________________
२० तत्त्वार्थाधिगमसूत्रम्
[ અo ? भिन्नानीति । कथं हि भेदः सम्यग्दर्शनस्य ज्ञानादिति चेत्, त एवं वर्णयन्ति पृष्टाः, कारणभेदात् स्वभावभेदादित्यादिना । कारणभेदस्तावदयं, यतः सम्यग्दर्शनस्य त्रितयं कारणं समुत्पत्तौ, क्षयोपशमः क्षयः उपशमश्चेति । ज्ञानस्य तु क्षयः क्षयोपशमो वा, यदि च न तयोर्भेदः किमिति दर्शनस्य त्रिविधं कारणं इतरस्य द्विविधम् ? । तथा स्वभावभेदोऽप्यस्ति, यज्जैनेषु पदार्थेषु स्वतः परतो वा रुचिमात्रमुपाद]पादि, 'तदेव सत्यं निःशङ्कं यज्जिनैः प्रवेदितमुपलब्धं चे' इति । तथा विषयभेदोऽप्यस्ति, सर्वद्रव्यभावविषया रुचिः सम्यक्त्वं
જ સમ્યગ્દર્શન અને જ્ઞાન વચ્ચે ભેદ હોવાનો અભિપ્રાય જ આ કારણથી અર્થાત્ સમ્યગદર્શનની પ્રાપ્તિ થયે જ્ઞાનની કે ચારિત્રની પ્રાપ્તિનો નિયમ ન હોવાથી કેટલાંક આચાર્યો વડે આ હમણાં કહેલાં ભાષ્યની વ્યાખ્યા આ પ્રમાણે કરેલી છે – જે કારણથી પરમાર્થથી – વાસ્તવિક રીતે વિચારીએ તો સમ્યગ્દર્શન આદિ ત્રણેય ભિન્ન છે.. (આથી “પૂર્વનો લાભ થયે ઉત્તર ગુણોનો લાભ થવામાં વિકલ્પ છે - નિયમ નથી - એવા ભાવનુ પૂર્વે કહેલું ભાષ્ય સંગત થાય છે.)
પ્રશ્નઃ સમ્યગદર્શનનો (સમ્યગુ) જ્ઞાનથી ભેદ શાથી છે? આવો પ્રશ્ન કરતાં અન્ય આચાર્યશ્રી જવાબ આપતાં કહે છે -
જવાબઃ (૧) કારણના ભેદથી અને (ર) સ્વભાવના ભેદથી એમ બે રીતે સમ્યગુદર્શન અને સમ્યગુજ્ઞાન ભિન્ન છે. તેમાં પહેલાં (૧) કારણભેદ જોઈએ - તે આ પ્રમાણે છે – સમ્યગુદર્શનની ઉત્પત્તિ થવામાં ત્રણ કારણો છે: (i) ક્ષયોપશમ (i) ક્ષય અને (i) ઉપશમ.
જ્યારે જ્ઞાનની ઉત્પત્તિના બે જ કારણો છે. (i) ક્ષય અને (i) ક્ષયોપશમ. જો આ બે વચ્ચે તફાવત ન હોય તો શા માટે સમ્યગદર્શનના ત્રણ પ્રકારના કારણો છે અને સમ્યજ્ઞાનના બે જ પ્રકારના કારણો છે? અર્થાત્ ભેદ ન હોય તો તેઓના કારણો પણ સરખાં જ હોવા જોઈએ. પણ તેવું નથી, આથી બન્ને વચ્ચે ભેદ હોવાથી જ આવા કારણોની સંખ્યાનો ભેદ ઘટે છે.
(૨) સ્વભાવ-ભેદ તથા સમ્યગુદર્શન અને જ્ઞાનના સ્વભાવનો પણ ભેદ છે. તે આ રીતે “તે જ નિઃશંકપણે સત્ય છે, જે જિનેશ્વરદેવ વડે કહેલું છે અને (કેવળજ્ઞાન વડે) પ્રાપ્ત કરેલું છે, જાણેલું છે.” તમેવ સર્વે નિરંવ માં નિહિં પક્તિ ૩વનk a | [આચારાંગ અ.૫, ઉ.૫, સૂ. ૧૬૩] આવા પ્રકારની જિનેશ્વર દેવ વડે પ્રરૂપિત પદાર્થો
૨. પલિવુ . સત્યાદિ. પૂ. I ૨. લિ. I મુપત્તપં. પૂ. I