________________
પત્રાંક-૩૩૦
૨૩૫ પરિણતિ બહુ જમાવેલી, ઘણી જમાવેલી. એ પરિણતિનો જો પરિચય થાય તો ઊછળી જવાય એવો એ વિષય હતો. એટલી બધી અંદરથી ખૂબ જમાવટ કરેલી. અસાધારણ ! એમણે ઘણું કામ કર્યું. એટલે એમની જે વાણી હતી એ દશા પ્રમાણે નીકળતી હતી. દશા પ્રમાણે નીકળતી હતી એટલે એ સામે નહોતા જોતા કે આને અવળું પડશે કે સવળું પડશે. એટલું બધું એ બાબતમાં લક્ષ ઓછું હતું.
મુમુક્ષુ :- શુભભાવ ઉપર ઘણા પ્રહાર કર્યા છે. - પૂજ્ય ભાઈશ્રી – હા, ઘણા પ્રહાર કર્યા છે. શુભભાવ ઉપર શું શુદ્ધભાવ ઉપર પણ પ્રહાર કર્યા છે ! સમ્યક્દર્શન હુઆ, અનુભવ હુઆ મત દેખ. એમ કરીને કહ્યું છે). અનુભવ હુઆ યા નહીં હુઆ, મત દેખ. એ તું જો નહિ. એની સામે ન જો. કેમકે દૃષ્ટિ તો સ્વીકારતી જ નથી ને! જેને સમ્યફશ્રદ્ધા કહીએ છીએ, જેને સમ્યક્દર્શન કહીએ છીએ એ તો કોઈ અવસ્થાને સ્વીકારતી જ નથી, કબૂલતી જ નથી, માનતી જ નથી ને. એ તો એક પૂરણ પરમાત્મા સિવાય કોઈને માનતી જ નથી. એવી જબરજસ્ત એની ઉદડતા છે કે કેવળજ્ઞાન બાજુમાં થાય તો નહિ ને, એને નથી માનતી. દૃષ્ટિ એને માનતી નથી, સ્વીકારતી નથી, વિષય કરતી નથી, સામું જોતી નથી.
મુમુક્ષુ – દરેક જ્ઞાનીઓને સરખું જોર નથી હોતું.
પૂજ્ય ભાઈશ્રી :- એ તો તીવ્રતા મંદતા હોય ને. મોક્ષમાર્ગી જીવોને તીવ્રતા મંદતા હોય છે પણ દૃષ્ટિમાં ફેર નથી હોતો. દૃષ્ટિમાં ફેર નથી હોતો, અભિપ્રાયમાં ફેર નથી હોતો, જ્ઞાનમાં ફેર નથી હોતો. પુરુષાર્થમાં ફેર હોય છે.
મુમુક્ષુ :- જેની કાંઈ કિમત નથી.
પૂજ્ય ભાઈશ્રી :- હા, એ તો નગણ્ય વિષય છે, એ કોઈ ગણતરી કરવાનો વિષય નથી. બીજું મુમુક્ષુએ તો કોઈ જ્ઞાનીઓની સરખામણી કરવાનો અધિકાર પણ નથી. કેમકે એને તો હજી જ્ઞાનીની પરિણતિ જ પકડાતી નથી, તો એની વળી સરખામણીમાં ક્યાં પડે ? એ એના અધિકાર બહારનો વિષય છે. એટલે એ ચર્ચા નહિ કરવી જોઈએ.
યથાર્થ બોધ એટલે શું તેનો વિચાર કરી, અનેક વાર વિચાર કરી, પોતાની કલ્પના નિવૃત્ત કરવાનું જ્ઞાનીઓએ કહ્યું છે. સ્વરૂપનો યથાર્થ બોધ શું તેનો વિચાર કરી. તેનો અનેક વાર એટલે સારી રીતે વિચાર કરી, યથાર્થપણે વિચાર કરી કૃત્રિમતા,