________________
સૂo 9]
स्वोपज्ञभाष्य-सिद्धसेनीयाटीकासहितम् सम्यग्दर्शनस्य देवलोकप्रापणसामर्थ्य, ज्ञानस्य ज्ञेयपरिच्छेदः, क्रियायाः शुभाशुभकर्मादानं, . देशक्षयो वा कर्मणामिति । अथवा विवरणग्रन्थेषु न गुरुलाघवं प्रत्याद्रियन्ते सूरयः, अर्थापत्त्यनभिज्ञानामप्युपदेशप्रवृत्तेः । अथवा एतानि चेत्यन्यथा ख्याप्यते, य एवं चोदयन्ति किर्मिति बहु मोक्षकारणतयाऽभ्युपेयते सम्यग्दर्शनादीनि, न पुनर्यथा साङ्ख्यादिभिर्ज्ञानमेव પ્રત્યેકનું જે વ્યક્તિગત સાધ્ય (ફળ) છે, તેને તો સાથે જ છે. જેમકે, (૧) સમ્યગદર્શનનું વ્યક્તિગત રીતે દેવલોકની પ્રાપ્તિ કરાવવાનું સામર્થ છે. (૨) તથા જ્ઞાનનું શેયવસ્તુનો બોધ કરાવવા રૂપ કાર્ય છે અને (૩) ક્રિયાનું ચારિત્રનું) શુભ અથવા અશુભ કર્મનું ગ્રહણ કરવું અથવા દેશથી કર્મનો ક્ષય કરવો તે સાધ્ય છે. આમ સાથનાનિ કહેવા દ્વારા સમ્યગુદર્શન આદિ છૂટા છૂટા હોય તો તેઓ મોક્ષના સાધનરૂપે હોવાનો નિષેધ કરેલો છે, પણ વ્યક્તિગત સાધ્ય તો તેઓ સાધે જ છે, આમ તે વાક્યનો કહેવાનો આશય છે. આથી વિશેષ અર્થને જણાવનારું હોવાથી પુનરુક્તિ દોષ નથી. (અહીં પુનરુક્તિ દોષ ટાળવા ભલે આ પ્રમાણે વળતર... અસાધનનિ વાક્યનો અર્થ કર્યો, પણ તે ક્લિષ્ટ કલ્પના રૂપ બનવા જાય છે... આમ કંઈક અસ્વરસ હોવાથી ટીકાકાર બીજી રીતે તે વાક્યોને સંગત ઠરાવે
અથવા તો વિવરણ (ટીકા વગેરે) પ્રકારના ગ્રન્થોમાં શાસ્ત્રકાર આચાર્ય ભગવંતો ગૌરવ કે લાઘવને ખાસ મહત્ત્વ આપતાં નથી. એટલે કે અર્થપત્તિથી જણાઈ જતાં પણ અર્થને સ્પષ્ટ રૂપે જ સાક્ષાત્ જ કહી દેતાં હોય છે. (કદાચ સૂત્ર-સ્વરૂપ ગ્રંથમાં અક્ષરની માત્રાના ગૌરવ (અધિકતા) અને લાઘવ (ન્યૂનતા)ને મહત્ત્વ અપાતું હોય પણ વિવરણ ગ્રંથમાં તેવું હોતું નથી.) “તેમાં ગ્રંથનું ગૌરવ થશે.” એ વિચારને ગૌણ કરી દે છે. એનું કારણ એ છે કે ગ્રંથને ભણનારા બધાં ય અર્થપત્તિના જ્ઞાનવાળા નથી હોતાં. વળી અર્થપત્તિને નહીં જાણનારા (સાધારણ ક્ષયોપશમવાળા) પણ શ્રોતાઓ - અભ્યાસકોને નજરમાં રાખીને ઉપદેશ અપાતો હોય છે.
* ફક્ત જ્ઞાન અથવા ક્રિયા મોક્ષ સાધવા અસમર્થ અથવા તો તિતિ સમતાનિ “આ સમ્યગદર્શન આદિ ત્રણ સમસ્ત જ = ભેગા જ મોક્ષમાર્ગ છે” આ ભાષ્યગત પદાર્થને અન્ય રીતે જણાવાય છે... અવતારાય છે... જે લોકો સાંખ્ય વગેરે દર્શનવાળાને આગળ કરીને આ પ્રમાણે પ્રશ્ન ઉઠાવે છે કે –
પ્રશ્ન : શા માટે આ રીતે સમ્યગદર્શન વગેરે ઘણા બધાં મોક્ષના કારણ તરીકે ૨. પૂ. મર્થમિતિ, મુ. ર. પૂરેયો. મુ. I