________________
૪૨૪
રાજહૃદય ભાગ-૫ વારંવાર ઉજજવળપણે વત્ય કરે છે. તથાપિ જેમ ઇચ્છીએ તેમ તો નહીં.” એટલે પૂર્ણતા જે પ્રાપ્ત કરવી છે એટલી સ્થિતિ નથી. “અત્ર સમાધિ છે. છતાં અભિપ્રાયથી જુઓ તો બરાબર સમાધિ વર્તે છે.
મુમુક્ષુ - બે-ત્રણ લીટીમાં ઘણું આવી ગયું.
પૂજ્ય ભાઈશ્રી – “સમયસાર' નો કર્તા-કર્મ અધિકાર નાખી દીધો છે. અન્યભાવનો હું અકર્તા છું. એટલે રાગાદિ ભાવ તો થાય છે પણ જુદાં પડી ગયા. છે. પોતાની વ્યાપ્તિનો અનુભવ થતો નથી. સ્વરૂપમાં પોતાની વ્યાપ્તિનો અનુભવ વર્તે છે અને અન્ય ભાવમાં વ્યાપ્તિનો અનુભવ થતો નથી. એ એક વાસ્તવિકતા છે. એને આત્મજ્ઞાન કહ્યું છે, એને આત્મભાન કહ્યું છે. એ ૩૬૨ પત્ર પૂરો થયો.
પત્રક - ૩૬૩
મુંબઈ, વૈશાખ સુદ ૫, રવિ, ૧૯૪૮ હાલ તો અનુક્રમે ઉપાધિયોગ વિશેષ વત્ય કરે છે.
વધારે શું લખવું ? વ્યવહારના પ્રસંગમાં ધીરજ રાખવી યોગ્ય જ છે. એ વાત વિસર્જન નહીં થતી હોય, એમ ધારણા રહ્યા કરે છે.
અનંતકાળ વ્યવહાર કરવામાં વ્યતીત કર્યો છે, તો તેની જંજાળમાં તે પરમાર્થ વિસર્જન ન કરાય એમ જ વર્તવું, એવો ને નિશ્ચય છે, તેને કે તેમ હોય છે, એમ અમે જાણીએ છીએ.
વનને વિષે ઉદાસીનપણે સ્થિત એવા જે યોગીઓ – તીર્થકરાદિક છે - તેનું આત્મત્વ સાંભરે છે.
MALIS