________________
स्वोपज्ञभाष्य-सिद्धसेनीयाटीकासहितम्
१५
रोगापनयनलक्षणमारोग्यमिव रोगिणः । यथा ह्यारोग्यार्थिरोगिणः भेषजे रुचिस्तद्विषयं च परिज्ञानमिदमेवौषधमस्य व्याधेरपनयनकारि, सति चैतस्मिन् द्वये यदि सम्यग्ज्ञानपूर्विकायां पथ्याद्यभ्यवहरणक्रियायां विशेषणे वा प्रवर्तेत, ततोऽस्य रोगाः प्रणश्यन्ति, नान्यथा । एवमिहापि त्रितयं समुदितं त्रिफलाद्युपदेशवत् सिद्धेः सकलकर्मक्षयलक्षणायाः साधनभावं बिभर्ति । अर्थापत्त्या सिद्धेऽप्याह वचसा स्पष्टं अर्थापत्तिलभ्यफलप्रदर्शनाय वा - एकतराभावेऽपीत्यादि ।
સૂ॰ o ]
એટલે સર્વ... કહેવાનો ભાવ એ છે કે, સમ્યગ્દર્શન હોવા છતાં પણ જો સભ્યજ્ઞાન ન હોય અને તે બંને ય હોવામાં પણ જો સમ્મારિત્ર (સમ્યક્ ક્રિયા-આચરણ) ન હોય તો ઈષ્ટ અર્થને (મોક્ષને) સાધી શકતાં નથી. દૃષ્ટાંત તરીકે રોગીના રોગનું દૂરીકરણ અર્થાત્ આરોગ્ય રૂપ કાર્ય... જેમ આરોગ્યના અર્થી એવા રોગીને ઔષધ ઉપર રુચિ-શ્રદ્ધા હોય અને ઔષધને વિષે યથાર્થ જ્ઞાન હોય કે ‘આ જ ઔષધ આ મારી વ્યાધિને દૂર કરનારું છે', વળી આ બે ય હોવા છતાં ય જો ઔષધ વિશેના સમ્યગ્-સાચા જ્ઞાનપૂર્વક પથ્યહિતકર ભોજન કરવાની ક્રિયામાં અથવા વિશેષણ = અપથ્યાદિને દૂર કરવા માટે પ્રવૃત્તિ કરાય તો જ તેના રોગ નાશ પામે છે, નહીંતર નાશ પામતાં નથી.
=
આ પ્રમાણે અહીં પણ સમ્યગ્દર્શનાદિ ત્રણ સમુદિત = ભેગા હોય તો જ “ત્રિફળા” વગેરે ઔષધનો વિધાનની જેમ સર્વ કર્મના ક્ષય રૂપ સિદ્ધિના કારણ સ્વરૂપે બને છે.
:
ચંદ્રપ્રભા : અર્થાત્ હરડે, આમળા અને બેહડાં એ ત્રણેય ફળનું ચૂર્ણ સરખા ભાગે મિશ્ર કરાય તો ‘ત્રિફળા’ ચૂર્ણ કહેવાય. આવું ચૂર્ણ જ ત્રિદોષહર (= વાત, પિત્ત અને કફનું નાશક) કહેલું છે. આમાંથી એકપણ ઓછું હોય તો મુખ્યત્વે ત્રિદોષનાશક બનતું નથી.... આથી વાતાદિ ત્રણ દોષના નાશ માટે ત્રણેય ભેગા હોવા જરૂરી છે. તેમ પ્રસ્તુતમાં પરિપૂર્ણ મોક્ષમાર્ગ માટે સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્ર એ ત્રણેય ભેગા/એકત્રિત હોવા જરૂરી છે. તો જ તે મોક્ષમાર્ગ બને છે, અર્થાત્ શીઘ્ર મોક્ષ પમાડનાર બને છે.
પ્રેમપ્રભાઃ ‘આ ત્રણ સમસ્ત/ભેગાં જ મોક્ષના સાધન બને છે' આવા વાક્યથી અર્થાપત્તિથી/સામર્થ્યથી એટલે કે અર્થની સંવાદિતાના બળથી એવું સિદ્ધ થાય છે, કે “એકની પણ ન્યૂનતા હોય તો મોક્ષનું સાધન ન બને” તેમ છતાંય અર્થાપત્તિથી જણાતા ફળીભૂત થતાં અર્થને વચન (શબ્દ) દ્વારા સ્પષ્ટ રૂપે બનાવવા માટે ભાષ્યમાં કહે છે .
૧. પાવિષુ । ભેળ મુ. / ૨. પાવિવુ । પ્રવર્તતે મુ. / રૂ. પૂ. । યથા॰ મુ. |
-