________________
પ00
ચજહૃદય ભાગ-૫ અર્થમાં વપરાય છે. કોઈ વખત ચિત્ત છે એને ચિત્ત સ્વભાવ તરીકે પણ એનો શબ્દપ્રયોગ છે. “વિત સ્વમાવાય માવાય. ત્યાં ત્રિકાળી જ્ઞાનસ્વભાવ લેવો છે. ત્યાં આ મન નથી, ભાવમન નથી લેવું. પણ કોઈ વખત એમ લખે કે અમારું ચિત્ત ક્યાંય લાગતું નથી, બાજતું નથી, તો અમારું મન બાતું નથી એમ કહેવું છે. એટલે ક્યાં શું વાત ચાલે છે એના ઉપર અર્થ લેવો. અહીં સુધી કાલે વંચાઈ ગયું છે. બીજો પેરેગ્રાફ.
મહાત્માનો દેહ બે કારણને લઈને વિદ્યમાનપણે વર્તે છે.... જે ધર્માત્માનું શરીર અને શરીરની વર્તતી ક્રિયા જે વિદ્યમાનપણે જોવામાં આવે છે એના બે કારણ છે. એક કારણ તો પ્રારબ્ધ ભોગવવાને અર્થે જે કાંઈ એમની દૈનિક પ્રવૃત્તિ છે એ પૂર્વકર્મનો હિસાબ-કિતાબ પૂરો કરવા માટેની છે. એટલે એમનો દેહ પૂર્વકર્મને, પોતાના અપરાધ કરીને બાંધેલા એવા જે પૂર્વકર્મ, એ પૂર્તકર્મને ભોગવી લેવા માટે એમનો દેહ છે. એમને નવા બાંધવા માટે દેહ નથી એમ કહેવું છે. જૂના પૂરા કરવા માટે દેહ છે. એ દ્રવ્યકર્મના પડખેથી વાત છે.
ભાવના પડખેથી એ વાત છે કે જ્યાં સુધી જે ભાવે જે કર્મ બાંધ્યું હોય તે કર્મ ઉદયમાં ભોગવાઈને નિવૃત્ત ન થાય ત્યાં સુધી તે ભાવ કરવાની યોગ્યતા આ જીવે છોડી નથી. સ્થિતિ પડે છે ને ! તો એ સ્થિતિનો અર્થ શું? જેમ કે મિથ્યાત્વની સ્થિતિ બહુ પડે છે. ૭૦ ક્રોડાક્રોડીની સૌથી વધારે સ્થિતિ મિથ્યાત્વ કર્મ પ્રકતિની છે. તો જીવે જે ભાવે મિથ્યાત્વ કર્મ બાંધ્યું એ કર્મના પરમાણુ ઉદય આવીને નિર્જરી ન જાય ત્યાં સુધી મિથ્યાત્વ એનું મચ્યું ન હોય. એવું નથી કે કર્મ સત્તામાં રહી જાય અને જીવ સમ્યકુદૃષ્ટિ થઈ જાય, મિથ્યાત્વ કર્મને સત્તામાં રાખી દે. એનો ઉદય થઈને એનો અભાવ કરી નાખે છે. એ ત્યારે નિર્જરી જાય છે એ. એમ ભાવે પણ એની નિર્જરા થઈ જાય છે. એવી રીતે કરી નાખે છે. એટલે જ્ઞાની છે એ એનો હિસાબ આ રીતે સાફ કરે છે. જે જે પ્રકારના કર્મ છે એનો હિસાબ સાફ કરે છે. નહિતર
જ્યાં સુધી સત્તામાં છે ત્યાં સુધી માનો કે ઉપશમ કર્યા હોય અને એવી રીતે સત્તામાં ગયા હોય તોપણ યોગ્યતા ચાલુ રહી જાય છે. પરિણામ ચાલુ નથી રહેતા તો યોગ્યતા ચાલુ રહી જાય છે..
ઉપશમ છે, ક્ષયોપશમ છે એને પણ કેટલીક પ્રકૃતિ સત્તામાં જાય છે. તો એને