________________
૫૦૪
ચજહદય ભાગ-૫ વાત છે. બીજાની જેમ ઊલજીને પડે છે એવું થતું નથી. જ્ઞાનીને એવું થતું નથી. | મુમુક્ષ – ગુરુદેવશ્રીના વ્યાખ્યાન નિયમિત ચાલતા હતા.
- પૂજ્ય ભાઈશ્રી - પોતાના જ્ઞાન-ધ્યાનનો સમય પૂરતા પ્રમાણમાં રાખીને કરે છે. કેમકે સર્વથા તો અંદર ઉપયોગ રહેતો નથી, તો જે બાહ્ય પ્રવૃત્તિ કરે છે એમાં પણ ખરેખર એ વખતે પોતાનો સ્વાધ્યાય તો કરે જ છે પણ સાથે સાથે બીજા જીવોને નિમિત્ત પડે છે. એટલી વાત છે. એક સાથે Double કામ થાય.
મુમુક્ષુ :- ઉદયમાન કમોંમાં ન જોડાયને છેડ્યા તે કર્મ પૂજ્ય ભાઈશ્રી - બરાબર. મુમુક્ષ - સીતેર ક્રોડાકોડી સાગરની સ્થિતિ પડે છે.
પૂજ્ય ભાઈશ્રી - એમાં એવું છે કે એ તો વધુમાં વધુ એટલી પડે છે. એટલી જ પડે એવું કાંઈ નથી. વધુમાં વધુ મિથ્યાત્વ કર્મની પ્રકૃતિ એટલી સ્થિતિ પડે છે). બીજાની–બીજા કર્મોની તો ઓછી છે, આની વધુમાં વધુ પડે, કોઈ તીવ્ર મિથ્યાત્વને કારણે. પણ એ તો પાછી ટુંકાઈ પણ છે, સત્તામાં ને સત્તામાં સ્થિતિ ટુંકાઈ છે. જો જીવ પોતાના સ્વભાવની સમીપ જવાના પરિણામ કરે તો એ ઉદયમાં આવ્યા પહેલાં એની સ્થિતિ ટુંકાઈ જઈને ઉદયમાં આવે છે અને કોઈ ઉદિરણા પણ કરે છે કે નહિ ?
મુમુક્ષુ :- સંક્રમણ.
પૂજ્ય ભાઈશ્રી :- હા. સ્થિતિ એની ટૂંકાઈ જાય છે ત્યાં એને અપકર્ષણ કહે છે, વધી જાય છે અને ઉત્કર્ષણ કહે છે. સત્તામાં અને સત્તામાં કર્મ હોય ત્યારે એની સ્થિતિ વધે પણ ખરી અને ઘટે પણ ખરી ઉત્કર્ષણ અને અપકર્ષણ કહે છે. પ્રકૃતિ બદલે એને સંક્રમણ કહે છે. જ્ઞાનાવરણીય દર્શનાવરણીયની થાય. અશુભ શુભની થાય, પુણ્ય પાપની થાય તો એને સંક્રમણ કહે છે. એની સ્થિતિ વધે તો એને ઉત્કર્ષણ કહે છે, ઘટે તો એને અપકર્ષણ કહે છે. - પ્રશ્ન :– કર્મની સ્થિતિ ઘટે કેવી રીતે ?
સમાધાન - હા. સ્થિતિ ઘટે. પોતાના ઉજ્જવળ પરિણામ થાય, વિશુદ્ધ પરિણામ થાય તો સ્થિતિ ઘટે છે, અથવા જે રસે જે કર્મ બાંધ્યું છે એથી વિરુદ્ધ રસે પોતાના પરિણામ થાય એટલે પહેલાં અનેભાગમાં અને સ્થિતિમાં ફેર પડે. પડ્યા પડ્યા પણ સત્તામાં ને સત્તામાં એના અનુભાગ, સ્થિતિમાં ફેર પડે.