________________
२७
સૂ ]
स्वोपज्ञभाष्य-सिद्धसेनीयाटीकासहितम् भा० तत्र सम्यगिति प्रशंसाओं निपातः, समञ्चतेर्वा । भावे दर्शनमिति । કથંચિત્ અભેદ હોવાનો સ્વીકાર કરેલો છે અર્થાત્ તે બેના સ્વામી, કાળ, લાભ વગેરે સમાન ધર્મો (સાધમ્ય)ની અપેક્ષા એ મતિ અને શ્રુત જ્ઞાન વચ્ચે અભેદ માનેલો છે અને કાર્ય-કારણભાવ, તેમજ શ્રોત્રેન્દ્રિય વિષયક શ્રુત છે જ્યારે શેષ-ઈન્દ્રિય વડે મતિની ઉપલબ્ધિ છે – ઈત્યાદિ બન્ને વચ્ચેના ભેદની પણ ઉપપત્તિ/સંગતિ કરેલી હોવાથી એકાંત ભેદ કે એકાંતે અભેદ પક્ષનો જ આશ્રય કરેલો નથી, કિંતુ સ્યાદ્વાદથી રસાયેલ ભેદભેદ પક્ષનો જ આશ્રય કરેલો છે, તેમ પ્રસ્તુતમાં પણ કહી શકાય છે... અર્થાત્ સમ્યગદર્શન અને સમ્યગ્રજ્ઞાન વચ્ચે પણ એકાંતે ભેદ જ અથવા એકાંતે અભેદ જ એવું પ્રતિપાદન ન કરીને બન્ને પક્ષની દલીલો રજૂ કરીને છોડી દીધું.. કેમ કે, કથંચિત ભેદભેદ જ પ્રમાણ હોવાથી ફક્ત ભેદનયથી વિચારણા કરાય ત્યારે તે નયથી ભેદ હોવો પણ સત્ય છે અને ફક્ત અભેદનયથી વિચારણા કરાય ત્યારે અભેદ હોવો પણ અસત્ય નથી. માટે ટીકાકાર ભગવંતે-સ્વયં ભેદ નય તરફ ઝોક રાખનારા હોવા છતાં ય અભેદ નયનું પ્રતિપાદન અન્ય આચાર્યના મતે કરીને મૂકી દીધું, પરંતુ તેનું ખંડન-નિરાકરણ ન કર્યું... એમ કરવામાં એકાંતવાદનો જ આશ્રય થવાના કારણે મિથ્યાત્વનો દોષ લાગવાનો તેઓને ભય હશે.. કારણ કે ભેદ કે અભેદ એવા બે નયોમાંથી કોઈ એક જ નયનો આશ્રય અને બીજા નયનું એકાંત ખંડના એ સુનયને પણ નયાભાસ = દુર્નય બનાવી દે છે, પ્રમાણતાની વાત તો દૂર રહી. આથી ખંડન ન કરવામાં તેઓની ટીકાકાર મહાશયની પાપભીરુતા જ ઉલટી અભિવ્યંજિત થાય છે. આ અમારું અનુમાન પાયા વિનાનું નિરાધાર છે, એમ ન માનવું, કારણ આ જ તત્ત્વાર્થસૂત્રની ટીકામાં તેઓએ ઠેર ઠેર એક-નયના અવલંબનને મિથ્યાત્વ કહેલું છે અને અનેક નયના-સર્વનયના આશ્રમમાં તેઓએ સમ્યગદર્શન જોયેલું છે, એ હકીકત તો ટીકાનો સંપૂર્ણ અભ્યાસ કરવાથી જણાઈ જ જશે.
બાકી પ્રસ્તુતમાં પ્રથમ વ્યાખ્યાના પક્ષ તરફનો ટીકાકાર ભગવંતનો ઝોક હોવાના કારણો અને તારણો અમે આગળ કહી ચૂક્યા છીએ, માટે અધિક વિસ્તારથી સર્યું...)
પ્રેમપ્રભાઃ હવે સૂત્રમાં મૂકેલાં સમ્યગદર્શન વગેરે અવયવોના ભેદોના દરેકના પ્રવિભાગ વડે અર્થાત્ એક એક શબ્દના પેટા વિભાગ કરીને પ્રતિપાદન કરતાં ભાષ્યમાં કહે છે
ભાષ્ય ઃ તેમાં “સમ્યક’ શબ્દ એ પ્રશંસા - અર્થવાળો નિપાત છે. અથવા સમ્ પૂર્વક + મન્ ધાતુનું બનેલું રૂપ છે. “ભાવ” અર્થમાં (પ્રત્યય લાગીને બનેલો) વર્શન’ શબ્દ વૃશ ધાતુનું રૂપ છે. ૨. ટીનુo | માવોમુ. |