________________
પત્રાંક-૩૦૭
આણંદ, માગશર સુદ ૨, ૧૯૪૮
એવું છે પરમ સત્ય તેનું અમે ધ્યાન કરીએ છીએ. ભગવતને સર્વ સમર્પણ કર્યા સિવાય આ કાળમાં જીવનું છે દેહાભિમાન મટવું સંભવતું નથી. માટે અમે સનાતન ધર્મરૂપ પરમ સત્ય તેનું નિરંતર ધ્યાન કરીએ છીએ. જે સત્યનું ધ્યાન કરે છે, તે સત્ય હોય છે.
તા. ૧૩-૧૧-૧૯૮૯, પ્રવચન નં. ૮૪
પત્રક - ૩૦૭ થી ૩૧૧
એમનો (કૃપાળુદેવનો) ૧૯૨૪માં કારતક સુદ પુનમનો જન્મદિવસ છે. ૨૦૪૬ થયા ને. ૧૨૨ વર્ષ થયા. “મોરબી પાસેના નાના ગામડા “વવાણિયામાં જન્મ થયેલો. પૂર્વના આરાધક પુરુષ હતા. પાછા અહીંયાં મનુષ્યપણે આવ્યા છે. કોઈ અલૌકિક ઉઘાડ લઈને આવેલા છે. સામાન્ય મનુષ્યને એટલો ઉઘાડ નથી હોતો. સાત વર્ષની ઉંમરે જાતિસ્મરણનું જ્ઞાન થયું છે. ૧૨-૧૪ વર્ષની ઉંમરથી સુવિચારણા પ્રગટ થઈ છે–આત્મધર્મની વિચારણા પ્રગટ થઈ છે. શતાવધાન આદિ જ્યોતિષ વગેરેના અનેક પ્રકારના ક્ષયોપશમ વિશિષ્ટ જ્ઞાનધારી હોવા છતાં લોકસંજ્ઞાનું આવરણ આત્માને ન આવે એટલા ખાતર એ બધા ચમત્કાર જેવા દેખાતા બહારના) પ્રકારને બાજુએ મૂકી દીધા અને એકદમ આત્માર્થે જીવન શરૂ કર્યું. ૧૮ વર્ષે શતાવધાન વગેરે એ બધું છોડી દીધું હતું.