________________
१८ तत्त्वार्थाधिगमसूत्रम्
[મ ? केवलं मुक्तिकारणमभ्युपगम्यते, यतः “पञ्चविंशतितत्त्वज्ञ" इत्यादि कथयन्ति । उच्यते-न केवलं ज्ञानं मुक्ते. कारणं पर्याप्तं, क्रियारहितत्वात् पङ्गुवत्, न च क्रियामात्रम्, विशिष्टज्ञानरहितत्वात् अन्धवत्, अतोऽभ्युपेहि, समस्तानि सम्यग्दर्शनादीनि मोक्षकारणानि एकतराभावेऽप्यसाधनानि, अतः कारणात् त्रयाणां ग्रहणं कृतम् । अथ यदा दर्शनादीनामेकं प्राप्तं भवति तदा परस्यावस्थानमस्ति, नास्तीत्याह-भजना कार्याऽत्र । तां दर्शयति-एषां चेत्यादिना । एषामिति दर्शनादीनां चशब्दः समुच्चये । कथमिति चेत्, यथैव समस्तानां मुक्तिहेतुता प्रतिपन्ना एवमिदमपि च प्रतिपत्तव्यम् । किं तदिति चेत्, उच्यते-लाभनियम इति ।
भा० एषां च पूर्वस्य लाभे भजनीयमुत्तरम् । उत्तरलाभे तु नियतः पूर्वलाभः । સ્વીકારો છો? જે રીતે સાંખ્ય વગેરે મતવાળાઓએ ફક્ત જ્ઞાનને જ મુક્તિના કારણ તરીકે સ્વીકારેલું છે; એ પ્રમાણે એક જ કારણનો શાથી સ્વીકાર કરાતો નથી ? કેમ કે તેઓ A“પચ્ચીસ તત્ત્વને જાણનારો જ્ઞાની મુક્તિને પામે છે” ઈત્યાદિ કહે છે – તેઓની જેમ તમે પણ કોઈ એકને જ કારણ તરીકે શા માટે સ્વીકારતા નથી ?
જવાબ : ફક્ત જ્ઞાન જ મુક્તિનું કારણ હોવું એ પર્યાપ્ત નથી. એ તો અધૂરું કારણ છે. કેમ કે ક્રિયરહિત હોવાથી દેખતાં એવા પંગુ-લંગડા માણસ જેવું છે. લંગડો માણસ માર્ગને જાણવા છતાં ય ચાલતો ન હોવાથી ઈષ્ટ નગરે પહોંચી શકતો નથી. વળી ફક્ત ‘ક્રિયા' એ પણ મોક્ષનું કારણ બનવાને અસમર્થ છે. તે વિશિષ્ટ જ્ઞાનથી રહિત હોવાથી (ચાલતા એવા) અંધ માણસ જેવું છે. અંધ માણસ ચાલવા છતાં ય ઈષ્ટ નગરે પહોંચાડનાર માર્ગનું જ્ઞાન ન હોવાથી માર્ગને જોઈ ન શકવાથી નગરે પહોંચવા રૂપ પોતાનું કાર્ય સાધી શકતો નથી. તેમ જ્ઞાનરહિત ક્રિયા માત્ર પણ મોક્ષ કાર્યને સાધી શકતું નથી.
આથી તમારે માનવું જોઈએ કે, સમસ્ત એવા જ સમ્યગુદર્શન આદિ ત્રણ એ મોક્ષના કારણ છે. તેમાંથી કોઈ એકનો પણ અભાવ હોવામાં મોક્ષના સાધન બની શકવા અસમર્થ છે. આથી ત્રણેયનું કારણ તરીકે ગ્રહણ કરેલું છે.
શંકા : જ્યારે સમ્યગુદર્શન આદિ ત્રણ પૈકી એકની પ્રાપ્તિ થઈ હોય ત્યારે શું બીજાની સમ્યજ્ઞાનાદિની હાજરી હોય છે? કે નથી હોતી ? (ભાષ્યમાં સમાધાન આપે છે...)
ભાષ્ય ઃ આ સમ્યગદર્શનાદિ પૈકી પૂર્વ (ગુણ)નો લાભ થયે ઉત્તરનો-જ્ઞાનાદિનો લાભ થવામાં ભજના/વિકલ્પ છે. જ્યારે ઉત્તર ગુણનો લાભ થયે પૂર્વ ગુણની નિયમથી પ્રાપ્તિ હોય
૨. પરિપુ ! યતિ પૂ. I ૨. પરિપુ ! ત્યાદિ મુ. રૂ. પૂ. I તોડp - ‘સૂત્રોનાં' ધ: મુદ્રિત છે