________________
પત્રાંક-૩૭૩
૪૯૯ કાર્ય થઈ ગયું કે એને બીજો પદાર્થ જ્ઞાનમાં જણાતાં એ વખતે એની ઉપાધિને એ ધારણ કરતો નથી. જ્ઞાનમાં બીજો પદાર્થ આવે છે ખરો. પ્રતિબિંબિત થાય છે કેમકે એ તો અનિવાર્ય વસ્તુ છે. બીજા પદાર્થને જ્ઞાનમાં ઝળકવું એ અનિવાર્ય છે પણ પોતે મન દેતો નથી. પોતે એની ઉપાધિ ગ્રહણ કરતો નથી અને પોતે પોતાના જ્ઞાનભાવમાં રહે, જ્ઞાન જ્ઞાનભાવમાં રહે છે. જ્ઞાન શેયભાવમાં નથી જતું તો એનું મન વશ વર્તે છે. અવશ્ય.
મુમુક્ષુ :- આમ તો ઉપયોગ
પૂજ્ય ભાઈશ્રી :- હા, ચંચળતા તો ઘટે જ છે. પણ એને પોતાને અન્ય શેયના. કાળે પણ સાવધાની ઘણી છે, જાગૃતિ ઘણી છે.
મન વશ) “વર્તે છે, એ વાત નિશ્ચયરૂપ છે,...' એ ચોક્કસ પરિસ્થિતિ છે. એ કોઈ અનુમાન કરીને, કલ્પના કરીને તમને કહેતા નથી કે આવી રીતે ભેદજ્ઞાન કરશો તો તમારું મન વશમાં આવી જશે–એવું અમારું અનુમાન નથી, નિશ્ચય છે એ વાત. વર્તે છે એ વાત ચોક્કસ છે. એટલે ઉત્તર દેનાર એ પરિસ્થિતિમાંથી પસાર થઈને વાત કરે છે કે આ વાત બરાબર છે, અમારી અનુભવેલી આ વાત છે.
અથવા મન ત્યાં ન વર્તતું હોય. એટલે જોયોમાં ન વર્તતું હોય તોપણ તે આત્મસ્વરૂપને વિષે જ વર્તે છે.' એમ લેવું. “એ મન વશ થવાનો ઉત્તર ઉપર લખ્યો છે, તે સર્વથી મુખ્ય એવો લખ્યો છેએટલે એ વાતનો જે કાંઈ ઉત્તર દેવો જોઈએ એ મુખ્ય ઉત્તર છે. જે વાક્ય લખવામાં આવ્યાં છે તે ઘણા પ્રકારે.' બીજા પણ વાક્ય પણ એમણે લખ્યા હશે. તે ઘણા પ્રકારે વિચારવાને યોગ્ય છે.
પ્રશ્ન :- “તથાપિ ન વર્તતું હોય તોપણ તે આત્મસ્વરૂપને વિષે જ વર્તે છે. ન વર્તતું હોય એમ કેમ લખ્યું ?
સમાધાન :- ન વર્તતું હોય એટલે શું છે કે એ નાસ્તિનું પડખું ન લઈએ તો. એમ. નાસ્તિનું મન ત્યાં નથી વર્તતું, મન બીજા પદાર્થમાં ઉપાધિમાં નથી વર્તતું.
મુમુક્ષુ :- તો ક્યાં વર્તે છે ? આત્મસ્વરૂપમાં.. પૂજ્ય ભાઈશ્રી :- આત્મસ્વરૂપમાં વર્તે છે. એ અસ્તિનું પડખું લીધું. પ્રશ્ન :- મન અને ચિત્તમાં કાંઈ તફાવત છે ? સમાધાન :- નહિ. લગભગ એકાઈમાં વપરાય છે. કોઈ વખત ભિન્ન ભિન્ન