________________
૪૨૬
ચજહૃદય ભાગ-૫ છીએ. એનું કારણ શું છે ? કે દૃઢ નિશ્ચય નથી. મુમુક્ષુની ભૂમિકામાં જે નિશ્ચય હોવો જોઈએ એ નિશ્ચય નથી એટલે નિર્ણય વગર અને નિશ્ચય વગર અદ્ધરોઅદ્ધર સામાન્ય રચિથી થોડું ગમે છે, ગોઠે છે એટલે પોતે થોડો પરિચય રાખે છે પણ વ્યવહારિક કામની જંજાળમાં એ બધું વિસર્જન કરી જાય છે. એટલે જેને એવો નિશ્ચય છે તેને તેમ હોય છે. એમ અમે જાણીએ છીએ. તેને તેમ હોય છે એટલે કે તેને પરમાર્થનું વિસર્જન નથી થતું એમ અમે જાણીએ છીએ. આ અમારો અનુભવ કહે છે કે જેને આવો નિશ્ચય થઈ ગયો, જો તમે પણ નિશ્ચય કરો તો પરમાર્થનું વિસર્જન નહિ થાય. અને નહિતર પરમાર્થનું વિસર્જન થઈ જશે.
વનને વિષે ઉદાસીનપણે સ્થિત એવા જે યોગીઓ – તીર્થંકરાદિક – તેનું આત્મત્વ સાંભરે છે. આ જે ઉપાધિ વિશેષ વત્ય કરે છે એ પત્રની છેલ્લી લીટી આ છે. પત્રની ઉપરની લીટી એ છે કે અનુક્રમે ઉપાધિયોગ એક પછી એક ઘણો વર્તે છે. તો બીજી બાજુ અંદરમાં, વનમાં જે યોગીઓ ઉદાસીનપણે વર્યા છે, સર્વસંગપરિત્યાગ કરીને તીર્થંકરાદિક વત્ય છે એમનું જે આત્મામાં આત્માપણું હતું, જેને શાસ્ત્રમાં પ્રચુર સ્વસંવેદન કર્યું છે. અમને તો અત્યારે એ સાંભરે છે. આ બાજુ ઉપાધિ વધી છે તો આ બાજુ એ સ્મરણમાં આવે છે. એટલે કે પોતે એ દશાની ભાવનામાં ખૂબ વર્તે છે. જેમ જેમ આ બાજુ ઉપાધિ વધે છે તેમ તેમ એ મુનિદશાની ભાવનામાં વિશેષ વિશેષ વર્તે છે. એ સહજ એમની દશા છે એ આ જગ્યાએ સ્પષ્ટ થાય છે. અહીં સુધી રાખીએ.