________________
स्वोपज्ञभाष्य-सिद्धसेनीयाटीकासहितम्
सू० १]
१९
पूर्वस्य लाभ इति सूत्रक्रममङ्गीकृत्य पूर्वस्यसम्यग्दर्शनस्य लाभे प्राप्तौ भजनीयं विकल्पनीयं स्यात् वा न वेति, उत्तरं ज्ञानं चारित्रं च । यतः देवनारकतिरश्चां मनुष्याणां च केषाञ्चिदाविर्भूतेऽपि सम्यग्दर्शने न भवति आचारादिकमङ्गानङ्गप्रविष्टं ज्ञानम्, न वा देशसर्वचारित्रमिति । तथा प्राप्तेऽपि ज्ञाने केनचित् न चारित्रं नियमत एव प्राप्तव्यम्, तदावरणीयकर्मोदयादिति ।
अतः कैश्चिद् एवं भाष्यमेतद् व्याख्यायि - परमार्थतो यस्मात् त्रीण्यपि सम्यग्दर्शनादीनि
* સમ્યગ્દર્શનાદિમાં પૂર્વનો લાભ થયે ઉત્તરનો થવામાં વિકલ્પ છે
પ્રેમપ્રભા : છ્તાં = એટલે સમ્યગ્દર્શનાદિનો (લાભ થયે...) = શબ્દનો સમુચ્ચય/ સંગ્રહ અર્થ છે. પ્રશ્ન : અહીં શાનો સમુચ્ચય/સંગ્રહ કરાય છે ? જવાબ ઃ જેમ પૂર્વે સમસ્ત ઃ ભેગા એવા સમ્યગ્દર્શન આદિ ત્રણ મુક્તિના સાધન બને છે, એનો સ્વીકાર કરેલો છે, તેમ આ બીજી બાબત પણ સ્વીકારવા યોગ્ય છે. પ્રશ્ન : કઈ છે તે બીજી વાત ? જવાબ ઃ સમ્યગ્દર્શનાદિ ત્રણના લાભનો-પ્રાપ્તિનો નિયમ... એનો પણ સ્વીકાર અંગીકાર કરવા યોગ્ય છે. તે આ રીતે - પૂર્વસ્ય નામે – સૂત્રમાં કહેલાં ક્રમની અપેક્ષાએ પૂર્વ પૂર્વનો લાભ થયે ઉત્ત૨-ઉત્તર ગુણનો લાભ થાય કે ન પણ થાય એમ વિકલ્પ (ભજના) છે. અર્થાત્ સમ્યગ્દર્શનનો લાભ થયે, ઉત્તર ગુણની એટલે કે જ્ઞાન અને ચારિત્રની પ્રાપ્તિ થવામાં ભજના છે - વિકલ્પ છે. એટલે કે તે બે હોય અથવા ન પણ હોય... (પ્રશ્ન : શા કારણથી જ્ઞાન અને ચારિત્રની પ્રાપ્તિ ન પણ હોય ? જવાબ :) કારણ કે, દેવો, નારકો અને તિર્યંચોને તથા કેટલાંક મનુષ્યોને પણ સમ્યગ્દર્શન પ્રગટ થયે છતે પણ આચારાંગ વગેરે અંગપ્રવિષ્ટ શ્રુતનું જ્ઞાન હોતું નથી, અથવા દેવરિત અથવા સર્વવિરતિ રૂપ ચારિત્ર પણ હોતું નથી.
તેમજ કોઈ જીવ વડે જ્ઞાનની પ્રાપ્તિ કરાઈ હોવા છતાં ય ચારિત્રની પ્રાપ્તિ થાય એવો નિયમ નથી. અર્થાત્ હોય અથવા ન પણ હોય. આમાં તે તે ગુણના આવારક આચ્છાદક–ઢાંકનારા કર્મોનો ઉદય જ કારણભૂત છે. અર્થાત્ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થયે છતે પણ જ્ઞાનાવરણીયનો ઉદય હોય તો વિશિષ્ટ જ્ઞાનની પ્રાપ્તિ થતી નથી અને ચારિત્ર મોહનીય કર્મનો ઉદય ચાલુ હોય તો સમ્યગ્દર્શન અને જ્ઞાનનો લાભ થવા છતાં પણ ચારિત્રનો લાભ થતો નથી.
૧. સર્વપ્રતિષુ । મઙ્ગપ્ર૰ મુ. |