________________
૫૦૬
રાજહૃદય ભાગ-૫
શાસ્ત્રનો આધાર મળે છે કે નહિ ? એવી શાસ્ત્રસંશા. આ શાસ્ત્રસંશા શબ્દ એમણે પહેલોવહેલો વાપર્યો છે.
લોકસંજ્ઞા અને શાસ્ત્રસંશા ઉપર તમારી બુદ્ધિ ન જતી હોય તો અને કદાચ જાય તો તે ભ્રાંતિ વડે ગઈ છે એમ ધારતા હો તો....' કેટલા ઊંડા ઊતર્યા છે ! એક પરિણામને Analysis કરી નાખ્યું છે, પરિણામનું પૃથ્થકરણ કરી નાખ્યું છે. કદાચ એવો પરિણામ જાય તોપણ મને ભ્રાંતિ થઈ માટે એમ લેવું. આ મારી ભ્રાંતિ છે. તમે પાછા વળી જતા હો તો. એક તો તમારા પરિણામ શિથિલ હોય ને જાય અને જાય તો પાછા વળતા હોય તો. કેટલા તો' લીધા છે ?
મુમુક્ષુ :– તર્કશક્તિ ઘણી છે.
પૂજ્ય ભાઈશ્રી :- ઘણી શક્તિ છે. તર્કશક્તિ કરતાં પણ પરિણામ ઉપરનું અવલોકન ઘણું બારીક છે. એકદમ Minute observation છે. એક પરિણામ થાય તો કેટલી બાજુ એની ધ્રુજારી થાય ? એ ધ્રુજે તો કેટલી કેટલી બાજુ ધુ્રજે ? અને એ જે જે બાજુ જે એનું અર્થઘટન શું ? એટલું બધું ઝીણું અવલોકન છે. બહુ બારીક અવલોકન છે. ભાવો ઉપરનો જે અભ્યાસ છે એ અસાધારણ છે.
મુમુક્ષુ :– જ્ઞાન, જપ, તપ અને ક્રિયા કરતાં મારું વચન તમને પરમ ફળનું કારણ લાગતું હો તો...
પૂજ્ય ભાઈશ્રી :– હા, એ બધા કરતા. તમે ધ્યાન કરતા હો, તમે જપ કરતા હો, તમે તપ કરતા હો, તમે દાન કરતા હો, તમે યાત્રા કરતા હો, સ્વાધ્યાય કરતા હો, કાંઈ પણ જે ક્રિયા કરતા હો એ બધા કરતાં અમે કોઈ વાક્ય તમને એમ કહી દઈએ (કે) આમ નહિ ને આમ છે અને એનું ફળ તમને એમ લાગતું હોય કે આ પરમ ફ્ળનું કારણ છે, મારા મોક્ષનું કારણ છે. મારા સમ્યક્દર્શનનું નહિ, મારા મોક્ષનું (કારણ છે). પરમફળ તો મોક્ષ જ છે. મારા મોક્ષનું કારણ છે એમ જો તમને લાગ્યું હોય, લાગ્યું હોય એમ નહીં, નિશ્ચય એમ હોય–ફેરફાર નહિ.
અમે એક બીજી ચર્ચા કરતા હતા. ‘ગુરુદેવ’ એમ કહે, ખરે બપોરે બાર વાગે ધોમ તડકો વૈશાખ મહિનાનો (હોય), એ એમ કહે આ સૂર્ય નથી, હોં ! આ ચંદ્ર છે. ત્રેવડ છે હા પાડવાની ? આ અમારી ચર્ચાનો વિષય રહેતો. આટલી તૈયારી હોવી જોઈએ.