ભેદો છે તેમાંથી જે ત્રીજો અપાય (નિશ્ચય) રૂપ ભેદ છે, તેમાં જે રૂચિ રૂપ અંશ છે તે સમ્યગ્દર્શન કહેવાય છે. આથી જ્ઞાન સિવાય અન્ય કોઈ સમ્યગ્દર્શન નથી.
પ્રશ્ન ઃ સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાનના કારણોનો ભેદ (પૂર્વે કહેલો) છે, તેનું
શું ?
જવાબ : હવે કારણનો જે ભેદ છે, તેને જુદી રીતે પ્રકાશિત કરાય છે. તે આ પ્રમાણે જે આ અનંતાનુબંધી ચાર કષાય વગેરે રૂપ કર્મપ્રકૃતિઓનો ઉપશમ થાય છે, તે સમ્યગ્દર્શનની ઉત્પત્તિમાં નિમિત્ત બને છે અર્થાત્ અનંતાનુબંધી કષાયનો ઉપશમ થતાં સમ્યગ્દર્શનની ઉત્પત્તિ અવશ્ય થાય છે. જેમ કે કેવળજ્ઞાનની ઉત્પત્તિમાં મોહનીય કર્મનો ૬. પાવિવુ । નુાતે પૂ. । ૨. પાğિ । નનુ॰ મુ. | રૂ. પાવિષ્ણુ । વિષેહ્ત્વન૰ મુ. । ૪. પાવિવુ । વ્યાધ્યાયતે॰ મુ. I